નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

લકઝરી અને સ્ટાઈલનો સંગમ એટલે ઔડી

દેશમાં સસ્તી કારોની જેટલી માંગ છે એટલી જ મોંઘી અને લકઝરી કારની પણ વધી રહી છે. ભારતીમાં જે રીતે લોકોની આવકમાં વધારો થઈ રહ્યો છે, તેટલી ઝડપથી ખર્ચ કરવાની ક્ષમતામાં પણ વધારો થઈ રહ્યો છે. આ જોઈને જ દુનિયાની અનેક દિગ્ગજ કાર નિર્માતા કંપનીઓ ભારતમાં પોતાની કારના મોડેલ રજુ કરવા માટે આતુર છે.
ભારતમાં લકઝરી કારની વધતી જતી માગને જોઈને જર્મનીની કાર નિર્માતા કંપની ઔડી એક પછી એક કાર બજારમાં રજૂ કરવાની છે. ઔડી-8 વી10 અને ઔડી એ-8એલ ઉતાર્યા બાદ હવે કંપની ટુંક સમયમાં જ બીજા બે નવા મોડેલ લોન્ચ કરવાની છે.

કંપની મે-જૂનમાં એ-7 લોન્ચ કરી શકે છે અને આવતા વર્ષે માર્ચ પહેલાં તે એ-6 લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. થોડા દિવસો અગાઉ લોન્ચ કરાયેલી ઔડી એ-૮એલ કંપનીની સૌથી મોંઘી કારોમાંની એક છે. તેની કિંમતની વાત કરીએ તો તેની એક્સ શોરૂમ કિંમત 90 લાખ 98 હજાર છે. ભારતીય બજારમાં પોતાની ભાગીદારી વધારવા માટે ઔડી એક પછી એક અનેક મોડેલ લોન્ચ કરી રહી છે.

વર્તમાન મોડેલ
ઔડી ભારતમાં એ-4, એ-6 અને હવે એ-8 મોડેલ વેચી રહી છે. તેની સાથે જ અહીં ક્યુ-5 અને ક્યુ-7 એસયુવી જેવા મોડેલ પણ વેચાણ માટે બજારમાં રજૂ કરાયા છે.

ઔડી આર-8વી 10: ઔડીએ પોતાની ગાડી આર-8 વી-8ને વર્ષ 2008માં બજારમાં રજૂ કરી હતી. હવે આ ગાડીને અપગ્રેડ કરીને આર-8 વી-10 નામે ભારતીય બજારમાં રજુ કરાઈ છે. તેમાં વી-10 એન્જિન ફિટ કરેલું છે. રૂ.1.35 કરોડની આ કાર આયાત કરેલી છે.

ઔડી એ-8એલ: આ ગાડીમાં 4.2 લિટર વી-8 એન્જિન ફિટ કરેલું છે. જે 372 બીએચપીની ક્ષમતા ધરાવે છે. ગાડીને એલ્યુમિનિયમ સ્પેસ ફ્રેમથી બનાવેલી છે, જેને કારણે તેનું વજન પણ ઓછું છે. ગાડીમાં દુર્ઘટના સમયે ઓછામાં ઓછું નુકસાન થાય તેની પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.

ગાડી લક્ઝરીના હિસાબે અત્યાર સુધીની બીજી ગાડીઓ કરતાં શ્રેષ્ઠ છે. પાછળ બેસનારા લોકોનું તેમાં ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. મસાજ સીટ ઉપરાંત ફ્રીજ અને સીટ વેન્ટિલેશનની પણ સુવિધા આપવામાં આવી છે.

નવી લોન્ચ થનારી ગાડીઓ

એ-7
ઔડીની નવી લોન્ચ થનારી ગાડી એ-7ની વાત કરીએ તો તેમાં 6-વી એન્જિન ફિટ કરેલું છે. તેની લંબાઈ 16.31ફૂટ, પહોળાઈ 6.27 ફૂટ અને ઊંચાઈ 4.66 ફૂટ હશે. તેની કિંમત લગભગ રૂ.70 લાખ હોઈ શકે છે. તેમાં એલ્યુમિનિયમ, લાકડાં અને લેધરનો ઉપયોગ કરાયો છે.

એ-6
કંપની પાંચ વિવિધ એન્જિનોમાં આ ગાડી લોન્ચ કરી શકે છે. આ ગાડી દેખાવની દ્રષ્ટિએ તો શ્રેષ્ઠ હશે જ, પરંતુ તેટલી જ આરામદાયક હશે. તેમાં એલ્યુમિનિયમ અને હાઈ ટેક સ્ટીલનો પ્રયોગ કરાયો છે. એલઈડી લાઈટના જાદુ સાથે તેની લંબાઈ 16.4 ફૂટ, પહોળાઈ 6.14 ફૂટ અને ઊંચાઈ 4.79 ફૂટ છે.

વિદેશી કાર નિર્માતા કંપનીઓ હવે ભારત પર નજર દોડાવી રહી છે. આ વર્ષે ભારતીય માર્ગો પર એક-એકથી ચિઢયાતી મોંઘી અને લકઝરિયસ કારો દોડવાની છે. આવી જ એક કંપની ઔડી પણ ભારતમાં પોતાની નવી કાર લોન્ચ કરવા આતુર છે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી