નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

હાર્ટશેપની યુએસપી મેમરી કી કે ડાયમંડ માઉસ?

ફેશન સાથે કદમ મિલાવીને ચાલનારી યુવતીઓ ફકત કપડાં અને એસેસરી સુધી અટકી જતી નથી. જે ગેઝેટ અને ગિÍમોઝનો તે ઉપયોગ કરી રહી છે તેની પસંદગીની બાબતમાં પણ તે ખૂબ જ ધ્યાન રાખતી હોય છે. તેમના કેટલાક વચ્યુંઅલ અને ફિઝિકલ ગેઝેટ અંગે થોડું જાણીએ...

સ્વારોસ્કી હાર્ટવેર યુએસબી મેમરી કી
યુએસબી મેમરી કીને જો સુંદર અને આકર્ષક હાર્ટ શેપ આપી દેવામાં આવે તો તેને ખરીદવા તમે જરૂર પ્રેરાશો. સાથે જ તમે તમારી કોઈ મિત્રને પણ ગિફ્ટ આપી શકો છો. વર્કપ્લેસ પર તે શાનદાર સ્ટાઈલ સ્ટેટમેન્ટ બની શકે છે.

આ હાર્ટનો એક ભાગ સ્ટેઈનલેસ સ્ટીલનો છે જેમાં યુએસબી કનેકટર ફિટ કરેલું છે. તેનો બીજો ભાગ એસિમિટ્રિકલ કટના સિલ્વર શેડ ક્રિસ્ટલનો છે. તેની યુએસબી મેમરી સ્ટિક હાઈસ્પીડ છે અને તેની કેપેસિટી 1 જીબીની છે. તેમાં 250ગીત અને એક હજાર ફોટોનો સંગ્રહ કરી શકાય છે.

એપલ ટેબલેટ
આ આઈપેડનું વજન સૌથી ઓછું છે અને તેની જાડાઈ 13.4 મિમી છે. તેનો સ્ક્રીન 9.7 ઇંચનો છે. તમે તેનો કોઈ પણ જગ્યાએ ઉપયોગ કરી શકો છો. તેના આકારમાં આપવામાં આવેલો હલકો વળાંક તેને પકડવામાં સુવિધાજનક બનાવે છે.

એપલના આ ટેબલેટમાં ન્યૂયોર્ક ટાઈમ્સ, વોગ અને જીકયુમાંથી કન્ટેન્ટ પણ મળશે. તમે તેના પર વેબ બ્રાઉઝિંગ, સ્પ્રેડશીટનું કામ,સંગીત સાંભળવું, ફિલ્મો જોવી, પુસ્તકો વાંચવા, ન્યૂઝપેપર અને મેગેઝિન વાંચવા જેવા કામ કરી શકો છો. તેને તમે www.apple.com/in/buy પરથી ખરીદી શકો છો.

KindleDX
KindleDX એક વાયરલેસ રીડિંગ ડિવાઈસ છે, તેની સ્ક્રીન 9.7 ઇંચ છે. તેની હાર્ડ ડ્રાઈવ મોટી છે અને તે અડધો ઈંચ પહોળું છે. તેની ૩જી વાયરલેસ સુવિધા માત્ર એક મિનિટ કરતાં પણ ઓછા સમયમાં લગભગ 100 દેશોને કવર કરે છે. તેમાં સાડા ત્રણ હજાર પુસ્તકો, પીરિયોડિકલ્સ અને ડોકયુમેન્ટનો સંગ્રહ કરી શકાય છે. તેની બેટરી લાઈફ પણ ઘણી લાંબી છે. એક વખત ચાર્જ કર્યા બાદ તેનો એક અઠવાડિયા સુધી ઉપયોગ કરી શકાય છે. તે ન્યૂઝપેપર, મેગેઝિન, બ્લોગ અને પુસ્તકો તમને વાંચીને પણ સંભળાવી શકે છે. સોશિયલ નેટવકિઁગ જો તમારું પેશન હોય તો આ સુવિધા પણ તમને અહીં મળશે. તેને તમે www.amazon.com પરથી ખરીદી શકો છો.

હવે યુવતીઓ પણ ગેઝેટ ફ્રેન્ડલી થઈ ગઈ છે. તેઓ નવીન ટેક્નોલોજીની માહિતી રાખવાની સાથે જ પોતાની જરૂરિયાત અને સ્ટાઈલ પ્રમાણે અપનાવી પણ રહી છે.

નિકોન કૂલપિક્સ L22
ગયા વર્ષે રજુ કરાયેલા નિકોલ કૂલપિકસ L22ની મદદથી તમે જીવનની સુંદર પળોને કેમેરામાં કેદ કરી શકો છો. તે બ્લર ફ્રી ફોટો આપે છે, જે 12 મિલિયન પિકસલના હોય છે. તેમાં 3.6 ઓપ્ટિકલ ઝૂમ લેન્સ અને ટીએફટી એલસીડી મોનિટર છે. તે રેડ શેમ્પેઈન વગેરે રંગોમાં ઉપલબ્ધ છે. તમે તેમાં મૂવી પણ શૂટ કરી શકો છો. તેની સાથે ૪ જીબીનું કાર્ડ અને બેટરી ચાર્જર પણ મળે છે.

ડાયમંડ માઉસ
જો તમે ચમકદાર અને આકર્ષક ઉપકરણ પસંદ કરો છો તો તમારા ડેસ્કટોપ પર રહેલા જુના ગ્રે માઉસને સ્થાને ડાયમંડ સ્ટડેડ માઉસનો ઉપયોગ કરી શકો છો. ડાયમંડ ભલે નકલી હોય પરંતુ આ માઉસનું સ્વરૂપ જુના કરતાં એકદમ અલગ લાગશે. તે એક શાનદાર સ્પાર્કલિંગ માઉસ છે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી