નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

પાર્ટીની શાન : શોર્ટ ફ્રોક

આ વર્ષે ન્યૂ યર પાર્ટીમાં શોર્ટ ફ્રોક અને ડાર્ક કલર્સ ધૂમ મચાવશે...

ક્રિસમસ અને ન્યૂ યરનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ચૂક્યું છે, ત્યારે યુવતીઓ પાર્ટીમાં કેવા પ્રકારના વસ્ત્રો પહેરશે તેની પસંદગી અગાઉથી જ કરવા લાગતી હોય છે. આ વર્ષે પાર્ટીમાં સૌથી વધુ કેવા વસ્ત્રોની ડિમાન્ડ રહેશે અને તેમાં પણ કેવી ડિઝાઈન અને સ્ટાઇલના ડ્રેસીસ પાર્ટીમાં શોભશે તેના પર પણ ધ્યાન અપાતું હોય છે.

આ વખતે યુવતીઓ પાર્ટીમાં પહેરવા માટે શોર્ટ ફ્રોકને વધુ પસંદ કરશે. સિલ્ક, સાટિન અને શિફોન મટિરિયલમાંથી ખાસ પાર્ટી ડ્રેસ તૈયાર કરવામાં આવે છે કારણ કે આ મટિરિયલ શાઇનિંગ આપે છે, પહેરવામાં પણ મુલાયમ લાગે છે અને તેમાંથી તૈયાર કરવામાં આવેલા વસ્ત્રો રિચ લુક આપે છે.

ક્રિસમસ અને ન્યૂ યર પાર્ટીમાં શોર્ટ ફ્રોક વધારે જોવા મળશે. જેમાં ઓફ શોલ્ડર અને હોલ્ટર નેકના ફ્રોક વધારે જોવા મળશે. ફ્રોકમાં જુદી જુદી ડિઝાઈનો તેમ જ ટક્સ, પિ્લટ્સ, બોક્સ જેવી સ્ટાઇલ ફરીથી જોવા મળશે. ડાર્ક રંગના ઇટાલિયન ક્રેપ મટિરિયલ ઉપર કરવામાં આવેલું ગેઝિંગવાળું ફ્રોક તો પાર્ટીમાં અત્યંત આકર્ષક અને સુંદર લાગે છે.

સામાન્ય રીતે રાતના સમયે યોજાતી પાર્ટીમાં યુવતીઓ મોટા ભાગે ડાર્ક રંગના આઉટફિટ પહેરવાનું વધારે પસંદ કરતી હોય છે. જોકે આ વખતે પાર્ટી માટે ડાર્ક રંગના વિવિધ શેડ્સ જેમાં મરૂન, રેડ, પર્પલ, બ્લ્યૂ, ડાર્ક પિંક, ઓરેન્જ, લવન્ડર અને હંમેશાં પસંદગીમાં પ્રથમ સ્થાને રહેતો બ્લેક રંગો વધારે જોવા મળશે.

વળી, કેટલાક ઓફ શોલ્ડર ફ્રોકની ડિઝાઈનમાં પ્લિટ્સ વધારે આકર્ષક લાગે છે અને તેના પર કરવામાં આવેલું લાઇટ વર્ક સોબર લુક આપે છે. ડાર્ક કલર્સની સાથે સાથે લાઇટ કલર્સમાં વ્હાઇટ તો હોય જ હોય. તે ઉપરાંત, પિંક, ગ્રે, સ્કાય બ્લ્યૂ અને ગોલ્ડન તેમ જ ક્રીમ કલર્સ પણ પસંદગીમાં રહેશે. હવે નાઇટ પાર્ટીમાં ડાર્કની સાથે લાઇટ કલર્સ પણ જોવા મળશે. તમે આ વખતે ફ્રોકમાં કેવી ડિઝાઈન પસંદ કરશો તે જલદીથી નક્કી કરી લો. હવે ગણતરીના દિવસો જ બાકી છે.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા