નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

અમને વધારે તક આપો તો બતાવીશું કે અમે શું છીએ

કેનેડાના સુકાની આશિષ બગાઈ ઈચ્છે છે કે તેની ટીમને ભવિષ્યમાં મોટી ટૂર્નામેન્ટ રમવાની તક આપવામાં આવે. ગઈ કાલે ઓસ્ટ્રેલિયા સામે સાત વિકેટે હાર્યા બાદ કેનેડાનો વર્લ્ડકપ પૂરો થઈ ગયો છે.

જો કે ગઈ કાલે કેનેડાના ઓપનરોએ આક્રમક રમત રમી હતી અને બ્રેટ લી તથા શોન ટૈટ જેવા ઝડપી બોલરોની ધોલાઈ કરતા ચાલુ વર્લ્ડકપની સૌથી ઝડપી અડધી સદી ફટકારી હતી. કેનેડાએ 29 બોલમાં જ 50 રન બનાવ્યા હતા. યુવા ઓપનર હિરલ પટેલે કાંગારૂઓના ઝડપી ઝંઝાવાતનો સામનો કરતા પોતાની પ્રથમ અડધી સદી ફટકારી હતી.

જો કે મધ્યક્રમના બેટ્સમેનોનો ધબડકો થયો હતો અને ઓસ્ટ્રેલિયા કેનેડાને 211 રને ઓલ-આઉટ કરી શક્યું હતું. બાદમાં ઓસ્ટ્રેલિયાના આક્રમક ઓપનર શેન વોટસન (94) અને બ્રેડ હેડિને તોફાની બેટિંગ કરી હતી અને ઓસ્ટ્રેલિયા 15 ઓવર બાકી રાખીને જીતી ગયું હતું.

કેનેડાનો કદાચ આ છેલ્લો વર્લ્ડકપ હશે કેમ કે 2015ના વર્લ્ડકપમાં આઈસીસીએ 10 ટીમો જ રમાડવાનો નિર્ણય કર્યો છે. કેનેડિયન સુકાની બગાઈએ કહ્યું હતું કે અમારા ખેલાડીઓ માટે આ નિરાશાજનક વાત છે. અમારો દેશ ક્રિકેટમાં ઉભરી રહ્યો છે અને છેલ્લા છ વર્ષથી અમે ઘણી મહેનત કરી રહ્યાં છીએ.

તેણે વધારેમાં જણાવ્યું હતું કે આ ટૂર્નામેન્ટ દરમિયાન કેનેડાની ટીમમાં ઘણો સુધારો જોવા મળ્યો હતો. જો કે તેણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આવનારા વર્ષોમાં અમારી ટીમ વધારે સારો દેખાવ કરશે. તેણે કહ્યું હતું કે એક ક્લબ કક્ષાની ક્રિકેટથી ઓસ્ટ્રેલિયા જેવી ટીમ સામે રમવું તે અમારા માટે મોટો કૂદકો છે.

ટૂર્નામેન્ટમાં ટીમના દેખાવ અંગે તેણે કહ્યું હતું કે અમારા માટે આ ઘણો સારો અનુભવ રહ્યો. અમારા બોલરોએ ઘણું સારૂ પ્રદર્શન કર્યુ અને તેઓએ વર્લ્ડ ક્લાસ કક્ષાની બોલિંગ કરી હતી. બીજી ખાસ વાત એ છે કે કેટલાક યુવા ખેલાડીઓએ સારા રન બનાવ્યા. આશા છે કે આ અનુભવનો ઉપયોગ કરીને આવનારા ત્રણ કે ચાર વર્ષોમાં કેનેડાને એક મજબૂત ટીમ બનાવીશું.

Comments

Popular posts from this blog

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

ATMમાં પૂરાયો યુવક, પોલીસને ગઈ શંકાને ખૂલ્યું ચોંકાવનારું રહસ્ય

80 ડોલર માટે બ્રિટિશ સૈનિકને બોમ્બથી ઉડાવી દીધો!