નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

નખ પર પડતા સફેદ લીસોટા માટે આટલુ કરો

 
 
નખ નબળા હોય તો થોડી માવજત કરીને તેને સુંદર અને આકર્ષક બનાવી શકાય છે. નખને ફાઇલરથી સુંદર આકાર આપી નેલપોલિશ લગાવો.

પ્રશ્ન : મારી ઉંમર ૧૮ વર્ષ છે. મારા ચહેરા પર અવારનવાર ફોલ્લીઓ થઇ જાય છે. ક્યારેક તેમાં પરુ પણ થઇ જાય છે. કોઇ ઉપાય બતાવશો?

ઉત્તર : તમારી ત્વચા તૈલી હોવાથી વારંવાર ફોલ્લીઓ થાય છે. જો તમને કબજિયાતની સમસ્યા હોય તો પણ આ સમસ્યા થઇ શકે છે. બે કળી લસણની પેસ્ટ બનાવી તેમાં એક ચમચી કેલેમાઇન ભેળવીને જ્યાં ફોલ્લી થઇ હોય ત્યાં વીસ મિનિટ સુધી લગાવી રાખો. પછી નવશેકા પાણીથી ધોઇ લો. આ પેસ્ટ અઠવાડિયે એક વાર લગાવો. આનાથી ફોલ્લીઓ થતી અટકશે અને ત્વચા સ્વચ્છ અને ચમકદાર બનશે. ચહેરો સાફ કર્યા બાદ ઓઇલ-ફ્રી મોઇશ્વરાઇઝર લગાવો જેથી ત્વચાનો કુદરતી ભેજ જળવાઇ રહે.

પ્રશ્ન : હું ૨૮ વર્ષની છું. મારી ત્વચા શુષ્ક છે. જ્યારે પણ હું મારા ચહેરા કોઇ ક્રીમ લગાવું છું, ત્યારે મારો ચહેરો શ્યામ લાગે છે. મારે શું કરવું?

ઉત્તર : તમે અઠવાડિયામાં ત્રણ વાર ચહેરા પર અડધા કલાક માટે ગ્લિસરીન લગાવો. રોજ દૂધથી ચહેરો સાફ કરો. દિવસે અરોમા મેજિક અથવા આમંડ મોઇશ્વરાઇઝર લગાવો. તડકાથી બચવા માટે સનસ્ક્રીન લગાવો.

પ્રશ્ન : મારા નખ ખૂબ નબળા છે. તેમાં ક્યાંક ક્યાંક સફેદ રંગના લીસોટા પણ જોવા મળે છે. નખમાં સહેજે ચમક નથી. મારે શું કરવું જોઇએ?

ઉત્તર : તમે રાત્રે ઓલિવ ઓઇલ નવશેકું કરીને તેનાથી નખની મસાજ કરો. સફેદ રંગના લીસોટા વિટામિન કે કેલ્શિયમની ઊણપને લીધે થઇ શકે છે. આથી તમે આહાર પ્રત્યે પૂરતું ધ્યાન આપો. પૌષ્ટિક આહાર લો. નખ ચમકદાર બનાવવા માટે બફરનો ઉપયોગ સારો રહેશે.

પ્રશ્ન : મારી ઉંમર ૨૬ વર્ષ છે. મારા ચહેરા અને હાથની ત્વચાની સરખામણીએ પગની ત્વચાનો રંગ સહેજ શ્યામ છે, જે ખરાબ લાગે છે. એવો ઉપાય બતાવશો કે પગની ત્વચાનો રંગ સારો થાય અને પગ સુંદર લાગે?

ઉત્તર : તમે રોજ લવેન્ડર ઓઇલથી પગની માલશિ કરો. સ્નાન કર્યા પછી પગ પર ફૂટક્રીમથી હળવા હાથે મસાજ કરો. સ્નાન માટે ગ્લિસરીનયુક્ત શાવર સોપનો ઉપયોગ કરો. પાણીમાં ત્રણ-ચાર ટીપાં ઓલિવ ઓઇલ ભેળવો. અઠવાડિયામાં એક વાર આ સ્ક્રબનો ઉપયોગ કરો. એક ચમચી રવામાં એક ચમચી મસૂરની દાળનો પાઉડર, ચોખાનો લોટ, બાજરીનો લોટ અને ગુલાબજળ મિક્સ કરી પેસ્ટ બનાવો. તેને દસ-પંદર મિનિટ સુધી પગ પર લગાવી રાખી પછી ભીના હાથે હળવેથી ઘસીને સાફ કરો.

પ્રશ્ન : મારા વાળ વાંકડિયા છે. મેં થોડા સમય પહેલાં વાળને પરમેનન્ટ સ્ટ્રેટનિંગ કરાવ્યા હતા, પણ પાંચ-છ મહિના જ્યાં સુધી સ્પા ટ્રીટમેન્ટ કરાવી ત્યાં સુધી બરાબર રહ્યા. હવે અડધા વાળ ફરી વાંકડિયા થઇ ગયા છે. બ્યૂટિશિયનનું કહેવું છે કે ટચિંગ કરવું પડશે. મને કેમિકલ્સ વાપરવાનું પસંદ નથી. મારે શું કરવું?

ઉત્તર : પરમેનન્ટ સ્ટ્રેટનિંગ કરાવ્યા પછી વાળના કન્ડિશનિંગનું ધ્યાન રાખવું જરૂરી છે. તમે ફરી કેમિકલ ટ્રીટમેન્ટ ન કરાવશો. વાળ થોડા વધે કે તરત ટ્રિમિંગ કરાવો. વાળ ધોયા બાદ કન્ડિશનિંગ કરો. હેર સ્પાથી વાળના ટિશ્યૂ રિપેર થાય છે. તમે ઘરે હેર સ્પા કરી શકો.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી