નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

હવે ડાકોર જવું હોય તો આ રસ્તેથી જવાશે

ખેડા જિલ્લામાં કેટલાક રસ્તા વાહનવ્યવહાર માટે પ્રતિબંધિત કરાયા
- ડાકોરના લોકમેળાને ધ્યાનમાં રાખીને લેવાયેલો નિર્ણય


ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ પવિત્ર યાત્રાધામ ડાકોર મુકામે આવેલ શ્રી રણછોડરાયજી મંદિર ખાતે તાઃ૧૬/૦૩/૨૦૧૧ થી તાઃ૨૧/૦૩/૨૦૧૧ દરમ્યાન ધાર્મિક લોકમેળો યોજાનાર છે. આ લોકમેળામાં શ્રધ્ધાળુ ભાવિક ભકતો દુરદુરથી પગપાળા તથા વાહનો મારફતે મોટી સંખ્યામાં દર્શનાર્થે આવે છે. જેથી આ સમયગાળા દરમ્યાન ડાકોર મુકામે અને જિલ્લામાં વાહનોની સતત અવર-જવર થવાના કારણે અકસ્માત થવાની અને જાનહાનિ થવાની સંભાવના રહેલી છે. જેથી પદયાત્રીઓ તથા વાહનો મારફતે આવતા યાત્રાળુઓની સલામતી તથા કાયદો અને વ્યવસ્થા ડાકોર તથા જિલ્લાના રાજમાર્ગો પર સુપેરે જળવાઇ રહે તે માટે અધિક જિલ્લા કલેકટર, ખેડા જિલ્લો, નડીઆદએ તેમને મળેલ સત્તાની રૂઇએ કેટલાક માર્ગો ઉપરથી પસાર થતા વાહનો સંબંધમાં અવર-જવર ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે તથા તે માટેના વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા સંબંધી હુકમો કરેલ છે.

તદ્‍નુસાર એ.વી.શાહ પેટ્રોલ પંપ થી મુખ્ય રોડ થઇ વૃંદાવન સોસાયટી તરફ જતો માર્ગ, ગુર્જરી ઓકટ્રોય નાકાથી ગણેશ સિનેમા થઇ મંદિર તરફ જતો માર્ગ, ટ્રાફિક સર્કલથી મંદિર તરફ જતો માર્ગ, ડોન બોસ્કો હાઇસ્કૂલથી નાની ભાગોળ થઇ મંદિર તરફ જતો માર્ગ, રણછોડપુરા પાટીયાથી ડાકોર તરફ જતો માર્ગ, ગાયોના વાડાથી ડાકોર તરફ જતો માર્ગ અને વેલકમ પાટીયાથી મંદિર તરફ જતો માર્ગ વાહનવ્યવહાર માટે પ્રતિબધિત રહેશે.

તાઃ ૧૬/૦૩/૨૦૧૧ થી તાઃ૨૧/૦૩/૨૦૧૧ દરમ્યાન ભારે વાહનો જેવા કે, ટ્રક, લકઝરી બસો તથા મુસાફરોની હેરાફેરી કરતાં તમામ વાહનોની અવર-જવર પ્રતિબંધિત માર્ગો પરથી ન કરવી અને સુચવ્યા પ્રમાણે વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા જણાવવામાં આવ્યું છે.

તાઃ૧૬/૦૩/૨૦૧૧ થી તાઃ૨૧/૦૩/૨૦૧૧ દરમ્યાન ભારે વાહનો માટે નડિયાદ થી ખાત્રજ ચોકડી થઇ અમદાવાદ જતાં તમામ વાહન વ્યવહાર ઉપર અને ડાકોરથી અલીણા ચોકડી થઇ મહુધા તરફ આવતા તમામ વાહનવ્યવહાર ઉપર પ્રતિબંધ રહેશે. આ વાહન વ્યવહાર બંધ થતાં વૈકલ્પિક માર્ગ માટે નડિઆદ શહેરથી અમદાવાદ તરફ જતાં વાહનો કમળા ચોકડી થી ડાયવર્ટ કરી, નેશનલ હાઇવે થઇ, અમદાવાદ તરફ જશે તેમજ ડાકોરથી મહુધા તરફ આવતાં વાહનો ડાકોર ચોકડીથી લાડવેલ ચોકડી થઇ આગળ જશે.

તાઃ૧૬/૦૩/૨૦૧૧ થી તાઃ૨૧/૦૩/૨૦૧૧ દરમ્યાન ભારે વાહનો જેવા કે, ટ્રક, લકઝરી બસો તથા મુસાફરોની હેરાફેરી કરતાં તમામ વાહનોની અવર-જવર પ્રતિબંધિત માર્ગો પરથી ન કરવી અને સુચવ્યા પ્રમાણે વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા જણાવવામાં આવ્યું છે. તાઃ૧૬/૦૩/૨૦૧૧ થી તાઃ૨૧/૦૩/૨૦૧૧ દરમ્યાન ભારે વાહનો માટે સેવાલિયા તરફથી ડાકોર તરફ આવતા, નડિયાદ થી સલુણ થઇ ડાકોર તરફ જતાં, લાડવેલ ચોકડીથી ડાકોર તરફ આવતા અને સાવલી થી ગળતેશ્વર બ્રીજ થઇ, અંબાવ થઇ ડાકોર તરફ જતા માર્ગ પર તમામ વાહનવ્યવહાર ઉપર પ્રતિબંધ રહેશે. આ વાહન વ્યવહાર બંધ થતાં વૈકલ્પિક માર્ગ માટે સેવાલીયાથી ડાકોર તરફ આવતા વાહનોને સેવાલીયા ટી પોઇન્ટથી ડાયવર્ટ થઇ આગળ જવાનું રહેશે.

નડિઆદથી સલુણ થઇ ડાકોર તરફ જતા વાહનો નડિઆદ ચકલાસી ભાગોળથી ડાયવર્ટ કરી કોલેજ રોડ થઇ નેશનલ હાઇવે નં-૮ ઉપર થઇ આગળ જશે. ચકલાસી ભાગોળથી ડાયવર્ટ કરી મહુધા-કપડવંજ રોડ, કઠલાલ ચોકડી થઇ આગળ જશે અથવા સલુણ એકસપ્રેસ-વે થઇ ધુમાડ ચોકડી થઇ આગળ જશે. લાડવેલ ચોકડીથી ડાકોર તરફ આવતા વાહનોને લાડવેલ ચોકડીથી ડાયવર્ટ કરી બાલાસિનોર થઇ આગળ જશે અને સાવલીથી ગળતેશ્વર બ્રીજ થઇ અંબાવ થઇ ડાકોર આવતા વાહનો અંબાવ થી ડાયવર્ટ કરી સેવાલીયા તરફ આગળ જશે.

અપવાદરૂપે સરકારી વાહનો, ફાયર બિગ્રેડના વાહનો, એમ્બ્યુલન્સ વાન તથા મેળા અને યાત્રાળુઓની સવલત માટે સરકારી અધિકૃત અધિકારીઓની પરવાનગીથી રોકવામાં આવેલ વાહનો ને આ પ્રતિબંધ લાગુ પડશે નહિ.

આ હુકમનો ભંગ અથવા ઉલ્લંધન કરનાર ઇસમ મુંબઇ પોલીસ અધિનિયમ હેઠળ શિક્ષાને પાત્ર થશે તેમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, ખેડા-નડીઆદની યાદીમાં જણાવાયું છે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી