નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

મનને જીતવું અઘરું છે, અશક્ય નથી

મન આપણા શરીરનું સૌથી ચંચળ અવયવ છે, મનને જીતવું અઘરું છે, અશક્ય નથી. મનને સાધવામાં અથવા તેને જીતવામાં ઘણા લોકોના વરસો નીકળી જાય છે.

યુવા પેઢીમાં આ સમસ્યા સૌથી વિશેષ જોવા મળે છે કારણ કે, તેમનું મન એક જગ્યાએ સ્થિર રહેતુ નથી. અભ્યાસ, રમત, નોકરી અથવા અંગત જીવન બધે યુવાઓ ચંચળ મનની આજ્ઞા અનુસાર જ ચાલતા હોય છે. મન લાગ્યુ ત્યાં સુધી કામ કર્યુ, નહી તો છોડી દીધુ. મનનું કહ્યું કરવું યુવાઓનો સ્વભાવ થઈ ગયો છે. અને અહીં થી જ શરૂ થાય છે અસફળતા અને અશાંતિની સફર. આવા ચંચળ મનના લોકો જીવનભર સતત ભાગતા રહે છે. ખૂબ પૈસા બનાવા છતાં જીવનના કોઈને કોઇ તબક્કામાં તેઓ નિષ્ફળતા અને અશાંતિનો અનુભવ કરે છે.

મનને સાધવું એ ખૂબ મોટો પડકાર છે. હવે પ્રશ્ન એ થાય કે મનને કેવી રીતે જીતવું? મૂળભૂત રીતે આ એક દિવસનું કાર્ય નથી, પરંતુ સતત કરવો પડતો અભ્યાસ છે. આ ક્રિયા મુશ્કેલ છે પરંતુ અશક્ય નથી. જીવનમાં કાયમી શાંતિ અને સુખની ઈચ્છા હોય તો મનને સાધવું જ પડશે. મનને સાધવાથી સૌથી મોટો ફાયદો એ થાય છે કે તે આપણને એક રસ્તા પર લાવે છે, સતત ભટકતા રહેવાની ક્રિયમાંથી મુક્તિ અપાવે છે.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા