નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ગુજરાત ટુ ટોકિયો, લાઈવ ઓન વેબકેમ

જાપાનના એન્જિનિયર રાજેશે વીડિયો કોલિંગ કરી સુરતમાં તેમના પરિવારને હૃદય થંભાવતી માહિતી આપી
‘જાપાનમાં ભૂકંપ અને સુનામીએ જે વિનાશ વેર્યો છે, તેના કારણે અહીંયા પહેલીવાર ઇલેક્ટ્રીસિટીની કટોકટી ઊભી થઈ છે, જેથી અહીંની લાઈફલાઈન ગણાય તેવી પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમને અસર પહોંચી છે. જાપાનમાં પહેલી વખત વીજકાપ મૂકવાનું શરૂ કરાયું છે. આફટર શોકસ તો આવી જ રહ્યાં છે પણ ગુરુવાર સુધીમાં ફરી ૭ ની તીવ્રતાનો ભૂકંપ આવે તેવી આગાહી કરાઈ છે. એટલે, અહીં જાપાનમાં વસતા અંદાજ ૨૫હજાર જેટલાં ભારતીયોમાં ખૂબ ગભરાટનું વાતાવરણ છે.

જોકે, અહીં ઇન્ડિયન એમ્બસી દ્વારા વેબસાઈટ ઉપર એક હેલ્પલાઈન શરૂ કરવા સિવાય કોઈ વિશેષ વ્યવસ્થા નથી કરાઈ એટલે તમામ ભારતીય પરિવારોએ જ એકબીજાના પૂરક બનવાનું નક્કી કર્યું છે’. આવી વ્યથા જાપાનમાં ટોકિયો નજીક યોકોહામા સિટીમાં રહેતાં શહેરના ઇજનેર રાજેશ સિંગવાલા અને તેમના પરિવારે દિવ્યભાસ્કર સાથેની વિડીયો કોલિંગ દરમિયાન વ્યક્ત કરી હતી.

જાપાન નિશી-કસાઈમાં ગુજરાતી સમાજ

‘અમને અહીં ઇન્ડિયન એમ્બસી દ્વારા કોઈ વિશેષ હેલ્પ કે માર્ગદર્શન નથી મળી રહ્યું પણ અહીં ભારતીયો અને ગુજરાતીઓ સૌ એકબીજાની પડખે ઊભા રહી ગયાં છે. અમારુ યોકોહામા સિટી ટોકિયોથી ૧૨૫ કિલોમીટર જેટલું દૂર છે. ત્યાં નજીકમાં આવેલા નિશી-કસાઈમાં ગુજરાતી સમાજ પણ છે. આવા સમયે પોતાના પ્રદેશના લોકો આજુબાજુ હોય અને એકબીજાને મદદ કરતાં તો હુંફ રહે છે. તેવું રાજેશનું કહેવું હતું.

જાપાનમાં સીબીએસઈની પરીક્ષા રદ

જાપાનમાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓની અહીંની જેમ સીબીએસઈની પરીક્ષાઓ ચાલી રહી હતી પરંતુ શુક્રવારે આવેલા અતિ ભારે ભૂકંપ અને સુનામીના પગલે બાકીની પરીક્ષાઓ બોર્ડે રદ કરી દીધી છે. વિદ્યાર્થીઓની પરિક્ષા ન બગડે તે માટે ભારતીય એમ્બેસીમાં તે આપવાની વ્યવસ્થા ગોઠવાઈ હતી પણ આફ્ટરશોક શરૂ રહેતા તે રદ કરવાનો નિર્ણય લેવો પડ્યો હતો એમ સીબીએસઈ બોર્ડના સ્થાનિક સૂત્રોએ કહ્યું હતું.

જાપાન પાંચથી સાત વર્ષ પાછળ ધકેલાયું

‘જાપાનમાં આ કુદરતી આફતને લીધે જે નુકશાન થયું છે. તેની સૌથી વધુ અસર ઓટો ઇન્ડસ્ટ્રી પર પડે તેવું હાલમાં લાગે છે. આર્થિક નુકશાન તો ખૂબ થયું છે. જાપાન પાંચ-સાત વર્ષ પાછળ પડી જશે, તેવું મનાય છે, પરંતુ એક હકીકત એ પણ છે કે, જાપાન જેવો દેશ જ તેને સહન કરી શકે. જોકે, જાપાનની પ્રજાનો જે ‘કન્ટ્રીબ્યુટ અવર નેશન ફર્સ્ટ’ નો મંત્ર છે. તેનાથી ફરી પૂર્વવત કરતાં વાર પણ નહીં લાગશે’. તેવું સિંગવાલા પરિવારનું કહેવું છે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી