નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

તૈયાર થઇ જાઓ ગુજકેટ-૨૦૧૧ માટે


ગુજરાતમાં ચાલતા તબીબી, ઇજનેરી અને એગ્રિકલ્ચરના વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ધો-૧૨ વિજ્ઞાન પાસ તથા પરીક્ષા દેનાર વિદ્યાર્થી ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ-૨૧૧ માટે હાલ અરજી કરી શકે છે. પરીક્ષા તા. ૭-૪-૨૦૧૧ને ગુરુવારના રોજ યોજાશે.

અરજીપત્ર: વિશેષ માહિતી માટે ક્લિક: www.gseb.org. છેલ્લી તા. ૨૭-૧૨-૨૦૧૦ છે.

સ્ટાફ સિલેકશન દ્વારા કલર્કની ભરતી: આ માટે યોગ્યતા ધોરણ-૧૦ પાસ. વય: ૧૮થી ૩૫ વર્ષ. લેખિત પરીક્ષા: તા. ૨૭-૨-૨૦૧૧ના રોજ ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત ખાતે યોજાશે. ક્લિક: www.ssc.nic.in. છેલ્લી તા. ૩૧-૧૨-૨૦૧૦ છે.

નૌકાદળમાં લોજિસ્ટિક કેડરમાં ભરતી: નૌકાદળની એક્ઝિક્યુટિવ શાખામાં શોર્ટ સર્વિસ કમિશન ઓફિસર તરીકે અપરિણીત ઉમેદવારોની ભરતી થઇ રહી છે.

વયમર્યાદા: સાડા ૧૯થી ૨૫ વર્ષ હોવી જરૂરી છે. 

પસંદગી પ્રક્રિયા: સર્વિસ સિલેકશન બોર્ડ દ્વારા સમાવિષ્ટ ઉમેદવારોને જાન્યુ-જુલાઇ-૨૦૧૧માં બેંગ્લોર/ ભોપાલ/કોઇમ્બ્તુર ખાતે ટેસ્ટ માટે બોલાવાશે. www.nausena-bharti.nic.in. છેલ્લી તા. ૨૭ ડિસે.

દેના બેન્કમાં ઓફિસર્સ ભરતી: દેના બેન્ક દ્વારા પ્રોબેશનરી ઓફિસરની ૧૦૦ જગ્યાઓ પર ૨૧થી ૨૫ વર્ષના ગ્રેજ્યુએટ ઉમેદવારોની ભરતી થઇ રહી છે. લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા તા. ૨૭-૨-૨૦૧૧ના રોજ અમદાવાદ ખાતે યોજાશે. 

અરજીપત્ર: ક્લિક: www.dena-bank.com. છેલ્લી તા. ૨૮-૧૨-૨૦૧૦ છે.

ઓલ ઇન્ડિયા પ્રિ-મેડિકલ ટેસ્ટ: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા ઓલ ઇન્ડિયા પ્રિ-મેડિકલ/ પ્રિ-ડેન્ટલ એન્ટ્રન્સ એકઝામિનેશન (AIPMT)-૨૦૧૧ યોજાનાર છે. આ પરીક્ષા દ્વારા ઓલ ઇન્ડિયાની સરકારી/ ગ્રાન્ટ ઇન એઇડ કે મ્યુનિસપિલ હસ્તકની મેડિકલ/ ડેન્ટલ કોલેજોમાં ૧૫ ટકા બેઠકો પર પ્રવેશ આપવામાં આવે છે. બાયોલોજી ગ્રૂપના વિદ્યાર્થીઓ આ પરીક્ષા દ્વારા મેડિકલ/ ડેન્ટલમાં પ્રવેશની તક ઝડપી શકે છે.

પરીક્ષાપદ્ધતિ: સૌપ્રથમ પ્રિલિમિનરી ટેસ્ટ તા. ૩ એપ્રિલ, ૨૦૧૧ના રોજ ગુજરાતમાં અમદાવાદ ખાતે યોજાશે. ઓનલાઇન અરજી માટે ક્લિક: www.aipmt.nic.in. છેલ્લી તા. ૭-૧-૨૦૧૧ છે.

કોલેજ ઓફ એગ્રિ બિઝનેસ મેનેજમેન્ટ: જી. બી. પંત યુનિ. ઓફ એગ્રિકલ્ચર એન્ડ ટેક્નોલોજી, સંલગ્ન કોલેજ ઓફ એગ્રિ બિઝનેસ મેનેજમેન્ટ ખાતે બે વર્ષમાં પૂર્ણ સમયના એગ્રિકલ્ચર તથા ઇજનેરી અભ્યાસ સંબંધિત એમબીએમાં પ્રવેશ માટે અરજી કરી શકાય છે. 

પ્રવેશપ્રક્રિયા: આઇઆઇએમ-કેટ, ૨૦૧૦ના સ્કોરને આધારે પ્રવેશ અપાશે. www.cabm.ac.in. છેલ્લી તા. ૩૧-૧૨-૧૦ છે.

ભારતીય નૌકાદળમાં ભરતી: નૌકાદળમાં સિનિયર સેકન્ડરી અંતર્ગત ભરતી: ભારતીય નૌકાદળમાં સિનિયર સેકન્ડરી રિક્રુટ્સ અંતર્ગત અપરિણીત પુરુષ ઉમેદવારોની ભરતી થઇ રહી છે.

યોગ્યતા: મેથ્સ અને ફિઝિકસ તથા કેમિસ્ટ્રરી/બાયોલોજી/કોમ્પ્યૂટર સાયન્સમાંથી કોઇ એક વિષય સાથે ધો-૧૨ પાસ અરજીપાત્ર છે.
વયમર્યાદા: ઉમેદવારનો જન્મ તા.૧ ઓગસ્ટ, ૧૯૯૦થી ૩૧ જુલાઇ, ૧૯૯૪માં થયો હોવો જરૂરી છે.

અરજીપત્ર: ક્લિક: www.nausena-bharti.nic.in.. છેલ્લી તા. ૨૫-૧૨-૨૦૧૦ છે.

રેલવે ગ્રુપ-ડીમાં એક્સ-સર્વિસમેનની ભરતી: વેસ્ટર્ન રેલવે, રિક્રુટમેન્ટ સેલ દ્વારા ઇન્ડિયન નેશનલ એક્સ-સર્વિસમેનની ભરતી ટ્રેડમેન/ગેંગમેન/હેલ્પરની ગ્રુપ-ડીની જગ્યાઓ પર ૧૮થી ૩૩ વર્ષના ઉમેદવારોની ભરતી થઇ રહી છે. 

અરજીપત્ર: ક્લિક: www.wr.indinarail. gov.in. અરજીની છેલ્લી તા.૨૭-૧૨-૨૦૧૦ છે.

મહારાષ્ટ્રમાં પીજી મેડિકલ/ડેન્ટલ પ્રવેશ: મહારાષ્ટ્રની અનએઇડેડ પ્રાઇવેટ મેડિકલ એન્ડ ડેન્ટલ કોલેજિસમાં ચાલતા એમડી/એમએસ/એમડીએસ તથા અનુસ્નાતક અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) યોજાનાર છે. 

ક્લિક: www.amupmdc.org. છેલ્લી તા.૨૪-૧૨-૨૦૧૦ છે. 

દેના બેન્ક દ્વારા કલર્કની ભરતી

અહીં ૧૮થી ૨૮ વર્ષના ઉમેદવારોએ ૬૦ ટકા સાથે ધો-૧૨ પાસ અથવા સ્નાતક હોવું જરૂરી છે.

પસંદગી પ્રક્રિયા: લેખિત પરીક્ષા ૬ માર્ચ, ૨૦૧૧ના રોજ ગુજરાતમાં અમદાવાદ ખાતે યોજાશે.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પોશાક હોય, ઘરેણાં હોય, મેકઅપ હોય અથવા ઘરની સજાવટનો સામાન જ કેમ ના હોય, વર્તમાન યુગમાં ફેશનમાં ઝડપથી નિતનવો બદલાવ જોવા મળી રહ્યો છે. ઘરની સજાવટમાં ફેરફાર આંખોને નવીનતાની સાથે સાથે પરિવર્તનની પણ અનુભૂતિ કરાવે છે. પછી તે આઘુનિક પઘ્ધતિમાં હોય કે પરંપરાગત પડદા, સોફાના કવર, બેડશીટ, કુશન કવર વગેરેના રંગો અને ફેબ્રિકમાં ફેરફાર લાવીને ઘરની આંતરિક સજાવટમાં પરિવર્તન લાવી શકાય છે. આજકાલ બજારમાં અપહોલ્સ્ટ્રીના વિવિધ રંગો અને ડિઝાઈનો જોવા મળે છે જેને તમે તમારી સમજ, કલ્પનાશક્તિ અને બજેટને ઘ્યાનમાં રાખી ઘરને સુંદર તથા મનમોહક રૂપ આપી શકો છો. પરંપરાગત સજાવટમાં ભારતીય કાપડના સોફાકવર, બેડશીટ, ટેબલકલોથ, કુશન કવર અને પડદા તરીકે ઉપયોગ કરવાની પરંપરા ઘણી જૂની છે. પરંપરાગત હસ્તકલાના નમૂનાઓ આઘુનિક ઘરોમાં એક નવા અંદાજમાં સજાવેલા જોઈ શકાય છે. ઘરને આકર્ષક બનાવવા માટે જૂની બનારસી, જરદોશી અથવા સિલ્ક સાડીઓ ઉપરાંત ટિશ્યૂ વર્કની સાડીઓનો આજકાલ વધારે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને આ રીતે સજાવટ કરેલા ઘરને ડિઝાઈનર હોમનું નામ આપવામાં આવે છે. આ માટે તમારે તમારી જૂની સાડીઓ અને દુપટ્ટાનો સંગ્રહ કરવો પડે છે. ઘ્યાન રાખો કે કાપડની ચમક અને રંગ નવા જેવા જ હોય કારણ કે તે તમારા ઘરની સુંદરતાને સોહામણી બનાવશે. જો દીવાલનો રંગ લાઈટ હોય તો ડાર્ક રંગની સિલ્ક સાડીઓથી તૈયાર કરેલા ટેપેસ્ટ્રી વઘુ આકર્ષક લાગે છે. તેવી જ રીતે સોનેરી જરદોશી વર્કના ચણિયાનો સોફાની બ્લેક અપહોલ્સ્ટ્રી પર કવરના રૂપમાં ઉપયોગ કરી શકો છો. ઘરમાં પાર્ટીનું આયોજન કર્યું હોય અને જૂના પડદા ગંદા હોય તો તેના બદલે જૂની બનારસી સાડી ગડી કરી એવી રીતે લગાવો કે લોકોને કોઈ ફેશન બુટિકમાં આવ્યાનો અહેસાસ થાય. સિલ્કના રંગબેરંગી કાપડની પટ્ટીઓમાંથી તમે આકર્ષક કુશનકવર તૈયાર કરી ઘરને એક નવી સ્ટાઈલથી સજાવી શકો છો. તે ઉપરાંત સિલ્ક પર જરદોશી વર્ક કરેલા કાપડને લાકડાની ફ્રેમ પર લગાવી તેને એન્ટિક લુક પણ આપી શકો છો. આછા પીળા રંગની દીવાલ પર લગાવવામાં આવતાં ઘરનું રૂપ જ બદલાઈ જશે. સોફાની પાછળ વોલ પેપર અથવા કુદરતી દૃશ્યોના બદલે સિલ્કની જરીભરતવાળી સાડીનો ઉપયોગ કરી શકો છો. આ તો ઘરને કલાત્મક રીતે સજાવવાની વાત થઈ. આ સિવાય પણ જો તમારી ઈચ્છા હોય તો પડદા, શેતરંજી જેવા મોટા ફેબ્રિકમાંથી બનેલા કાપડનો પણ ઘરની સજાવટ માટે ઉપયોગ કરી શકો છો. આમ પણ આજકાલ હેન્ડલૂમ ફર્નિશંિગ વઘુ ચલણમાં છે. દિલ્હી હાટ, કોટેજ એમ્પોરિયમનું કાશ્મીરી ફૂલવેલનું વર્ક, પેચ વર્ક, રાજસ્થાની મિરર વર્ક, બંધેજ, ટાઈ એન્ડ ડાઈના ફેબ્રિક હસ્તકલાની સાથે સાથે પરંપરાને પણ દર્શાવે છે અને તેની સાથે જ ઘરના કંટાળાજનક અને નીરસ ખૂણાઓમાં આકર્ષણ અને રોમાંચ ભરી દે છે. બજારમાં કોટન સિવાય સિન્થેટિકને મળતું આવતું કાપડ પણ અપહોલ્સ્ટ્રી માટે મળે છે. પછી તે એલ્પ્સની વિસ્ટાસ હોમ ફેશન જ કેમ ન હોય. તે જુદી જુદી મોસમને અનુકૂળ અનેક રંગોના ફેબ્રિકમાં મળે છે. પડદા માટે પોલિએસ્ટર, નેટના પડદા, સિલ્ક, રોસિલ્કનું ફેબ્રિક વાપરવું યોગ્ય છે. આ પડદાનું કાપડ એક મીટરના રૂપિયા ૫૦ થી ૨૫૦ સુધીની કંિમતમાં મળતું હોય છે. તે સિવાય આજકાલ પાર્ટિશન તરકે સૂતળીના પડદાનો ઘરોમાં ઉપયોગ વધી ગયો છે. સોફાને સજાવવા માટે આવા ફેબ્રિકની પણ જરૂર હોય છે કે જે મજબૂત હોય તેથી જ જેકાર્ડ પોલિએસ્ટર જે કાર્ડના સોફા માટે યોગ્ય ફેબ્રિક છે. આઘુનિક હોમ ફર્નિશંિગ માટે કોટનનો ભાગ હોય તેવું લાઈક્રા ફેબ્રિક ઉપયોગમાં લેવાય છે. આમાં મોટા ભાગે સફેદ, ચેકમેટ, ફ્રોસ્ટેડ ગ્લાસ કવર ગ્રાહકોને આકર્ષિત કરે છે. બેડસ્પ્રેડમાં પણ બજારમાં અનેક વિવિધતા જોવા મળે છે. વર્તમાનમાં બેડકવરમાં ભભકાદાર રંગો જેવા કે નારંગી, પીળો, વાદળી, લાલ રંગની ફેશન જોવા મળે છે. જ્યાં સુધી ફેબ્રિકનો પ્રશ્ન છે તમે કોટન, સિલ્ક, સિલ્ક ઓરગેંજાનો ઉપયોગ કરી શકો છો. તેમાં હજારો વિવિધતા જોવા મળે છે જે દરેક કંિમતમાં મળી રહે છે. ઊંચી કંિમતમાં કાશ્મીરી, દક્ષિણના પટોળા, બનારસન બ્રોકેડ, સાટીન, ફૂલવેલના વર્ક કરેલા બેડકવર, લેસ વર્કના બેડકવર પણ મળી રહે છે. આ સિવાય પણ તમે તમારા ઘરને સજાવવા માટે બજારમાં મળતા ડિઝાઈનર સાધન સામગ્રીનો ઉપયોગ પણ કરી શકો છો અને ઘરના સોફા, દીવાલો, પડદા, કુશનકવર તથા બેડકવરને બદલીને ઘરને નવું રૂપ આપી શકો છો. પસંદ અને પોકેટ તમારું છે. તમે થોડી કલ્પનાશક્તિ અને રંગોની પસંદગીથી તમારા ઘરને ડિઝાઈનર અને મનભાવન રૂપ આપી શકો છો.

LIC નો IPO ક્યારે આવશે? સરકાર આ અઠવાડિયે નક્કી થઇ જશે