નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

અડગ નારી, હિંમત ન હારી...

ભાસ્કર વુમન ઓફ ધ યર’ની આ વિજેતાએ મુશ્કેલીઓ સામે બાથ ભીડીને પોતાના પરિવારને અડીખમ રાખ્યો છે. તેમના જીવનની ખુલ્લી કિતાબના થોડા પાનાં પર નજર નાખીએ.....

ભોપાલની એક સામાન્ય મહિલા જેણે ભાસ્કર વુમન ઓફ ધ યર ૨૦૧૦ના પબ્લિક ચોઇસ સ્ટેટ વિનર એવોર્ડ મેળવ્યો છે. આ મહિલાનું નામ છે, શીલા માલવીય. શીલા માલવીયના સંઘર્ષની વાત તેમના જ શબ્દોમાં... ‘

અમે પાંચ ભાઇ-બહેનોમાં નાના ભાઇના હૃદયમાં કાણું હતું. પિતાની મોટા ભાગની કમાણી એની સારવાર પાછળ ખર્ચાઇ જતી. એટલે આર્થિક સ્થિતિ નબળી. મારી માતાએ બાળકોને ટ્યૂશન આપવાનું શરૂ કર્યું. ઘરમાં મોટી હોવાથી મેં તેમને મદદ કરી. એ વખતે મને વોલીબોલ રમવું, રંગોળી કરવી અને ભણવું અને બાળકોને ભણાવવું આ ચાર પ્રવૃત્તિઓ કરવી ખૂબ ગમતી. ૧૧મા ધોરણમાં ભણતી હતી ત્યારે મારા માટે માગુ આવ્યું. કુટુંબ સારું હતું એટલે લગ્ન નક્કી થઇ ગયા.

સાસરે ગઇ ત્યારે નક્કર વાસ્તવિકતા જાણી. મારા કરિયાવરથી પતિને સંતોષ નહોતો. તેમણે કહ્યું, ‘તારે ત્યાંથી મને દહેજમાં શું મળ્યું?...’ ઉપરાંત કેટલાય મહેણાં-ટોણાં માર્યા. આટલું ઓછું હોય એમ, લગ્ન પહેલાં સાસરા વિશે જે કંઇ પણ સાંભળ્યું હતું તેના કરતાં હકીકત કંઇક જુદી જ હતી. પતિની કમાણી અને સસરાના પેન્શનમાંથી સારી રીતે ઘર ચલાવવું મુશ્કેલ હતું. એક રૂમના મકાનમાં અમે પાંચ જણા રહેતા હતા. પતિ મારા પર હાથ ઉપાડે પછી જ શાંત પડતા. પિતાને જ્યારે કડવી વાસ્તવિકતાની ખબર પડી ત્યારે તેમને ગુસ્સો આવ્યો, પણ તેઓ અફસોસ કરતા.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

LIC નો IPO ક્યારે આવશે? સરકાર આ અઠવાડિયે નક્કી થઇ જશે