પુરુષને તકલીફ ન થાય?
પ્રશ્ન :અમારા પરિવારમાં હું સૌથી નાની છું. મારાથી મોટા બે ભાઇ છે, પણ મારા લગ્નની વાત ચાલે છે. મારે હમણાં લગ્ન નથી કરવા. શું કરું?
ઉત્તર : તમે ભાઇ-બહેનોમાં સૌથી નાનાં બહેન છો તેથી કદાચ તેઓ તમારા લગ્ન પહેલાં કરવા માગતાં હોય. તમારી હમણાં લગ્ન કરવાની ઇચ્છા ન હોય તો માતાપિતાને આ અંગે જણાવો.
પ્રશ્ન :મારી સાથે એક યુવાને જબરદસ્તી સંબંધ બાંધ્યો છે. હવે તે મને વારંવાર સંબંધ બાંધવા કહે છે અને જો હું ના કહીશ તો મારા પરિવારને કહી દેવાની ધમકી આપે છે. શું કરવું?
ઉત્તર : તમે એની સાથે સ્વેચ્છાએ તો સંબંધ બાંધ્યો નથી, પછી એની ધમકીથી શા માટે ડરો છો? એ તમારા પરિવારને કહે તે પહેલાં તમે જ ઘરમાં માતા કે મોટીબહેન હોય તેને વાત કરો કે તમારી સાથે શું બન્યું.
પ્રશ્ન :મારા પતિને પહેલાં કોઇ રોગ હતો. જેની સારવાર કરાવી, પણ હવે અમે સંબંધ બાંધીએ છીએ, ત્યારે મને ડર લાગે છે કે મને ચેપ લાગશે તો?
ઉત્તર : તમારા પતિને કયો રોગ હતો તે તમે નથી જણાવ્યું. સારવારથી રોગ મટી ગયો હોય તો પણ સંબંધ દરમિયાન સાવચેતી રાખવી સારી. તમે સમયાંતરે ડોક્ટરને બતાવતાં રહો.
પ્રશ્ન :અમે સંયુક્ત પરિવારમાં રહીએ છીએ. મારા પતિ પ્રાઇવસી ન સચવાતી હોવાથી જુદા થઇ જવાનું કહે છે. આમ કરવું યોગ્ય ગણાય?
ઉત્તર : તમારી વાત સાચી છે કે પ્રાઇવસી ન જળવાય એટલા માટેથી જુદા રહેવા જવાનું યોગ્ય નથી. તમે તમારા પતિને સમજાવો. આજના જમાનામાં સંયુક્ત પરિવારમાં રહેવાનું વધારે ઉચિત છે.
પ્રશ્ન :હું મારા પાડોશમાં રહેતી યુવતીને પ્રેમ કરું છું, પણ એ મને એના પતિ ઘરે ન હોય ત્યારે આવીને સંબંધ બાંધવાનું કહે છે. મને એ પસંદ નથી. હું શું કરું?
ઉત્તર : સૌથી પહેલી વાત તો તમે એક પરિણીતાને પ્રેમ કરો છો, જે યોગ્ય નથી. એ તમને સંબંધ બાંધવા માટે બોલાવતી હોય એ તમને પસંદ ન હોય એવી તમારી ફરિયાદ અયોગ્ય છે.
પ્રશ્ન :મારે બે બહેનો છે અને પપ્પા અવસાન પામ્યા હોવાથી તેમને પરણાવવાની જવાબદારી મારી છે. હું એક યુવતીને પ્રેમ કરું છું. એ લગ્ન કરવા માટે ઉતાવળ કરે છે. હું શું કરું?
ઉત્તર : તમે તમારી પ્રેમિકાને પહેલાં જણાવ્યું નહોતું કે તમારા પર બે બહેનોની જવાબદારી છે? જોકે તમે લગ્ન કર્યા પછી પણ બહેનોનાં લગ્ન કરાવી તમારી જવાબદારી અદા કરી શકો છો. આટલા મૂંઝાવાની જરૂર નથી.
પ્રશ્ન :અમે જ્યારે સંબંધ બાંધીએ ત્યારે મારા પતિ એવું કહે છે કે એમને દુખાવો થાય છે. એનું શું કારણ? પુરુષને આવી સમસ્યા થાય ખરી?
ઉત્તર : તમારા પતિને કોઇ ડોક્ટરને બતાવવાનું કહો. કદાચ તેમને કંઇ આંતરિક તકલીફ હોય એવું બની શકે. પુરુષને પણ એની રીતે કંઇક તકલીફ થતી હોય છે. એવું ન માનવું કે પુરુષને કંઇ સમસ્યા નથી હોતી.
પ્રશ્ન :હું જ્યાં નોકરી કરું છું, ત્યાં એક છોકરીને અનેક યુવાનો સાથે મૈત્રી છે. તેના લીધે ઓફિસમાં પણ શિસ્ત નથી જળવાતી. શું કરવું જોઇએ?
ઉત્તર : તમે જો બોસ હો, તો આવી ચિંતા થાય. એ યુવતી તમારી સહકાર્યકર હોય તો એની જિંદગી છે. જો તમારા બોસ કંઇ ન કહેતાં હોય તો તમારે ઓફિસની શિસ્ત અંગે પરેશાન થવાની જરૂર નથી.
પ્રશ્ન :હું મારા માતાપિતાનો એકમાત્ર દીકરો છું. મારી પત્ની અલગ રહેવા જવાની જીદ કરે છે, જે માટે હું ના કહેતો હોવાથી એ સંબંધ બાંધવા તૈયાર નથી થતી. હું શું કરું?
ઉત્તર : તમારી માતાપિતા પ્રત્યેની લાગણી અને ફરજનિષ્ઠા યોગ્ય છે. તમારી પત્નીને એની જીદ છોડી દેવા માટે સમજાવો. એ તમને સાથ ન આપતી હોય તો થોડા દિવસ એની સાથે સંબંધ ન બાંધો.
પ્રશ્ન :મારા પતિ મને ખૂબ પ્રેમ કરે છે, પણ સાસુ-સસરા આવે ત્યારે એ મારી ફરિયાદ કરે છે. મને એમનું આવું વર્તન સમજાતું નથી અને ખૂબ દુ:ખ થાય છે.
ઉત્તર : આમાં દુ:ખી થવાની જરૂર નથી. બનવાજોગ છે કે તમારા પતિ તેમના માતાપિતાના દેખતાં મર્યાદામાં રહેતાં હોય. એથી એ તમને પ્રેમ નથી કરતાં એવું માની લેવાની જરૂર નથી. વળી, તમે દુ:ખ ભલે અનુભવો, પણ તમને એમના પ્રેમનો તો ખ્યાલ છે જ. જો થોડા દિવસ એ તમારી ફરિયાદ કરે તો ચલાવી લેતાં શીખો.
Comments
Post a Comment