નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

લગ્ન પછી વજન કેમ વધે છે?

લગ્ન થયા એટલે વજન તો વધવાનું જ છે એ વાતને સ્વાભાવિક જ માની લેવામાં આવે છે. આથી યુવતીઓ વધતા વજનને સ્વાભાવિક માની સ્વીકારી લે છે. પરિણામે સ્થૂળકાય બની જાય છે. તમારી સાથે આવું ન બનવા દો.

રચનાનાં લગ્ન થયાં અને એક વર્ષ પછી એ સાસરેથી પિયર ગઇ ત્યારે બધાં એને જોઇને ખૂબ ખુશ થયાં. લગ્ન પહેલાં સાવ દૂબળી-પાતળી દેખાતી રચનાનાં ગાલ હવે ભરાયા હતાં અને શરીર પણ વધ્યું હતું. બધાં એને કહેતાં, ‘પહેલાં કરતાં તું સારી દેખાય છે, હજી થોડું વજન વધારે તો વાંધો નહીં.’ ઘરનાં સૌએ કહેલાં શબ્દો સાચા પડ્યા અને જોતજોતાંમાં ત્રણ વર્ષ પછી તો રચનાનું વજન ૬૦ કિલો થઇ ગયું હતું. માંડ પાંચ ફૂટની ઊંચાઇ હોવાને લીધે એ હવે બેડોળ દેખાવા લાગી હતી.

રીમા અને એનો પતિ રોહન વિભક્ત પરિવારમાં રહેતાં હતાં. રીમા વિચારતી કે કાલથી સવારે ફરીને આવ્યા પછી થોડી કસરત કરીશ, પણ એ કાલ ક્યારેય ન આવતી. ઊલટાનું, રોહન અને રીમા મોિનઁગ વોક માટે જતાં ત્યારે કંઇ ને કંઇ ખાઇને પાછા આવતાં. આમાં રીમાનું વજન વધી ગયું. બે વર્ષ પછી તો એને લગ્ન વખતે સીવડાવેલા એક પણ ડ્રેસ થતાં નહીં.

સામાન્ય રીતે મહિલાઓમાં એવી માન્યતા પ્રવર્તે છે કે લગ્ન પછી વજન વધશે. અરે! ઘણી વાર તો યુવતીઓ પહેલાંથી જ ડ્રેસ પોતાના માપ કરતાં ખૂલતાં સીવડાવે છે કે પછી તો વજન વધવાનું જ છે. આ વાત સાચી નથી. વજન વધવા માટે બીજા પણ ઘણા કારણો જવાબદાર છે. મહત્વની વાત એ છે કે જે યુવતી લગ્ન થતાં પહેલાં કોલેજ આવતી-જતી, આખો દિવસ દોડધામ કરતી હતી, એ અચાનક ઘરમાં જ ભરાઇ રહે, ક્યાંય આવે-જાય નહીં અને ઘરનું કામકાજ જ કર્યા કરે, તો શું થાય? એમાંય આજના આધુનિક જમાનામાં રસોઇ બનાવવામાં કે કચરા-પોતું કરવામાં વધારે ઊર્જા ખર્ચાતી નથી. ખાવા-પીવાનું પ્રમાણ યથાવત રહેવાથી વજન વધી જાય છે.

મોટા ભાગની યુવતીઓ અભ્યાસ પૂરો થાય એટલે ૨૩ કે ૨૫ વર્ષની ઉંમરે તો લગ્ન થઇ જતાં હોય છે. ૨૫ વર્ષ પહેલાં બેસી રહેવાની પ્રવૃત્તિ ઓછી હતી, તે લગ્ન પછી વધી જાય છે. આ સ્થિતિમાં વજન વધે તે સ્વાભાવિક જ છે.

લગ્ન બાદ વજન વધવાના કારણ

લગ્ન થાય એટલે સગાંવહાલાંને ત્યાં જમવાનાં નિમંત્રણ, મીઠાઇ ખાવાની, અનેક વાનગીઓ વગેરેની અસર પાચનક્રિયા પર થાય છે. આની સાથોસાથ લગ્ન પછી પતિ સાથે બેસીને જમવું, સાથે ફરવાની જવા દરમિયાન નવી નવી રેસ્ટોરન્ટમાં જમવા જવું.

લગ્ન થઇ જાય પછી માનસિક રીતે એ લગભગ નિશ્વિંત થઇ જાય છે. આ કારણસર પણ વજન વધવા લાગે છે. લગ્ન પછી શરૂઆતથી જ પ્રમાણસર અને ઓછું જમવાની દિનચર્યા રાખો, તો તમારા નવા પરિવારમાં પણ સૌને ટેવ પડી જશે. જિંદગીની ગાડીને પાટા પર આવતાં થોડો સમય લાગશે. તે પછી તમારી દિનચર્યા સંતુલિત કરી દો.

તમારે શું ધ્યાન રાખવું તે વિશે થોડું જાણીએ.

ભોજનનું યોગ્ય પ્રમાણ : હોટલમાં જમવા જાવ કે સગાંસંબંધીના ઘરે, પણ તમારા ભોજનના પ્રમાણનો ખ્યાલ રાખો. જ્યાં ‘સેલ્ફ સર્વિસ’ હોય ત્યાં દરેક વસ્તુ પ્રમાણસર જ લેવી.

ભોજન કરવાની શૈલી : તમારી જમવાની ઝડપનો પણ ખ્યાલ રાખવો જરૂરી છે. શાંતિથી જમો, મિત્રો, પરિચિતો સાથે વાતો કરો. જમવામાં વધારે સમય લો પણ ભોજન ઓછું લો.

કોલ્ડડ્રિંક્સની ના કહો : કોલ્ડડ્રિંક્સને ભૂલથી પણ હાથ ન લગાડો. તેનાથી વધારે ભૂખ લાગે છે.

નિયમિત કસરત : યુવતીઓ લગ્ન પહેલાં કસરત, યોગ, મેડિટેશન વગેરે કરે છે, પણ લગ્ન થઇ ગયા પછી આ બધું એકદમ જ બંધ કરી દે છે. તેથી વજન વધવા લાગે છે. લગ્ન પછી પણ તેમાં નિયમિતતા જાળવી રાખવી.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા