નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ગોધરાકાંડ: પાંચ જ મિનિટમાં પેટ્રોલ સાથે ૫૦૦ જણ કેવી રીતે પહોંચ્યા?

-ગોધરાકાંડ :  સ્પેશિયલ કોર્ટના વિગતવાર ચુકાદામાં ચોંકાવનારા ઘટસ્ફોટ

-કાવતરાખોરોનો ઉદ્દેશ માત્ર કારસેવકોને જ સળગાવવાનો હતો

-પેટ્રોલના કેરબા અમન ગેસ્ટહાઉસમાં અગાઉથી જ રખાયા હતા

-કારસેવકો દ્વારા મુસ્લિમ યુવતીની છેડતીની વાત પણ પુરવાર થતી નથી
ગોધરાટ્રેન હત્યાકાંડ એ પૂર્વઆયોજિત કાવતરું હતું તે હકીકત ઉપર પ્રકાશ પાડતાં સ્પેશિયલ કોર્ટે ઓર્ડરમાં મુદ્દાસર નોંધ કરતા કહ્યું છે કે, કાવતરાખોરોનો ઉદ્દેશ ટ્રેન કે મુસાફરોને નહીં પણ માત્રને માત્ર કારસેવકોને જ સળગાવવાનો હતો.

૯૫૦ પાનાના ચુકાદાની વધુ વિગતો અનુસાર સ્પેશિયલ જજ પી.આર. પટેલે ચુકાદામાં નોંધ્યું હતું કે, જો ગોધરા હત્યાકાંડ પૂર્વઆયોજિત કાવતરું ન હતું તો ગોધરા રેલવે સ્ટેશનની ‘એ’ કેબિન પાસે માત્ર પાંચ મિનિટમાં મોટા જથ્થામાં પેટ્રોલ, તલવાર તથા ધારિયા સાથે પાંચસો લોકોનું પહોંચવું અશક્ય છે. કોર્ટે એ પણ નોંધ્યું હતું કે પેટ્રોલના કેરબા અગાઉથી અમન ગેસ્ટહાઉસમાં રાખવામાં આવ્યા ન હોત તો માત્ર ૧૦ મિનિટમાં જ આટલા મોટા પ્રમાણમાં પેટ્રોલ ટ્રેન સુધી પહોંચવું પણ સંભવિત નથી.

ગોધરા હત્યાકાંડમાં ગત મંગળવારે સ્પેશિયલ કોર્ટે ૧૧ આરોપીને ફાંસી અને ૨૦ને જનમટીપની સજા આપી હતી. ચુકાદો આપતી વખતે કોર્ટે સેંકડો આધાર-પુરાવા સાથે ઓબ્ઝર્વેશન કર્યું હતું. કોર્ટે એ બધા જ પ્રશ્નો ઉપર પ્રકાશ પાડ્યો હતો, જે ગોધરા હત્યાકાંડ સાથે આજ સુધી જોડાયેલા હતા.

કોર્ટે ઓર્ડરમાં નોંધ્યું હતું કે, મસ્જિદના લાઉડ સ્પીકરમાંથી આવતાં ઉશ્કેરણીજનક સૂત્રો કાવતરાખોરોના ઉદ્દેશ અને પ્રપિ્લાનનો સીધેસીધો મેસેજ આપે છે. વધારામાં નોંધ્યું હતું કે અગાઉ થિયરી રજુ કરવામાં આવી છે કે કારસેવકો દ્વારા મુસ્લિમ યુવતી સાથે અભદ્ર વર્તન કરવામાં આવતાં આ સ્થિતિનું નિર્માણ થયું છે. જો કે ઘટના ઉપરના પુરાવા જોતાં આ વાત સ્વીકારી શકાય તેમ નથી.

ચુકાદામાં કેવી રીતે કાવતરું ઘડાયું તેનો વિસ્તારથી ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જે મુજબ ૨૬મી ફેબ્રુઆરીની રાત્રે રઝાક કુરકુરના અમન ગેસ્ટહાઉસમાં હાજી બીલાલ, ફારુક ભાણો, સલીમ પાનવાલા અને રઝાક કુરકુરે કાવતરું ઘડ્યું હતું. પ્લાન મુજબ રઝાક તથા સલીમ પાનવાલા સલીમ જર્દા, શૌકત લાલુ, ઇમરાન શેરુ, હસન ચરખા, જાબીર બિનયામીન બહેરા અને મહેબૂબ ચાંદ સાથે ટેમ્પો લઈ કાળાભાઈના પેટ્રોલપંપ ઉપર ૧૪૦ લિટર પેટ્રોલ લેવા ગયા હતા.

પંપ ઉપરથી આવ્યા બાદ રઝાકના ઘરે પેટ્રોલ મૂકી અમન ગેસ્ટહાઉસના રૂમ નં. ૮માં ફરીવાર મળ્યા હતા. બીજા દિવસે પ્લાન મુજબ સલીમ પાનવાલા અને મહેબૂબ લતીકાએ સિગ્નલ ફળિયામાં કારસેવકો દ્વારા મુસ્લિમ છોકરીની છેડતીનો ખોટો મેસેજ આપી ઘટનાને અંજામ આપ્યો હતો.

કોર્ટે એ પણ નોંધ્યું છે કે, અગાઉ ઘડાયેલા પ્લાન મુજબ હસન લતીકાએ એસ-૬ અને એસ-૭ ડબા વચ્ચેના વેસ્ટબ્યુઅલને ધારદાર ચપ્પાથી કાપી નાખ્યું હતું. ત્યાર બાદ જાબીર અને હસન પેટ્રોલ સાથે ડબામાં અંદર ગયા હતા અને બાદમાં હસન લાલુએ બહારથી કાકડો ફેંકી આગ ચાપી હતી.

સ્પેશિયલ કોર્ટના ચુકાદાની મહત્વની બાબતો

-આગલા દિવસે પેટ્રોલના કેરબા અમન ગેસ્ટહાઉસમાં મૂક્યા ન હોત તો બનાવસ્થળે પાંચ-દસ મિનિટમાં પહોંચવું અશક્ય હતું.

-કાવતરાખોરોનો ઉદ્દેશ અન્ય કોઈ ટ્રેન, આ ટ્રેનનો અન્ય ડબો કે અન્ય હિન્દુ મુસાફરો ઉપર હુમલાનો નહોતો. તેઓના ટાર્ગેટમાં માત્ર કારસેવકો જ હતા.

-સૂત્રોચ્ચાર તથા નજીકની મસ્જિદમાંથી થતી જાહેરાતનો ઉદ્દેશ કાવતરાની થિયરીને સ્પષ્ટતા આપે છે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !