નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

સ્ટેઈનનો સફળતા મંત્ર, જીદ કરો વિકેટ લો


- પ્રથમ દાવમાં સ્ટેઈનની છ વિકેટ
- સ્ટેઈનના ઝંઝાવાત સામે ભારતીય બેટ્સમેનો લાચાર


પ્રથમ દિવસે પોતાની વેધક બોલિંગની મદદથી ભારતીય ટોપ ઓર્ડરને વેરવિખેર કરનારા દક્ષિણ આફ્રિકાના ઝડપી બોલર ડેલ સ્ટેઈને બીજા દિવસે પણ ભારતીય બેટ્સમેનોને ઘૂંટણીયે પડવા મજબૂર કર્યા હતા.

ડેલ સ્ટેઈનને પ્રથમ દિવસે ચાર વિકેટ લીધી હતી જ્યારે બીજા દિવસે તેણે બે બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા હતા. સ્ટેઈનની છ વિકેટની મદદથી ભારતનો પ્રથમ દાવ 205 રનમાં સમેટાયો છે.

પરંતુ સ્ટેઈનનું કહેવું છે કે તેની જીદે તેને વિકેટો અપાવી છે. તેણે કહ્યું છે કે તેને શરૂઆતની ઓવરોમાં જ પોતે સફળ રહેશે તે વાતનો અંદાજ આવી ગયો હતો. તેથી જ તેણે સુકાની ગ્રીમ સ્મિથ સામે જીદ કરીને બોલિંગ કરતો રહ્યો અને તેને વિકેટ મળતી રહી.

સ્ટેઈને જણાવ્યું હતું કે મને શરૂઆતમાં જ ખબર પડી ગઈ હતી કે આ પિચ પર મને વિકેટ મળશે. માટે મેં જીદ કરીને બોલિંગ કરી હતી. જ્યારે પણ સ્પેલ સમાપ્ત કરવાનો સમય આવતો ત્યારે સ્મિત મારી પાસેથી બોલ આંચકી લેવા ઈચ્છતો હતો. પરંતુ હું કહેતો કે બસ એક છેલ્લી ઓવર ફેંકવા દો.

તે એક જીદ્દી ઓવર હતી જેમાં મેં સૌ પ્રથમ વિરેન્દ્ર સેહવાગને આઉટ કર્યો હતો. પછી એવી જ એક ઓવરમાં મુરલી વિજયને પણ પેવેલિયન પરત મોકલ્યો હતો. આ વિકેટ મહત્વના સમયે મળી હતી, તેમ સ્ટેઈને ઉમેર્યુ હતું.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા