નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

મેરેથોનમાં દોડ્યું અમદાવાદ

- અમદાવાદની મેરેથોન કંઇક હટકે લાગી
- સેટિસફેકશન આપે તેવી મેરેથોન હતી
- બહારના લોકો અમદાવાદની મેરેથોનથી થયા પ્રભાવિત
- બ્લાઇન્ડ અને અંધ સ્કૂલનાં બાળકો પણ મેરેથોનનો હિસ્સો બન્યાં

અમદાવાદમાં પહેલીવાર યોજાઇ ઇન્ટરનેશનલ લેવલની સાબરમતી મેરેથોનને રવિવારે સવારે શાર્પ ૬.૩૦ વાગે નરેન્દ્ર મોદીના હસ્તે વલ્લભસદન રિવરફ્રન્ટ પરથી ફ્લેગ ઓફ કરવામાં આવી હતી. જ્યારે તેની સાથે સાથે ૧૫૦૦૦ જેટલા લોકો દોડવા માટે સજ્જ થઇ ગયા હતા. અમદાવાદ સિવાય ગુજરાત અને ભારતભરમાંથી અનેક લોકોએ આ મેરેથોનમાં ભાગ લીધો હતો.

જ્યારે કેટલીક ફોરેન કન્ટ્રીમાંથી પણ અનેક લોકો આવ્યા હતા. અમદાવાદમાં પહેલી વાર મેરેથોન જોઇ રહેલા નગરજનોએ મેરેથોનમાં ભાગ લેનાર લોકોનો ઉત્સાહ રસ્તાની સાઇડમાં ઊભા રહીને પણ ઘણો વધાર્યો હતો. કેટલાક નરેન્દ્ર મોદીનો જય જયકાર કરતા પોતાના શરીરને કલરથી ચિતરાવીને આવ્યા હતા. જ્યારે એક વ્યક્તિએ તો નરેન્દ્ર મોદીનો બનાવટી ચહેરો પહેરીને દોડમાં ભાગ લીધો હતો. હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર દોડી રહ્યાં હતાં ત્યારે વર્ષો પછી અમદાવાદીઓ વ્હિકલને છોડીને સાથે દોડી રહ્યા હોય તેવો માહોલ દેખાઇ રહ્યો હતો.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ રનર્સ ક્લબના સહયોગથી સાબરમતી મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂના અને નવા અમદાવાદમાં ફરીને પાછી વલ્લભસદન પહોંચી ત્યારે લોકોનું સ્વાગત કરવા માટે ડીજેના તાલ પર મ્યુઝિક પણ જોર શોરથી વાગી રહ્યું હતું. એક બાજું થાકેલા લોકો મસાજ કરાવી રહ્યા હતા. તો બીજી બાજું કેટલાક લાકો મેરેથોન પછી પણ ગરબા રજુ કરી રહ્યાં હતાં.

કહેવાય છે કે દુનિયામાં દરેક મેટ્રો સિટીની પોતાની મેરેથોન યોજાય છે. મુંબઇ, દિલ્હી, લંડન, બર્લિન, શિકાગો, ન્યૂ યોર્ક, ટોકિયો, સિંગાપોર જેવાં મોટા ભાગનાં શહેરોમાં મેરેથોન યોજાય છે. અમદાવાદ જેવા મેટ્રોસિટીની પણ તેની પોતાની એક મેરેથોન થાય તે માટે જ ખાસ સાબરમતી મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું.

અમદાવાદની મેરેથોન કંઇક હટકે લાગી...

ભારતના નાગરિક તરીકે મેરેથોનમાં પ્રથમ આવનાર હૈદરાબાદનો આર્મી ઓફિસર બપિુલ સહારિયા જણાવે છે કે, ‘ઓલ ઓવર હું સેકન્ડ આવ્યો છું. જેના માટે હું પોતે જ જવાબદાર છું. છેલ્લા કેટલાક કિમીમાં મેં ફાસ્ટ દોડવાનું શરૂ કર્યું તે માટે હું પ્રથમ આવતા રહી ગયો. બીજું અમદાવાદમાં મેરેથોન પહેલીવાર યોજાઇ રહી હોવાથી ટ્રાફિક સેન્સ ઘણા લોકોમાં ઓછી છે. અહીંના લોકો દોડવા માટે રસ્તો કરવાની જગ્યાએ રસ્તાની વચ્ચે ગાડીઓ લાવીને ઊભી કરી દે છે.’

જ્યારે બીજા નંબર પર આવેલો ગાંધીનગરનો સીઆરપીએફનો જવાન નરેન્દ્ર સાહી અને ત્રીજા નંબર પર આવેલો જયભાઈ દત્તાત્રે કહે છે કે, ‘પહેલીવાર થયેલી મેરેથોનમાં ઘણી મજા આવી. મેરેથોન માટે જે રૂટ સિલેકટ કરવામાં આવ્યો હતો તે ઘણો સારો હતો, પરંતુ અનેક લોકોને રૂટને લઇને ઘણા પ્રોબ્લેમ ઊભા થયા હતા. અમે થોડા પાછા પડ્યા, કારણ કે અમે પૂરી પ્રેક્ટિસ કરી ન હતી.

સેટિસફેકશન આપે તેવી મેરેથોન હતી...

એરફોર્સના સિનિયર ઓફિસર એરવાઇસ માર્શલ પીપી રેડ્ડી જણાવે છે કે, ‘હું મારી લાઇફમાં ક્યારેય ૪૨ કિમી દોડ્યો નથી. આ દોડ મારા માટે ઘણી ચેલેન્જિંગ હતી. કારણ કે ૫૫ વર્ષની ઉંમરે આટલું દોડવું ઘણાને મુશ્કેલ લાગતું હોય છે. જ્યારે મને જોઇને ઘણાં લોકો મોટિવેટ થયાં હતાં. જેનો મને આનંદ છે.’ જ્યારે એસબીઆઇ બેંકના સિનિયર ઓફિસર ૫૯ વર્ષના સુદર્શનસિંઘ રાવત જણાવે છે કે, ‘દોડવાની એનર્જી તો મારામાં ઘણી છે પણ રૂટમાં ઘણા પ્રોબ્લેમ છે. ક્યા રૂટ પર ફૂલ મેરેથોન થઇ રહી છે તે ઘણાં લોકોને ખબર જ નથી. આ માટે મને થોડી મુશ્કેલી પડી હતી. અમદાવાદમાં પહેલીવાર મેરેથોન થઇ રહી હોવાથી દોડવાની મજા તો સારી આવી હતી.

બહારના લોકો અમદાવાદની મેરેથોનથી થયા પ્રભાવિત...

મુંબઇથી સ્પેશિયલ મેરેથોનમાં ભાગ લેવા માટે આવેલા સ્મિતા બરાપત્રે જણાવે છે કે, ‘મુંબઇમાં પણ અમે ઘણી મેરેથોનમાં દોડ્યા છીએ. અમદાવાદમાં પહેલીવાર થઇ રહી છે પણ ઘણી મજા આવી. કારણ કે અહીંયા રૂટ ઘણો સારો હતો.’ જ્યારે યુએસએથી આવેલાં જયશ્રીબહેન કહે છે કે, ‘મેરેથોનની મજા કંઇક હટકે જ હોય છે. યુએસએમાં તો ઘણીવાર મેરેથોનમાં ભાગ લીધો છે. આજે અમદાવાદમાં પણ આ મેરેથોનમાં ભાગ લઇને અમને ઘણી મજા આવી.’ જ્યારે વી.એસ.ના ડોક્ટર મનીષ ગોહિલ જણાવે છે કે, ‘હું આ મેરેથોનમાં ભાગ લેવા માટે ઘણો એક્સાઇટ હતો, પણ રૂટ કયો છે તેની પૂરતી માહિતી ના હોવાથી બધા ઉત્સાહ પર પાણી ફરી વળ્યું હતું.’

બ્લાઇન્ડ અને અંધ સ્કૂલનાં બાળકો પણ મેરેથોનનો હિસ્સો બન્યાં...

અમદાવાદની બ્લાઇન્ડ પિપલ એસોસિયેશન અને અંધ કન્યા સ્કૂલના ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓએ આ મેરેથોનમાં ભાગ લીધો હતો. જેમાં ભાગ લેનાર બાળકોએ ઉત્સાહથી જણાવ્યું હતું કે અમદાવાદ મેરેથોનનો એક હિસ્સો અમે પણ બન્યા તેનો અમને ઘણો આનંદ છે. આવી મેરેથોન અમદાવાદમાં દર વર્ષે થવી જોઇએ.

કેટલી કેટગરીમાં યોજાઇ મેરેથાન

- મેરેથોન :- ૪૨.૧૯૫ કિમી.
- હાફ મેરેથોન :- ૨૧.૦૯૫ કિમી.
- ડ્રીમ રન :- ૬ કિમી.
- સિનિયર સિટીઝન રન :- ૭ કિમી.
- વ્હિલચેર ઇવેન્ટ :- ૭ કિમી.
- વિઝ્યુઅલ ચેલેન્જ પર્સન રન :- ૭ કિમી.
- રન ફોર કાંકરિયા :- ૩.૫ કિમી.
 

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પોશાક હોય, ઘરેણાં હોય, મેકઅપ હોય અથવા ઘરની સજાવટનો સામાન જ કેમ ના હોય, વર્તમાન યુગમાં ફેશનમાં ઝડપથી નિતનવો બદલાવ જોવા મળી રહ્યો છે. ઘરની સજાવટમાં ફેરફાર આંખોને નવીનતાની સાથે સાથે પરિવર્તનની પણ અનુભૂતિ કરાવે છે. પછી તે આઘુનિક પઘ્ધતિમાં હોય કે પરંપરાગત પડદા, સોફાના કવર, બેડશીટ, કુશન કવર વગેરેના રંગો અને ફેબ્રિકમાં ફેરફાર લાવીને ઘરની આંતરિક સજાવટમાં પરિવર્તન લાવી શકાય છે. આજકાલ બજારમાં અપહોલ્સ્ટ્રીના વિવિધ રંગો અને ડિઝાઈનો જોવા મળે છે જેને તમે તમારી સમજ, કલ્પનાશક્તિ અને બજેટને ઘ્યાનમાં રાખી ઘરને સુંદર તથા મનમોહક રૂપ આપી શકો છો. પરંપરાગત સજાવટમાં ભારતીય કાપડના સોફાકવર, બેડશીટ, ટેબલકલોથ, કુશન કવર અને પડદા તરીકે ઉપયોગ કરવાની પરંપરા ઘણી જૂની છે. પરંપરાગત હસ્તકલાના નમૂનાઓ આઘુનિક ઘરોમાં એક નવા અંદાજમાં સજાવેલા જોઈ શકાય છે. ઘરને આકર્ષક બનાવવા માટે જૂની બનારસી, જરદોશી અથવા સિલ્ક સાડીઓ ઉપરાંત ટિશ્યૂ વર્કની સાડીઓનો આજકાલ વધારે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને આ રીતે સજાવટ કરેલા ઘરને ડિઝાઈનર હોમનું નામ આપવામાં આવે છે. આ માટે તમારે તમારી જૂની સાડીઓ અને દુપટ્ટાનો સંગ્રહ કરવો પડે છે. ઘ્યાન રાખો કે કાપડની ચમક અને રંગ નવા જેવા જ હોય કારણ કે તે તમારા ઘરની સુંદરતાને સોહામણી બનાવશે. જો દીવાલનો રંગ લાઈટ હોય તો ડાર્ક રંગની સિલ્ક સાડીઓથી તૈયાર કરેલા ટેપેસ્ટ્રી વઘુ આકર્ષક લાગે છે. તેવી જ રીતે સોનેરી જરદોશી વર્કના ચણિયાનો સોફાની બ્લેક અપહોલ્સ્ટ્રી પર કવરના રૂપમાં ઉપયોગ કરી શકો છો. ઘરમાં પાર્ટીનું આયોજન કર્યું હોય અને જૂના પડદા ગંદા હોય તો તેના બદલે જૂની બનારસી સાડી ગડી કરી એવી રીતે લગાવો કે લોકોને કોઈ ફેશન બુટિકમાં આવ્યાનો અહેસાસ થાય. સિલ્કના રંગબેરંગી કાપડની પટ્ટીઓમાંથી તમે આકર્ષક કુશનકવર તૈયાર કરી ઘરને એક નવી સ્ટાઈલથી સજાવી શકો છો. તે ઉપરાંત સિલ્ક પર જરદોશી વર્ક કરેલા કાપડને લાકડાની ફ્રેમ પર લગાવી તેને એન્ટિક લુક પણ આપી શકો છો. આછા પીળા રંગની દીવાલ પર લગાવવામાં આવતાં ઘરનું રૂપ જ બદલાઈ જશે. સોફાની પાછળ વોલ પેપર અથવા કુદરતી દૃશ્યોના બદલે સિલ્કની જરીભરતવાળી સાડીનો ઉપયોગ કરી શકો છો. આ તો ઘરને કલાત્મક રીતે સજાવવાની વાત થઈ. આ સિવાય પણ જો તમારી ઈચ્છા હોય તો પડદા, શેતરંજી જેવા મોટા ફેબ્રિકમાંથી બનેલા કાપડનો પણ ઘરની સજાવટ માટે ઉપયોગ કરી શકો છો. આમ પણ આજકાલ હેન્ડલૂમ ફર્નિશંિગ વઘુ ચલણમાં છે. દિલ્હી હાટ, કોટેજ એમ્પોરિયમનું કાશ્મીરી ફૂલવેલનું વર્ક, પેચ વર્ક, રાજસ્થાની મિરર વર્ક, બંધેજ, ટાઈ એન્ડ ડાઈના ફેબ્રિક હસ્તકલાની સાથે સાથે પરંપરાને પણ દર્શાવે છે અને તેની સાથે જ ઘરના કંટાળાજનક અને નીરસ ખૂણાઓમાં આકર્ષણ અને રોમાંચ ભરી દે છે. બજારમાં કોટન સિવાય સિન્થેટિકને મળતું આવતું કાપડ પણ અપહોલ્સ્ટ્રી માટે મળે છે. પછી તે એલ્પ્સની વિસ્ટાસ હોમ ફેશન જ કેમ ન હોય. તે જુદી જુદી મોસમને અનુકૂળ અનેક રંગોના ફેબ્રિકમાં મળે છે. પડદા માટે પોલિએસ્ટર, નેટના પડદા, સિલ્ક, રોસિલ્કનું ફેબ્રિક વાપરવું યોગ્ય છે. આ પડદાનું કાપડ એક મીટરના રૂપિયા ૫૦ થી ૨૫૦ સુધીની કંિમતમાં મળતું હોય છે. તે સિવાય આજકાલ પાર્ટિશન તરકે સૂતળીના પડદાનો ઘરોમાં ઉપયોગ વધી ગયો છે. સોફાને સજાવવા માટે આવા ફેબ્રિકની પણ જરૂર હોય છે કે જે મજબૂત હોય તેથી જ જેકાર્ડ પોલિએસ્ટર જે કાર્ડના સોફા માટે યોગ્ય ફેબ્રિક છે. આઘુનિક હોમ ફર્નિશંિગ માટે કોટનનો ભાગ હોય તેવું લાઈક્રા ફેબ્રિક ઉપયોગમાં લેવાય છે. આમાં મોટા ભાગે સફેદ, ચેકમેટ, ફ્રોસ્ટેડ ગ્લાસ કવર ગ્રાહકોને આકર્ષિત કરે છે. બેડસ્પ્રેડમાં પણ બજારમાં અનેક વિવિધતા જોવા મળે છે. વર્તમાનમાં બેડકવરમાં ભભકાદાર રંગો જેવા કે નારંગી, પીળો, વાદળી, લાલ રંગની ફેશન જોવા મળે છે. જ્યાં સુધી ફેબ્રિકનો પ્રશ્ન છે તમે કોટન, સિલ્ક, સિલ્ક ઓરગેંજાનો ઉપયોગ કરી શકો છો. તેમાં હજારો વિવિધતા જોવા મળે છે જે દરેક કંિમતમાં મળી રહે છે. ઊંચી કંિમતમાં કાશ્મીરી, દક્ષિણના પટોળા, બનારસન બ્રોકેડ, સાટીન, ફૂલવેલના વર્ક કરેલા બેડકવર, લેસ વર્કના બેડકવર પણ મળી રહે છે. આ સિવાય પણ તમે તમારા ઘરને સજાવવા માટે બજારમાં મળતા ડિઝાઈનર સાધન સામગ્રીનો ઉપયોગ પણ કરી શકો છો અને ઘરના સોફા, દીવાલો, પડદા, કુશનકવર તથા બેડકવરને બદલીને ઘરને નવું રૂપ આપી શકો છો. પસંદ અને પોકેટ તમારું છે. તમે થોડી કલ્પનાશક્તિ અને રંગોની પસંદગીથી તમારા ઘરને ડિઝાઈનર અને મનભાવન રૂપ આપી શકો છો.

LIC નો IPO ક્યારે આવશે? સરકાર આ અઠવાડિયે નક્કી થઇ જશે