નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

જીવનને પુન:જીવિત કરીએ

રોજિંદા કામકાજને ન્યાય આપી બગીચામાં બેસો અને ત્યાં ઊડતી ચકલી પર નજર નાખો. જુઓ, એ નાનકડી ચકલી કેવી ત્યાં કૂંડા પર જઇને બેઠી અને આખા કૂંડાની ધાર પર કેવી ચાલે છે. પછી કૂદકો મારીને બીજા કૂંડા પર જઇને બેઠી. ફરીથી એ જ પ્રમાણે ચક્કર માર્યું. કદાચ એ કંઇ ભોજનની શોધમાં છે. બે-ત્રણ વાર આમ કર્યા પછી એની શોધ પૂરી થઇ. પછી તરત એ પાંખો ફફડાવીને ઊડી ગઇ. આ બધું જોતી વખતે તમને એ ખ્યાલ આવ્યો કે તમારી તમામ માનસિક મૂંઝવણો થોડી વાર માટે એકદમ શાંત થઇ ગઇ હતી. મન સ્થિર થઇ ગયું હતું... આવા બીજા અનેક ઉપાયો છે, જેની મદદથી તમે રોજિંદા સ્ટ્રેસમાંથી મુક્તિ મેળવી શકો છો.

સૂર્ય નમસ્કાર

સવારે વહેલાં ઊઠી, રોજિંદી દિનચર્યા પૂરી કરીને સૂર્ય નમસ્કાર કરો. બને તો સૂર્ય નમસ્કાર કરવાની સાચી રીત કોઇ નિષ્ણાત પાસેથી શીખી લો. વહેલી સવારે સૂર્ય નમસ્કાર કરીને તમે આખો દિવસ ઊર્જાસભર રહેશો.

એકાંત અને ખુલ્લી હવા

જ્યારે ખૂબ મૂંઝાયેલાં હો, શું કરવું તે સમજાતું ન હોય કે માનસિક રીતે થાકી ગયાં હો, તો થોડો સમય એકાંત અને ખુલ્લી હવામાં વિતાવો. બધી પરેશાનીને ભૂલીને માત્ર કુદરતના સૌંદર્યને નિહાળવાનો આનંદ માણો. તમારો થાક જોતજોતામાં દૂર થઇ જશે.

મધુર ધ્વનિ અનોખો અનુભવ

દિવસનો થોડો સમય બગીચામાં વિતાવો. પક્ષીઓના મધુર કલરવ સાંભળો. એ તમારો થાક દૂર કરી દેશે.

ચંદ્ર અને એકાગ્રતા

નાનપણમાં રાત્રે અગાશીમાં સૂતાં સૂતાં આકાશમાં ટમટમતા તારા જોઇને વડીલોને કેટલાં સવાલો પૂછતાં હતાં? ચાલો, ફરીથી એકીટસે ચંદ્રને નિહાળીએ. આમ કરવાથી એકાગ્રતા વધશે.

ઉત્સાહ અને ઉમંગ

કમ્પાઉન્ડમાં નાના બાળકોને રમતાં જુઓ. રમત દરમિયાન સામાન્ય એવી જીતથી તેઓ ખુશ થઇ જાય છે અને હારે તો પણ નિરાશ ન થતાં બમણા ઉત્સાહથી ફરી રમવા લાગે છે. બાળકોની આ પ્રક્રિયા ક્યારેય ન થાકવાની અને આશા જાળવી રાખવાની શીખ આપે છે. જીત માટે સંઘર્ષ કરવો અને નાની ખુશીમાં ખુશ થવાની પ્રેરણા પૂરી પાડે છે. આવા અસંખ્ય દ્રશ્યો છે, જે ગમે તેવા અશાંત મનને પણ શાંત કરી દે છે. પ્રકૃતિ તમને આ કાર્યમાં મદદરૂપ થશે.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા