નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ગોધરાકાંડઃ મુખ્ય 11 કાવતરાખોરોને ફાંસી, 20 સહાયકોને જનમટીમ

ગોધરા ટ્રેનકાંડના ૩૧ ગુનેગારોને સ્પેશિયલ કોર્ટ મંગળવારે સજા સંભળાવતા 11ને ફાંસીની સજા અને 20ને આજીવન કારાવાસની સજા સંભળાવી હતી. સાબરમતી જેલમાં ઊભી કરાયેલી ખાસ કોર્ટના જજ પી.આર. પટેલે દોષિતોને સજા સંભળાવી હતી.

> 900 પાનાનો ચુકાદો,સજાની સુનાવણી અડધો કલાક ચાલી
>આ કાંડના મુખ્ય સૂત્રધાર અબ્દુલ રઝાક મોહંમદ કુરકુરે તથા હાજી બિલાલ સહિત 11ને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી.
>27મી ફેબ્રુઆરી, 2002ના રોજ સર્જાયેલા સાબરમતી એક્સપ્રેસ ટ્રેનરકાંડમાં 59 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

 ગોધરા સાબરમતી ટ્રેન હત્યાકાંડમાં દોષીત ઠરેલા ૩૧ આરોપી પૈકી ૧૧ આરોપીઓને આજે ગોધરા કેસની ટ્રાયલ ચલવતા ખાસ અદાલતના જજ પી.આર.પટેલે ફાંસીની સજાનો ઐતિહાસીક હુકમ કર્યો છે. જ્યારે અન્ય ૨૦ આરોપીઓને કોર્ટે આજીવન કેદની સજાનો હુકમ કર્યો છે. ફાંસીની સજા તથા આજીવન કેદની સજામાં કોમી તોફાનોના ઈતિહાસમાં કદાચ આ દેશનો સૌથી મોટી સજાનો ચુકાદો સાબીત થયો છે.

સાબરમતી ટ્રેન દ્વારા અયોધ્યાથી અમદાવાદ આવી રહેલા કારસેવકો પર હુમલો કરી એસ-૬ ડબ્બાને આગ ચાપી દઇ ૫૯ મુસાફરોને જીવતા દલાવી દેનારા આરોપીઓને સજા ફરમાવતો ચુકાદો આજે ગોધરાકાંડની અદાલતના સ્પેશીયલ એડિશનલ સેશન્સ જજ પી.આર.પટેલે સજા ફરમાવી હતી. ૩૧ આરોપીઓને ફરમાવેલી સજામાં કોર્ટે ૧૧ આરોપીઓને ફાંસીની સજા ફટકારી હતી. જ્યારે ૨૦ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી. જે આરોપીઓ ષડયંત્રમાં સામેલ હતા તથા જે આરોપીઓ ડબ્બાને સળગાવવામાં મહત્વની ભુમીકા ભજવી હતી તેવા આરોપીઓને કોર્ટે ફાંસીની સજાનો હુકમ કર્યો હતો.

અગાઉ ૨૫મી ફેબ્રુઆરીના રોજ સરકાર વતી તમામ આરોપીઓને ફાંસીની સજા કરવાની રજુઆત કરી હતીકે તેમજ આ કેસ રેરેસ્ટ ઓફ રેરની ગણતરીમાં આવતો હોવાથી તે પ્રમાણે સજા કરવા પણ રજુઆત કરવામાં આવી હતી. જે દલીલોને કોર્ટે ૧૧ આરોપીઓના રોલમાં માન્ય ગણી છે. જ્યારે અન્ય ૨૦ આરોપીઓની ગુનામાં ભુમિકા તથા તેમના દ્વારા દયા માટે કરાયેલી રજુઆતોને ધ્યાને લઇ તેમને જન્મટીપની સજા ફટકારવાનો હુકમ કર્યો હતો.

ફાંસીની સજા પામેલા 11 આરોપીઓ

અબ્દુલ રઝાક મોહંમદ કુરકુર ઉ.વ. ૪૪
બિલાલ ઇસ્માઇલ અબ્દુલ મજીદ સુજેલા ઉર્ફે બિલાલ હાજી. ઉ.વ.૪૧
રમજાની બિનિયામીન બહેરા, ઉ.વ.૨૮
સલીમ ઉર્ફે સલમાન યુસુફ સત્તાર જર્દા, ઉ.વ. ૨૭
હસન અહેમદ ચરખા ઉર્ફે લાલુ, ઉ.વ. ૨૩
મહેબૂબ અહેમદ યુસુફ હસન ઉર્ફે લતીકો, ઉ.વ.૨૭
ઇરફાન મોહંમદ હનીફ અબ્દુલ ગની પાતળિયા, ઉ.વ.૨૨
મહેબૂબ ખાલીદ ચાંદ, ઉ.વ. ૩૧
ઇરફાન અબ્દુલ મજીદ ઘાંચી કલંદર ઉર્ફે ઇરફાન ભોપો, ઉ.વ. ૨૫
સિરાજ મોહંમદ અબ્દુલ મેડા ઉર્ફે બાલા ઉ.વ. ૨૭
જબીર બિનિયામીન બહેરા, ઉ.વ.૨૦

જન્મટીપની સજા પામેલા 20 આરોપીઓ-
સુલેમાન અહેમદ હુસૈન ઉર્ફે ટાઇગર ઉ.વ. ૩૪
અબ્દુલ રહેમાન અબ્દુલ મજીદ ધાન્ડયા ઉર્ફે કાન કટ્ટા ઉર્ફે જમ્બુરા, ઉ.વ. ૪૮
કાસીમ અબ્દુલ સત્તાર ઉર્ફે કાસીમ બિરયાની ઘાંચી. ઉ.વ.૨૨
ઇરફાન સિરાજ પાડો ઘાંચી ઉ.વ.૧૯
અનવર મોહંમદ મેહડા ઉર્ફે લાલા શેખ, ઉ.વ. ૨૨
સિદ્દિક ઉર્ફે મોટુંગા અબ્દુલ્લા બદામ ઉ.વ.૪૬
મહેબૂબ યાકુબ મીઠા ઉર્ફે પોપા, ઉ.વ. ૩૦
સોહેબ યુસુફ અહેમદ કલંદર. ઉ.વ. ૨૨
સૌકત ઉર્ફે ભાણો ફારૂક અબ્દુલ સત્તાર પાતળિયા , ઉ.વ.૨૩
સિદ્દિક મોહંમદ મોરા, ઉ.વ. ૩૫
અબ્દુલ સત્તાર ઇબ્રાહિમ ગદ્દી અસલા, .ઉ.વ. ૩૯
અબ્દુલ રઉફ અબ્દુલ મજીદ ઇસા ઉર્ફે ધેસલી ઉર્ફે કામલી, ઉ.વ. ૪૮
યુનુસ અબ્દુલહક ઉર્ફે ઘડિયાળી, ઉ.વ ૨૪
ઇબ્રાહીમ અબ્દુલ રઝાક અબ્દુલ સત્તાર સામોલ ઉર્ફે ભાણો. ઉ.વ. ૨૦
બિલાલ અબ્દુલ્લા ઇસ્માઇલ બદામ ઘાંચી, ઉ.વ.૩૪
ફારૂક ઉર્ફે હાજી ભુરિયો અબ્દુલ સત્તાર ઇબ્રાહીમ મુસલમાન, ઉ.વ.૩૬
ઐયુબ અબ્દુલ ગની ઇસ્માઇલ પાતળિયા, ઉ.વ. ૩૭
સૌકત અબ્દુલ્લા મૌલવી ઇસ્માઇલ બદામ, ઉ.વ.૪૦
મોહંમદ હનીફ ઉર્ફે હની અબ્દુલ્લા મૌલવી ઇસ્માઇલ બદામ, ઉ.વ.૪૨
સૌકત યુસુફ ઇસ્માઇલ મોહન ઉર્ફે બિબિનો, ઉ.વ.૨૮

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી