નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

માનવોમાં પ્રાણીઓનાં અંગો વપરાશે

ચીની સંશોધકો જિનેટિક રીતે સુધારેલાં ડુક્કરોનાં અંગોને માનવોમાં ટ્રાન્સપ્લાન્ટ કરવાના પ્રયોગો હાથ ધરવાની યોજના બનાવી રહ્યા છે.જિયાંગ્સુ પ્રાંતની નાન્જિંગ મેડિકલ યુનિવર્સિટીના સંશોધકોએ જણાવ્યું હતું કે, ડુક્કરોના અંગોનો બે-ત્રણ વર્ષમાં ક્લિનિકલ ટ્રાયલ્સમાં ઉપયોગ કરાશે, જેનો આધાર અંગોના પ્રકાર પર હશે તેવું ‘ગ્લોબલ ટાઇમ્સ’ના અહેવાલમાં જણાવાયું છે.

તેઓએ એવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, જિનેટિક રીતે સુધારેલાં ડુક્કરો માનવ શરીરોમાં પ્રત્યારોપણ માટે ખૂબ જરૂરી અંગો પૂરાં પાડશે. પ્રોજેક્ટના મુખ્ય સંશોધક દાઈ યિફાને કહ્યું હતું, ‘અમે સંભવત: બે વર્ષમાં સૌથી પહેલા ડુક્કરના કોર્નિયા અને ત્વચાને ક્લિનિકલ ટેસ્ટમાં લેવાની આશા રાખીએ છીએ. હૃદય, કિડની અને લિવર જેવાં મુખ્ય અવયવોના ટેસ્ટમાં પાંચ વર્ષ લાગી શકે છે.’

દાઈએ જણાવ્યું હતું કે ડુક્કરના અવયવોમાં જિનેટિક રીતે ફેરફારો કરાશે, જેથી તે માનવ શરીરને અનુરૂપ બને. ડુક્કરનાં અંગોને બેકટેરિયા કે વાઈરસથી મુક્ત રાખવા ચુસ્ત આરોગ્યપ્રદ નિરીક્ષણ કરશે.

બિજિંગ સ્થિત ચાઇના-જાપાન ફ્રેન્ડશિપ હોસ્પિટલ્સની ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્લિનિકલ મેડિસિનના ડાયરેક્ટર લુ જિનિંગે દાઈની ટીમની લેટેસ્ટ પ્રગતિને ચીનમાંની સ્પષ્ટ સફળતા ગણાવી છે. લુનું માનવું છે કે માનવ શરીરમાં પ્રાણીનાં અવયવોનું પ્રત્યારોપણ બાયોએન્જિનિયરિંગમાંનો લેટેસ્ટ ટ્રેન્ડ છે અને આ માટે ડુક્કરો શ્રેષ્ઠ શક્ય પ્રાણીઓ છે. જો કે કેટલાક વિજ્ઞાનીઓએ આવા પ્રયોગ સામે ચિંતા વ્યક્ત કરી છે. નાન્જિંગ ગુતોઉ હોસ્પિટલના ડૉ. ડિંગ યિતાઓએ કહ્યું હતું, ‘આપણે કબૂલવું જોઈએ કે પ્રાણીઓ હજી પણ માનવ શરીરોથી અલગ છે અને વાંદરાઓ પરના પ્રયોગોમાં સફળતા મળી એટલે એનો અર્થ એ નથી કે માનવોમાં પણ સફળતા મળશે.’

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !