નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

ઠંડીમાં ઉપયોગી કુદરતી ક્રીમ મલાઈ

ઠંડીની શરૂઆત થતાંની સાથે હોઠ અને ચહેરા પરની ત્વચા રૂક્ષ થઇ જાય છે અને ફાટી જાય છે. આ ઋતુમાં ઘરમાં કોલ્ડ ક્રીમ, વેસેલીન અને ગ્લિસરીન વધારે જોવા મળે છે. સવારે સ્નાન કરીને ક્રીમ લગાવીએ અને થોડાક કલાકોની અંદર જ ત્વચા ફરીથી રૂક્ષ થઇ જાય છે. બજારમાં મળતાં દરેક પ્રકારના કોલ્ડ ક્રીમનો ઉપયોગ તમે કરતાં જ હશો, પણ ક્યારેક ઘરમાં હંમેશાં રહેતી મલાઇ પર પણ થોડું ધ્યાન આપો. મલાઇનો ઉપયોગ શિયાળામાં સૌથી વધુ ફાયદાકારક હોય છે અને ત્વચા માટે તે ઉત્તમ ક્રીમ તરીકે પણ ઉપયોગી થાય છે.

મલાઇનો ઉપયોગ

- એક ચમચી મલાઇમાં લીંબુનો રસ ભેળવો અને રોજ ચહેરા અને હોઠ પર લગાવો. પંદર મિનિટ પછી નવશેકા પાણી વડે ચહેરો ધોઇ નાખવો. આનાથી ત્વચા કોમળ રહેશે અને હોઠ પણ ફાટશે નહીં.

- થોડીક મલાઇ અને એક ચમચી ચણાનો લોટ ભેળવીને ઉબટણ જેવું તૈયાર કરો. તેને નહાતી વખતે સાબુની જગ્યાએ ઉપયોગમાં લો. આ સ્ક્રબનું કામ પણ કરશે અને શરીરની ત્વચા આનાથી મુલાયમ પણ રહેશે.

- મુલતાની માટીમાં મલાઇ ભેળવીને લેપ તૈયાર કરો. તેને ચહેરા અને કોણીના ભાગ પર લગાવો. આનાથી ત્વચાના રંગમાં વધારે નિખાર આવશે.

- ત્રણ-ચાર બદામ અને થોડીક દેશી ગુલાબની પાંદડીઓ વાટીને તેમાં એક ચમચી મલાઇ ભેળવીને પેસ્ટ તૈયાર કરી, ચહેરા પર લગાવો. આ પેસ્ટ નિયમિત લગાવવાથી ચહેરા પરની કરચલીઓ અને ત્વચા પરના કાળા ડાઘ દૂર થશે.

- મલાઇમાં દરિયાઇ ફીણ ભેળવીને ખીલ ઉપર લગાવવાથી ખીલ અને તેના ડાઘ દૂર થઇ જાય છે.

- મોસંબી અને સંતરાની છાલને સૂક્વીને તેનો પાઉડર તૈયાર કરો. આ પાઉડરમાં મલાઇ ભેળવીને તેનો સ્ક્રબ તૈયાર કરો. આ સ્ક્રબ ચહેરા અને ગરદન પર લગાવીને હળવા હાથે ઘસવાથી ત્વચા મુલાયમ બનશે.

- એક ચમચી મલાઇમાં સફરજનનો રસ બરાબર ભેળવીને ચહેરા, ગરદન, હાથ અને પગ પર લગાવવાથી થોડા દિવસમાં જ રંગ ઊઘડે છે.

- એક ચમચી મલાઇમાં થોડો ચણાનો લોટ અને ચપટી હળદર મિક્સ કરીને તેને શરીર પર ઘસો અને નવશેકા પાણીથી સ્નાન કરવાથી ત્વચાની કોમળતા જળવાઇ રહે છે.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા