નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

ઠંડીમાં ત્વચા નિખારો ગ્લિસરીનથી

ગ્લિસરીન શુદ્ધ અને ઘરગથ્થુ સૌંદર્ય પ્રસાધન છે. એનો ઉપયોગ કરીને તમે તમારી સુંદરતા વધારી શકો છો. આના માટે થોડાક ઉપચારો અજમાવીએ...

- બે-ત્રણ ટીપાં ગ્લિસરીન અને બે-ત્રણ ટીપાં લીંબુનો રસ ભેળવીને હોઠ પર લગાવો. આનાથી હોઠ કોમળ અને મુલાયમ બનશે અને ફાટશે પણ નહીં.

- એક ઢાંકણાં જેટલું હાઇડ્રોજન પેરોક્સાઇડ લો અને તેમાં ગ્લિસરીનના કેટલાક ટીપાં ભેળવો. આ લિક્વિડને એડી ફાટી ગઇ હોય તે ભાગ પર લગાવો. થોડી વાર રાખીને પછી પાણીથી સાફ કરો. આનાથી ફાટેલી એડીનો ભાગ ચીકાશવાળો રહેશે અને મુલાયમ બની જશે.

- ડોકની કાળાશ દૂર કરવા માટે એક ચમચી ચણાનો લોટ, એક ચમચી કાકડીનો રસ, એક ચમચી હળદર અને ગ્લિસરીનના બે-ત્રણ ટીપાં ભેળવો. આ લેપને નિયમિત રીતે ડોકના કાળાશવાળા ભાગ પર લગાવવાથી કાળાશ દૂર થઇ જશે.

- નખ બરડ થઇ ગયા હોય તો નવશેકાં પાણીમાં ગ્લિસરીનના થોડાક ટીપાં ભેળવીને આ પાણીમાં નખને બોળી રાખવાથી તે મુલાયમ થશે અને સરળતાથી કાપી શકાશે.

- એક ચમચી મધમાં એક ચમચી ગ્લિસરીન ભેળવીને ચહેરા પર લગાવો. વીસ મિનિટ પછી પાણીથી ચહેરો ધોઇ નાખો. આ નિયમિત રીતે કરવાથી ચહેરાની ચમક વધશે.

- કોણી અને ઘૂંટણની કાળાશ દૂર કરવા માટે તે ભાગ પર ગ્લિસરીન લગાવવું. ત્યાર પછી નવશેકા પાણીમાં રૂમાલ ભીનો કરી તેનાથી હળવા હાથે ઘસીને સાફ કરવું.

- બે ચમચી ગ્લિસરીન અને બે ચમચી વિનેગર ભેળવીને વાળના મૂળમાં લગાવો. પંદર મિનિટ પછી વાળને ઠંડા પાણીથી ધોઇ લો. આનાથી ડેન્ડ્રફ દૂર થાય છે અને વાળ સુંવાળા બને છે.

- કાચા દૂધમાં ચાર ટીપાં ગ્લિસરીન ભેળવીને ચહેરો સાફ કરવાથી મૃત ત્વચા સરળતાથી નીકળી જશે અને ચહેરો ચમકી ઊઠશે.

- ચાર ચમચી લીંબુનો રસ, ચાર ચમચી ગ્લિસરીન, ચાર ચમચી ગુલાબજળને બરાબર હલાવીને એક શીશીમાં ભરી લો. આ એક સારું લોશન બનશે. તેનો તમે ગમે ત્યારે ઉપયોગ કરી શકો.

- નખને ચમકાવવા માટે રૂની મદદથી ગ્લિસરીનને નખ પર ઘસો.

- ચહેરા પર થતી કરચલીઓ દૂર કરવા માટે ગુલાબની પાંખડીઓમાં ગ્લિસરીન ભેળવીને રાત્રે સૂતી વખતે ચહેરા પર લગાવો. સવારે ચહેરો ધોઇ લો. આનાથી ત્વચા પરના ડાઘા દૂર થશે અને કરચલીઓ પણ ઓછી થશે.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા