નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ધૂળેટી ન રમવાના 3 વ્યાજબી બહાના

 
અમુક લોકોને ધૂળેટી રમવી ગમતી હોય છે જ્યારે અમુક લોકોને તે વ્યવસ્થિત રીતે રમવી ગમતી હોય છે. જો તમને મન મૂકીને હોળી રમવી ગમતી હોય તો પછી બિન્દાસ બનીને રમો ધૂળેટી. જો કે અમુક વાર લોકો ઈંડા કે ગાયના છાણમાં ધૂળેટી રમતા હોય છે જે ખરેખર ગંદકીભર્યુ લાગે છે. જો તમે તેમાં સામેલ ન માંગતા હોવ તો આ રહ્યા અમુક બહાના જેનાથી લોકો તમને ધૂળેટી રમવા માટે કોઈ ફોર્સ નહીં કરે અને તમે બચી પણ શકશો.

1. ખોટા રેશિસ બનાવી લો: મેકઅપની મદદથી અથવા સ્ટિકરની મદદથી તમારા હાથ અને ચહેરા પર રેશિસ બનાવી લો. સ્ટિકર ન હોય તો લિપસ્ટિક અને આઈ શેડોની મદદથી આ રેશિસ બનાવી લો. તમને રંગવા આવતા લોકોને આ રેશિસ બતાડીને કહો કે તમને એલર્જી થઈ છે.

2. સ્ત્રીઓ તેમનું 'ખાસ' બહાનું બતાડી શકે છે: સ્ત્રીઓ પાસે ધૂળેટી ન રમવા અને ભીના ન થવા માટે તમારી માસિક 'સમસ્યા'નું બહાનું બતાડી શકો છો. લોકો તમારી પરેશાની કહ્યા વગર સમજી જશે અને તમને ધૂળેટીમાં રંગશે નહીં.

3. ઘરમાં પૂરાઈ જાઓ: તમારા પડોશી કે કોઈને કહો કે તેઓ બહારથી જ તમારા ઘરનો દરવાજો બંધ કરી દે. જ્યારે તમારા મિત્રો તમારા ઘરે આવશે ત્યારે ઘરનો બંધ દરવાજો જોઈને પાછા જતા રહેશે. તમે ઘરમાં આરામથી ટીવી જોતા જોતા તમારી શાંત ધૂળેટી ઉજવી શકો છો.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !