નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

પત્નીની પેશન પતિનું ટેન્શન

વર્ક હોલિક પત્ની ઓફિસનું કામ ઘરે લાવે અને પતિનો સમય ચોરી લે ત્યારે પતિનો પારો આસમાને જાય. જોકે મતભેદને મનભેદમાં પરિણમવા ન દેવામાં સમજદારી છે. મળીએ, કેટલાક સમજદાર દંપતીને...

જમાનો બદલાયો છે. પહેલાં પતિમહાશય ઓફિસનું કામ ઘરે લાવીને કરતાં તો પત્ની નાકનું ટીચકું ચડાવીને બેસી જતી, પરંતુ હવે ઘણાં ઘરમાં સ્થિતિ આનાથી વપિરીત જોવા મળે છે. આજની આધુનિક સ્ત્રીઓ કારકિર્દીલક્ષી બની હોવાથી હવે તે પણ ઓફિસનું કામ ઘરે પૂરું કરવા લાવતી હોય તેવા દ્રશ્યો નવા નથી રહ્યા. સમયનો તકાજો પણ એવો છે કે પતિ-પત્ની બંને માટે નોકરી કરવી ફરજિયાત બની ગયું છે. ઓફિસમાં આઠ-દસ કલાક કામ કર્યા પછી એ કામનું ભારણ ઘરે પણ લઇને આવવાનું હોય ત્યારે વ્યક્તિની પરિસ્થિતિ તો વણસે જ છે પણ સાથે જ ઘરની અન્ય વ્યક્તિઓને પણ તેનો ભાર લાગવા લાગે છે.

ઓફિસનું કામ ઘરે લઇ જઇને કરીએ એટલે ઘરનાં બીજા કામ અટવાઇ જાય છે, ખોરવાઇ જાય છે. આવા ભારણ વચ્ચે પતિ-પત્ની વચ્ચે મતભેદ થાય છે. બીજું, સતત કામની વ્યસ્તતા વ્યક્તિને કુટુંબીજનોથી દૂર કરી નાખે છે. સામાજિક પ્રસંગોમાં સતત વધતી ગેરહાજરી સમાજ અને સગા-સંબંધીઓથી દૂર કરે છે. ઘરમાં બાળકો પણ આ વ્યસ્તતાના ભાર નીચે દબાતાં જાય છે. આ સંજોગોમાં પતિ-પત્ની બંને જો થોડીઘણી બાંધછોડ કરવા તૈયાર થાય તો કામના ભારણને પરિણામે ઊભા થતાં મતભેદને મનભેદમાં રૂપાંતરિત થતાં અટકાવી શકાય છે.

ઘરના અને બાળકોના કામ અટકી જાય છે

મારી પત્ની સરયુબાળા એક ઇન્શ્યોરન્સ કંપનીમાં નોકરી કરે છે. અત્યારના સમયમાં કામ એટલું વધી ગયું છે કે ઘરે લઇ જ જવું પડે. તેને ઓફિસનું કામ ઘરે લાવવાનું ઘણું ઓછું રહે છે. તેમ છતાંય કેટલીક વાર એ કામ ઘરે લાવે ત્યારે ઘર અને બાળકોના કામ અટકી જાય છે. ઓફિસની વાતો પણ ઘરે ન કરતાં હોઇએ ત્યારે ઓફિસનું કામ લઇને જઇએ ત્યારે ઘણી તકલીફો ઊભી થતી હોય છે. ફેમિલીને સાચવી નથી શકાતું, સામાજિક પ્રસંગોમાં હાજરી નથી આપી શકાતી, જેવી ઘણી તકલીફો ઊભી થાય છે.’

આ અંગે સરયુબાળાબહેન કહે છે, ‘હું તો ક્યારેક જ કામ ઘરે લાવું છું, પણ એમનું તો કાયમનું છે. રવિવારે મોટા ભાગે એ કંઇ કામ લઇને જ બેઠા હોય એટલે ઘણી વાર મતભેદ થઇ જાય. પણ અંતે એકબીજાને સમજીને રહેવું, પણ કામ કરવા જેટલું જ જરૂરી છે.’- સરયુબાળા મુકેશભાઇ ગોસ્વામી, અંકલેશ્વર

વાસ્તવિકતા સ્વીકારી લઈએ છીએ

‘મારી પત્ની આશા પ્રાયમરી સ્કૂલમાં શિક્ષિકા છે. તેને ઘણી વાર પ્રગતપિત્રક તૈયાર કરવા કે પેપર તપાસવા જેવી કામગીરી વધારે હોય, તો તે એનું કામ ઘરે લઇ આવે છે. ઘણી વાર મેં ફિલ્મ જોવાનો કે બહાર ફરવા જવાનો પ્રોગ્રામ બનાવ્યો હોય અને તેના કામને લીધે કેન્સલ થાય ત્યારે મનમાં બે ઘડી ગુસ્સો આવી જાય છે પણ પછી હું એની પરિસ્થિતિ અને જવાબદારી સમજીને એને મદદરૂપ થાઉં છું.’ આશાબહેન કહે છે, ‘આ બાબતને લઈ અમારે થોડાક મતભેદ થાય છે, પણ અંતે વાસ્તવિકતા સ્વીકારી લઈએ છીએ.’-આશાબહેન અતુલભાઇ વ્યાસ, ભાવનગર.

નવા દિવસે નવી શરૂઆત

‘હેમાંગિની શિક્ષિકા છે. ઘણી વાર કામ લઇને બેઠી હોય અને તે જ સમયે મેં વિચાર્યું હોય કે આજે ફિલ્મ જોવા જઇએ. તેને કામ વધારે હોય એટલે તે ના પાડી દે. ‘ના’ પાડે એટલે મનમાં નકારાત્મકતા ઉત્પન્ન થાય. આવું ઘણી વખત બને છે. આજે કામનું ભારણ વધી ગયું છે એટલે કર્યા વગર છુટકો નથી.’

હેમાંગિની કહે છે, ‘કૃણાલ પણ ઘણી વાર ઓફિસનું કામ લઇને બેસી જાય તો કલાકોના કલાકો સુધી ઊભા ન થાય. ત્યારે ગુસ્સે થઇ જવાય છે છતાં ‘નવા દિવસે નવી શરૂઆત’ની જેમ જીવન ગોઠવાઇ ગયું છે.’- હેમાંગિની કૃણાલ પટેલ,અમદાવાદ.

ઘર અને ઓફિસ બંને કામને વહેંચી લો

- ઓફિસનું કામ ઘરે લઇ જવાનું બને તેટલું ટાળવું.

- ઘરે જઇને ઓફિસનું કામ કરવાનું હોય તો તેના અમુક કલાક નક્કી કરી રાખો.

- ઘરમાં ઓફિસના કામના ભારણને કારણે ગુસ્સો કરવાનું ટાળો. ગુસ્સો કરવાથી ઘરનું વાતાવરણ ભારે બની જશે અને તમે ઘર કે ઓફિસના કોઇ પણ કામમાં ધ્યાન આપી શકશો નહીં.

- બાળકોને પણ નિશ્વિત સમય આપવાનું રાખો. તેમની સાથે રોજ થોડો સમય વિતાવવો વધારે જરૂરી છે.

- અઠવાડિયે કે પંદર દિવસે એક વખત ઘરના બધાંએ ફરવા જવાનું રાખવું, જેથી તમને પણ નવું વાતાવરણ મળે અને બાળકોને પણ મજા આવે.

- પતિ ઘરના કામમાં પણ પત્નીને મદદરૂપ થઇ શકે છે.

- પતિ-પત્નીએ રોજ એકાદ કલાક પણ એકબીજા સાથે વાતચીત કરવી જોઇએ.

- સામાજિક પ્રસંગોમાં જઇ ન શકાયું હોય, તો ફોન પર વાતચીત કરી શકાય અને પછી તમારી અનુકૂળતાએ મળવા જઇ શકાય.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પોશાક હોય, ઘરેણાં હોય, મેકઅપ હોય અથવા ઘરની સજાવટનો સામાન જ કેમ ના હોય, વર્તમાન યુગમાં ફેશનમાં ઝડપથી નિતનવો બદલાવ જોવા મળી રહ્યો છે. ઘરની સજાવટમાં ફેરફાર આંખોને નવીનતાની સાથે સાથે પરિવર્તનની પણ અનુભૂતિ કરાવે છે. પછી તે આઘુનિક પઘ્ધતિમાં હોય કે પરંપરાગત પડદા, સોફાના કવર, બેડશીટ, કુશન કવર વગેરેના રંગો અને ફેબ્રિકમાં ફેરફાર લાવીને ઘરની આંતરિક સજાવટમાં પરિવર્તન લાવી શકાય છે. આજકાલ બજારમાં અપહોલ્સ્ટ્રીના વિવિધ રંગો અને ડિઝાઈનો જોવા મળે છે જેને તમે તમારી સમજ, કલ્પનાશક્તિ અને બજેટને ઘ્યાનમાં રાખી ઘરને સુંદર તથા મનમોહક રૂપ આપી શકો છો. પરંપરાગત સજાવટમાં ભારતીય કાપડના સોફાકવર, બેડશીટ, ટેબલકલોથ, કુશન કવર અને પડદા તરીકે ઉપયોગ કરવાની પરંપરા ઘણી જૂની છે. પરંપરાગત હસ્તકલાના નમૂનાઓ આઘુનિક ઘરોમાં એક નવા અંદાજમાં સજાવેલા જોઈ શકાય છે. ઘરને આકર્ષક બનાવવા માટે જૂની બનારસી, જરદોશી અથવા સિલ્ક સાડીઓ ઉપરાંત ટિશ્યૂ વર્કની સાડીઓનો આજકાલ વધારે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને આ રીતે સજાવટ કરેલા ઘરને ડિઝાઈનર હોમનું નામ આપવામાં આવે છે. આ માટે તમારે તમારી જૂની સાડીઓ અને દુપટ્ટાનો સંગ્રહ કરવો પડે છે. ઘ્યાન રાખો કે કાપડની ચમક અને રંગ નવા જેવા જ હોય કારણ કે તે તમારા ઘરની સુંદરતાને સોહામણી બનાવશે. જો દીવાલનો રંગ લાઈટ હોય તો ડાર્ક રંગની સિલ્ક સાડીઓથી તૈયાર કરેલા ટેપેસ્ટ્રી વઘુ આકર્ષક લાગે છે. તેવી જ રીતે સોનેરી જરદોશી વર્કના ચણિયાનો સોફાની બ્લેક અપહોલ્સ્ટ્રી પર કવરના રૂપમાં ઉપયોગ કરી શકો છો. ઘરમાં પાર્ટીનું આયોજન કર્યું હોય અને જૂના પડદા ગંદા હોય તો તેના બદલે જૂની બનારસી સાડી ગડી કરી એવી રીતે લગાવો કે લોકોને કોઈ ફેશન બુટિકમાં આવ્યાનો અહેસાસ થાય. સિલ્કના રંગબેરંગી કાપડની પટ્ટીઓમાંથી તમે આકર્ષક કુશનકવર તૈયાર કરી ઘરને એક નવી સ્ટાઈલથી સજાવી શકો છો. તે ઉપરાંત સિલ્ક પર જરદોશી વર્ક કરેલા કાપડને લાકડાની ફ્રેમ પર લગાવી તેને એન્ટિક લુક પણ આપી શકો છો. આછા પીળા રંગની દીવાલ પર લગાવવામાં આવતાં ઘરનું રૂપ જ બદલાઈ જશે. સોફાની પાછળ વોલ પેપર અથવા કુદરતી દૃશ્યોના બદલે સિલ્કની જરીભરતવાળી સાડીનો ઉપયોગ કરી શકો છો. આ તો ઘરને કલાત્મક રીતે સજાવવાની વાત થઈ. આ સિવાય પણ જો તમારી ઈચ્છા હોય તો પડદા, શેતરંજી જેવા મોટા ફેબ્રિકમાંથી બનેલા કાપડનો પણ ઘરની સજાવટ માટે ઉપયોગ કરી શકો છો. આમ પણ આજકાલ હેન્ડલૂમ ફર્નિશંિગ વઘુ ચલણમાં છે. દિલ્હી હાટ, કોટેજ એમ્પોરિયમનું કાશ્મીરી ફૂલવેલનું વર્ક, પેચ વર્ક, રાજસ્થાની મિરર વર્ક, બંધેજ, ટાઈ એન્ડ ડાઈના ફેબ્રિક હસ્તકલાની સાથે સાથે પરંપરાને પણ દર્શાવે છે અને તેની સાથે જ ઘરના કંટાળાજનક અને નીરસ ખૂણાઓમાં આકર્ષણ અને રોમાંચ ભરી દે છે. બજારમાં કોટન સિવાય સિન્થેટિકને મળતું આવતું કાપડ પણ અપહોલ્સ્ટ્રી માટે મળે છે. પછી તે એલ્પ્સની વિસ્ટાસ હોમ ફેશન જ કેમ ન હોય. તે જુદી જુદી મોસમને અનુકૂળ અનેક રંગોના ફેબ્રિકમાં મળે છે. પડદા માટે પોલિએસ્ટર, નેટના પડદા, સિલ્ક, રોસિલ્કનું ફેબ્રિક વાપરવું યોગ્ય છે. આ પડદાનું કાપડ એક મીટરના રૂપિયા ૫૦ થી ૨૫૦ સુધીની કંિમતમાં મળતું હોય છે. તે સિવાય આજકાલ પાર્ટિશન તરકે સૂતળીના પડદાનો ઘરોમાં ઉપયોગ વધી ગયો છે. સોફાને સજાવવા માટે આવા ફેબ્રિકની પણ જરૂર હોય છે કે જે મજબૂત હોય તેથી જ જેકાર્ડ પોલિએસ્ટર જે કાર્ડના સોફા માટે યોગ્ય ફેબ્રિક છે. આઘુનિક હોમ ફર્નિશંિગ માટે કોટનનો ભાગ હોય તેવું લાઈક્રા ફેબ્રિક ઉપયોગમાં લેવાય છે. આમાં મોટા ભાગે સફેદ, ચેકમેટ, ફ્રોસ્ટેડ ગ્લાસ કવર ગ્રાહકોને આકર્ષિત કરે છે. બેડસ્પ્રેડમાં પણ બજારમાં અનેક વિવિધતા જોવા મળે છે. વર્તમાનમાં બેડકવરમાં ભભકાદાર રંગો જેવા કે નારંગી, પીળો, વાદળી, લાલ રંગની ફેશન જોવા મળે છે. જ્યાં સુધી ફેબ્રિકનો પ્રશ્ન છે તમે કોટન, સિલ્ક, સિલ્ક ઓરગેંજાનો ઉપયોગ કરી શકો છો. તેમાં હજારો વિવિધતા જોવા મળે છે જે દરેક કંિમતમાં મળી રહે છે. ઊંચી કંિમતમાં કાશ્મીરી, દક્ષિણના પટોળા, બનારસન બ્રોકેડ, સાટીન, ફૂલવેલના વર્ક કરેલા બેડકવર, લેસ વર્કના બેડકવર પણ મળી રહે છે. આ સિવાય પણ તમે તમારા ઘરને સજાવવા માટે બજારમાં મળતા ડિઝાઈનર સાધન સામગ્રીનો ઉપયોગ પણ કરી શકો છો અને ઘરના સોફા, દીવાલો, પડદા, કુશનકવર તથા બેડકવરને બદલીને ઘરને નવું રૂપ આપી શકો છો. પસંદ અને પોકેટ તમારું છે. તમે થોડી કલ્પનાશક્તિ અને રંગોની પસંદગીથી તમારા ઘરને ડિઝાઈનર અને મનભાવન રૂપ આપી શકો છો.

LIC નો IPO ક્યારે આવશે? સરકાર આ અઠવાડિયે નક્કી થઇ જશે