નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

સાસરિયાંને સ્નેહસભર નવોઢાનો પત્ર




યુવતી જ્યારે નવવધૂ બને ત્યારે એના હાથમાં મેંદી મૂકવામાં આવે છે. એ મેંદી જેવી જ એની જિંદગી પણ રંગભરી અને સુગંધમય બની રહે એવી શુભેચ્છા દરેક પાઠવે છે. આવો જ પ્રયત્ન નવોઢાના સાસરિયાં તરફથી પણ કરવામાં આવે તો નવવધૂની જિંદગી મહેકી ઊઠે.


દીકરાના લગ્ન નક્કી થાય અને પુત્રવધૂના પનોતા પગલાં ઘરમાં થવાનાં હોય, ત્યારે ઘરમાં ખુશીની સાથોસાથ ઘરના સૌ કોઇના મનમાં અનેક આશા પણ જાગે છે. ઘરમાં વહુ આવશે એટલે એ બધું સંભાળી લેશે. ઘરનું કામકાજ, સામાજિક સંબંધો, દીકરાની જિંદગી, વંશવેલો અને સાથોસાથ સાસુ-સસરાની જિંદગીનો સંધ્યાકાળ પણ. આ બધી અપેક્ષા પોતાની પાસેથી રાખવામાં આવશે એ વાત નવવધૂ પણ સારી રીતે જાણતી અને સમજતી હોય છે.

આવી સ્થિતિમાં નવવધૂ શું ઇચ્છે છે, એ કોઇ જાણે છે ખરું? જરા કલ્પના કરો કે કોઇ નવવધૂ સાસરિયાં પાસેથી જે ઇચ્છતી હોય, તે વિશે પત્ર લખે તો એમાં શું લખે? જાણીએ કે એનો પત્ર કેવો હોય? ‘હું જાણું છું કે અહીં હું નવી છું અને મારા માટે અહીં બધું નવું, અજાણ્યું છે. મને અહીં ડગલે ને પગલે તમારા તરફથી પ્રોત્સાહન પૂરું પાડતા સ્મિતની જરૂર પડશે. હું કંઇ સારું કામ કરું ત્યારે તમારા તરફથી પ્રેમભર્યા અને કંઇ ભૂલ થાય તો હિંમત આપતાં બે શબ્દો મને નવા વાતાવરણમાં ઝડપથી અનુકૂળ થવા માટે મદદરૂપ બનશે.

મને નાની નાની જવાબદારીઓ શરૂઆતમાં સોંપીને મારા પર વિશ્વાસ રાખજો. ઘરના જે કંઇ રીતરિવાજ, નિયમ હોય તે ન તૂટે એની મને પહેલાંથી જાણ કરી દેશો, તો હું આ બાબતનું મારા તરફથી વધારે ધ્યાન રાખીશ. આ ઘરની અને સૌની દિનચર્યા સમજતાં મને થોડો સમય લાગે એવું બની શકે. મારા માટે અહીં આવ્યાં પછી પોશાકથી લઇને વાતચીતની ઢબ, ખાણીપીણી, સામાજિક વાતાવરણ વગેરે ઘણું જુદું છે.

અચાનક મારામાં પરિવર્તન લાવવાનું તો કદાચ અશક્ય હોય, પણ ધીરે ધીરે મારામાં આપમેળે પરિવર્તન આવી જશે. હું જાણું છું કે પુત્રવધૂ ઘરમાં આવે એટલે દીકરીઓ માતા પ્રત્યે વધારે પડતી સંવેદનશીલ બની જાય છે. દીકરીઓ સાથે તમારો સંબંધ અને વિશ્વાસ જુનો છે અને માતાને દીકરી પ્રત્યે વધારે લાગણી હોય એ કુદરતી છે. હું પણ આ સંબંધમાં સામેલ થવા ઇચ્છું છું કેમ કે હવે તો હું પણ તમારી પોતાની જ છું ને? એક અત્યંત સંવેદનશીલ મુદ્દો તમારા દીકરા સાથે સંકળાયેલો છે.

તમે જ એમને એમની જવાબદારી સંભાળવાનું શીખવ્યું છે. અત્યારે નવા વાતાવરણમાં ભળવાની હું કોશિશ કરું છું, ત્યારે એ મારા આધારરૂપ બને એવું ઇચ્છું છું. કોઇ પણ નવા સંબંધમાં એકબીજાને સમજવા, એકબીજા માટે સમય ફાળવવો જરૂરી છે. જો અમે એકબીજાના સાથથી ખુશ હોઇશું તો પરિવારને અમારી નિષ્ઠા અને પ્રેમ આપી શકીશું.

‘લગ્ન થઇ ગયા એટલે દીકરો બદલાઇ ગયો’ જેવી વાતો અમને ખુશ નહીં રહેવા દે. માત્ર થોડા સમીકરણો બદલાશે પણ તમારું સ્થાન આ ઘરમાં સર્વોચ્ચ હતું અને રહેશે. મેં જે કંઇ જણાવ્યું તે ઘરના કોઇ નાનામોટાના મનને ઠેસ પહોંચાડવા માટે નથી જણાવ્યું. હું તમારા સૌ સાથે ભળી જવા ઇચ્છું છું. મેં અહીં મારા મનમાં રહેલા ડર, શંકા અને અનિશ્ચિતતાને શાબ્દિક રીતે વ્યક્ત કરી છે, એવી આશા સાથે કે મને ડગલે ને પગલે તમારા સૌનો સાથ મળશે. તમારા અનુભવ મને કાયમ માર્ગદર્શન આપશે એવો મને વિશ્વાસ છે.’

નવોઢાની શરૂઆતની મૂંઝવણ

લગ્ન કરીને આવેલી નવોઢાના મનમાં શું મૂંઝવણો હોય તે ખબર પડતી નથી. એ જાણતી હોય છે કે ખરેખર લગ્નજીવનની શરૂઆત તો ત્યારે થશે, જ્યારે લગ્નમાં આવેલા બધાં મહેમાનો વિદાય થશે. ઘરનાં દરેક લગ્ન દરમિયાન લાગેલો થાક ઉતારશે અને પછી શરૂઆત થશે ઘર વ્યવસ્થિત ગોઠવવાની, રસોઇ બનાવવાથી લઇ, ઘરના દરેક રીત-રિવાજને અપનાવવાની. એ પછી સૌ માટે જિંદગી ફરી હતી એ રીતે ઘરેડમાં ચાલતી થશે. કદાચ માન્યામાં નહીં આવે, પણ એના જેટલી અસહજ અને ભ્રમિત, અજાણી જિંદગી કોઇની નહીં હોય.

જે કંઇ જાણીતું હતું, પરિચિત હતું એ બધું તો પોતે પિતાના ઘરે મૂકીને સાસરે આવી અને સાસરિયે સમગ્ર વાતાવરણ અને વ્યક્તિઓ અજાણ્યા હોય છે. એની દુનિયા માત્ર એના રૂમ પૂરતી જ વિસ્તરેલી હોય છે. લગ્નવિધિ પછી એ સાસરે આવી ત્યારે ઘરમાં એનાં કુમકુમ પગલાં પાડવામાં આવ્યાં, એના હાથે કંસાર રંધાવવામાં આવ્યો અને સૌએ હોંશભેર ખાધો, પણ હવે? હવે એવી આશા રાખવામાં આવે છે કે એ તાત્કાલિક નવા વાતાવરણ, નવા ઘરમાં હળીમળી જાય.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

હવે ફકત 10 હજારમાં મળશે નવા LCD TV

આપની સુવિધા માટે ફેસબુકે લોન્ચ કરી અનોખી સર્વિસ