નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

યાદશક્તિ કેવી રીતે વધે?

ઘણી વાર એવું લાગે છે કે હવે ઉંમર વધવાની સાથે યાદશક્તિ ઘટી રહી છે, કોઇ બાબત લાંબો સમય યાદ નથી રહેતી. આવું બને ત્યારે જો ખોરાકમાં થોડી કાળજી રાખીને યોગ્ય આહાર અને વિટામિન લઇએ તો યાદશક્તિ વધારી શકાય છે.

ઉંમરના વધવાની સાથે મોટી ઉંમરના લોકોની યાદશક્તિ ઓછી થવામાં વિટામિન ‘બી’ મહત્વનો ભાગ ભજવે છે. જેઓનું વિટામિન B12 ઓછું હોય તેમને અમુક શબ્દો જલદી યાદ આવતા નથી. ઉપરાંત, વિટામિન B9 (ફોલેટ) ઓછું હોય તેમની યાદશક્તિ ઓછી થઇ જાય છે. આથી જો ફોલેટ અને B12 ભેગાં કરીને લેવામાં આવે તો યાદશક્તિમાં વધારો થાય છે.

ફોલેટ શું છે?

ફોલેટ એક પ્રકારનું વોટર-સોલ્યુબલ વિટામિન છે, જે ખોરાકમાંથી મળી શકે છે. ફોલિક એસિડ એ ફોલેટનું સિન્થેટિક ફોર્મ છે, જે સપ્લિમેન્ટમાં મળે છે અને ફોર્ટિફાઇડ ખોરાકમાં ઉમેરવામાં આવે છે.
ફોલેટ નવા સેલ બનાવવામાં મદદરૂપ થાય છે. આ ઉપરાંત સેલ ડિવિઝન DNA, RNAના સેલ્સ બનાવવા માટે પણ ઉપયોગી છે. લાલ રક્તકણો બનાવવા માટે ફોલેટ ઉપયોગી છે.

ફોલેટ શેમાંથી મળે?

લીલા પાંદડાવાળા શાકભાજી (પાલક, મેથી), ફળ જેવાં કે નારંગી, સૂકા બીન્સ, વટાણા વગેરેમાંથી ફોલેટ મળે છે.

વિટામીન B12

જ્યારે શરીરને પૂરતા પ્રમાણમાં વિટામિન ઇ૧૨ નથી મળતું, ત્યારે તેની ડેફિશિયન્સી ઊભી થાય છે. વિટામિન B12ની ડેફિશિયન્સીથી મગજની યાદશક્તિ ઓછી થાય છે. દૂધ અને દૂધમાંથી બનાવવામાં આવેલી વસ્તુઓમાંથી B12 સૌથી વધુ મળે છે અને જ્યારે ફોલેટ અને B12થી ભરપૂર વાનગી બનાવવામાં આવે એટલે કે લીલાં શાકભાજી અને દૂધમાંથી બનાવેલી વાનગી ભેગી બને જેમ કે, પાલક-પનીરનું શાક અથવા ફ્રુટનો શ્રીખંડ, તો તે મગજના કોષોને ઘણો ફાયદો કરે છે.

આ ઉપરાંત, વધુ પડતા સ્ટ્રેસ અને ઓબેસિટી પણ મગજના પોષણને અસર કરે છે. જેમ ઉંમર વધતી જાય છે, તેમ બ્રેઇન પાવર ઓછો થતો લાગે છે.

મગજને હળવું અને શાંત રાખવા આટલું કરો

- બને તેટલા પ્રમાણમાં હેલ્ધી ખોરાકનો ઉપયોગ કરો.

- મન શાંત રાખો અને સ્ટ્રેસથી દૂર રહો.

- કોઇ પણ મિટિંગમાં અથવા પરીક્ષા આપવા જતાં પહેલાં ત્રણ મિનિટ માટે ચ્યૂઇંગ-ગમ ચાવવામાં આવે તો સ્ટ્રેસ ઓછો થાય છે.

- હળવું સંગીત સાંભળવાથી મન શાંત થાય છે.

- મગજને ફિટ રાખવા માટે નિયમિત કસરત કરો. કસરતથી endorphins થાય છે. ચાલવાથી, એરોબિક કસરતથી બ્રેઇન પાવર વધે છે.

- દિવસની શરૂઆત હેલ્ધી નાસ્તાથી કરો. જેમાં દૂધ, દૂધમાંથી બનાવેલી વસ્તુ, આખા અનાજનો ઉપયોગ કરો.

બ્રેઇન પાવર વધારવા આટલું કરો.

- દિવસમાં ૩ થી ૪ વખત ઊંડા શ્વાસ લઇને બહાર કાઢો. જેથી મગજને લોહી મળી રહે.

- વધુ પડતા ચરબીવાળા ખોરાક લેવાના ટાળો. નિકોટિન, આલ્કોહોલથી દૂર રહો.

- નવું-નવું શીખવાનો પ્રયત્ન કરો. નવું શીખતાં રહેવાથી તે માટે નવા ટશિ્યુ બને છે જે મગજને મદદરૂપ થાય છે.

- કામ કરવા હાથની આંગળીનો, વેઢાનો ઉપયોગ કરો. જેમ કે, ભરતકામ કરો, સિતાર વગાડો, લોટ બાંધો, તમારા ગમતાં કામ કરો.

- ક્રોસ પઝલ, સુડોકુ, રુબિક કયુબ, ચેસ વગેરે રમો. તેનાથી માનસિક કસરત થાય છે.

- ખૂબ હસો, હસતાં જ રહો. તેનાથી તમારો મૂડ સારો રહેશે અને મગજ પણ શાંત રહેશે.

શું ખાશો?

બ્રેઇન બુસ્ટર્સ, પાવરફૂડ, ફ્લેકસ સીડઝ, અખરોટ, ઓમેગા-૩ ફેટી એસિડ વધુ ધરાવે છે. તે ઉપરાંત, દિવસ દરમિયાન ફળ અને શાકભાજીનો ઉપયોગ વધારો. ખાસ કરીને પાલક અને જુદા જુદા રંગોવાળા શાકભાજીનો ઉપયોગ કરો. આ બધા એન્ટિઓક્સિડન્ટ છે અને ઇમ્યુન સીસ્ટમ માટે જરૂરી છે.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પોશાક હોય, ઘરેણાં હોય, મેકઅપ હોય અથવા ઘરની સજાવટનો સામાન જ કેમ ના હોય, વર્તમાન યુગમાં ફેશનમાં ઝડપથી નિતનવો બદલાવ જોવા મળી રહ્યો છે. ઘરની સજાવટમાં ફેરફાર આંખોને નવીનતાની સાથે સાથે પરિવર્તનની પણ અનુભૂતિ કરાવે છે. પછી તે આઘુનિક પઘ્ધતિમાં હોય કે પરંપરાગત પડદા, સોફાના કવર, બેડશીટ, કુશન કવર વગેરેના રંગો અને ફેબ્રિકમાં ફેરફાર લાવીને ઘરની આંતરિક સજાવટમાં પરિવર્તન લાવી શકાય છે. આજકાલ બજારમાં અપહોલ્સ્ટ્રીના વિવિધ રંગો અને ડિઝાઈનો જોવા મળે છે જેને તમે તમારી સમજ, કલ્પનાશક્તિ અને બજેટને ઘ્યાનમાં રાખી ઘરને સુંદર તથા મનમોહક રૂપ આપી શકો છો. પરંપરાગત સજાવટમાં ભારતીય કાપડના સોફાકવર, બેડશીટ, ટેબલકલોથ, કુશન કવર અને પડદા તરીકે ઉપયોગ કરવાની પરંપરા ઘણી જૂની છે. પરંપરાગત હસ્તકલાના નમૂનાઓ આઘુનિક ઘરોમાં એક નવા અંદાજમાં સજાવેલા જોઈ શકાય છે. ઘરને આકર્ષક બનાવવા માટે જૂની બનારસી, જરદોશી અથવા સિલ્ક સાડીઓ ઉપરાંત ટિશ્યૂ વર્કની સાડીઓનો આજકાલ વધારે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને આ રીતે સજાવટ કરેલા ઘરને ડિઝાઈનર હોમનું નામ આપવામાં આવે છે. આ માટે તમારે તમારી જૂની સાડીઓ અને દુપટ્ટાનો સંગ્રહ કરવો પડે છે. ઘ્યાન રાખો કે કાપડની ચમક અને રંગ નવા જેવા જ હોય કારણ કે તે તમારા ઘરની સુંદરતાને સોહામણી બનાવશે. જો દીવાલનો રંગ લાઈટ હોય તો ડાર્ક રંગની સિલ્ક સાડીઓથી તૈયાર કરેલા ટેપેસ્ટ્રી વઘુ આકર્ષક લાગે છે. તેવી જ રીતે સોનેરી જરદોશી વર્કના ચણિયાનો સોફાની બ્લેક અપહોલ્સ્ટ્રી પર કવરના રૂપમાં ઉપયોગ કરી શકો છો. ઘરમાં પાર્ટીનું આયોજન કર્યું હોય અને જૂના પડદા ગંદા હોય તો તેના બદલે જૂની બનારસી સાડી ગડી કરી એવી રીતે લગાવો કે લોકોને કોઈ ફેશન બુટિકમાં આવ્યાનો અહેસાસ થાય. સિલ્કના રંગબેરંગી કાપડની પટ્ટીઓમાંથી તમે આકર્ષક કુશનકવર તૈયાર કરી ઘરને એક નવી સ્ટાઈલથી સજાવી શકો છો. તે ઉપરાંત સિલ્ક પર જરદોશી વર્ક કરેલા કાપડને લાકડાની ફ્રેમ પર લગાવી તેને એન્ટિક લુક પણ આપી શકો છો. આછા પીળા રંગની દીવાલ પર લગાવવામાં આવતાં ઘરનું રૂપ જ બદલાઈ જશે. સોફાની પાછળ વોલ પેપર અથવા કુદરતી દૃશ્યોના બદલે સિલ્કની જરીભરતવાળી સાડીનો ઉપયોગ કરી શકો છો. આ તો ઘરને કલાત્મક રીતે સજાવવાની વાત થઈ. આ સિવાય પણ જો તમારી ઈચ્છા હોય તો પડદા, શેતરંજી જેવા મોટા ફેબ્રિકમાંથી બનેલા કાપડનો પણ ઘરની સજાવટ માટે ઉપયોગ કરી શકો છો. આમ પણ આજકાલ હેન્ડલૂમ ફર્નિશંિગ વઘુ ચલણમાં છે. દિલ્હી હાટ, કોટેજ એમ્પોરિયમનું કાશ્મીરી ફૂલવેલનું વર્ક, પેચ વર્ક, રાજસ્થાની મિરર વર્ક, બંધેજ, ટાઈ એન્ડ ડાઈના ફેબ્રિક હસ્તકલાની સાથે સાથે પરંપરાને પણ દર્શાવે છે અને તેની સાથે જ ઘરના કંટાળાજનક અને નીરસ ખૂણાઓમાં આકર્ષણ અને રોમાંચ ભરી દે છે. બજારમાં કોટન સિવાય સિન્થેટિકને મળતું આવતું કાપડ પણ અપહોલ્સ્ટ્રી માટે મળે છે. પછી તે એલ્પ્સની વિસ્ટાસ હોમ ફેશન જ કેમ ન હોય. તે જુદી જુદી મોસમને અનુકૂળ અનેક રંગોના ફેબ્રિકમાં મળે છે. પડદા માટે પોલિએસ્ટર, નેટના પડદા, સિલ્ક, રોસિલ્કનું ફેબ્રિક વાપરવું યોગ્ય છે. આ પડદાનું કાપડ એક મીટરના રૂપિયા ૫૦ થી ૨૫૦ સુધીની કંિમતમાં મળતું હોય છે. તે સિવાય આજકાલ પાર્ટિશન તરકે સૂતળીના પડદાનો ઘરોમાં ઉપયોગ વધી ગયો છે. સોફાને સજાવવા માટે આવા ફેબ્રિકની પણ જરૂર હોય છે કે જે મજબૂત હોય તેથી જ જેકાર્ડ પોલિએસ્ટર જે કાર્ડના સોફા માટે યોગ્ય ફેબ્રિક છે. આઘુનિક હોમ ફર્નિશંિગ માટે કોટનનો ભાગ હોય તેવું લાઈક્રા ફેબ્રિક ઉપયોગમાં લેવાય છે. આમાં મોટા ભાગે સફેદ, ચેકમેટ, ફ્રોસ્ટેડ ગ્લાસ કવર ગ્રાહકોને આકર્ષિત કરે છે. બેડસ્પ્રેડમાં પણ બજારમાં અનેક વિવિધતા જોવા મળે છે. વર્તમાનમાં બેડકવરમાં ભભકાદાર રંગો જેવા કે નારંગી, પીળો, વાદળી, લાલ રંગની ફેશન જોવા મળે છે. જ્યાં સુધી ફેબ્રિકનો પ્રશ્ન છે તમે કોટન, સિલ્ક, સિલ્ક ઓરગેંજાનો ઉપયોગ કરી શકો છો. તેમાં હજારો વિવિધતા જોવા મળે છે જે દરેક કંિમતમાં મળી રહે છે. ઊંચી કંિમતમાં કાશ્મીરી, દક્ષિણના પટોળા, બનારસન બ્રોકેડ, સાટીન, ફૂલવેલના વર્ક કરેલા બેડકવર, લેસ વર્કના બેડકવર પણ મળી રહે છે. આ સિવાય પણ તમે તમારા ઘરને સજાવવા માટે બજારમાં મળતા ડિઝાઈનર સાધન સામગ્રીનો ઉપયોગ પણ કરી શકો છો અને ઘરના સોફા, દીવાલો, પડદા, કુશનકવર તથા બેડકવરને બદલીને ઘરને નવું રૂપ આપી શકો છો. પસંદ અને પોકેટ તમારું છે. તમે થોડી કલ્પનાશક્તિ અને રંગોની પસંદગીથી તમારા ઘરને ડિઝાઈનર અને મનભાવન રૂપ આપી શકો છો.

LIC નો IPO ક્યારે આવશે? સરકાર આ અઠવાડિયે નક્કી થઇ જશે