નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

રોબોટ બાળકોને ભણાવશે

રોબોટ અને બાળકોને સાંકળતા નવા અભ્યાસે સૂચવ્યું છે કે એક દિવસ રોબોટ કલાસરૂમમાં બાળકોને ભણાવવામાં મદદ કરશે.

યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા (યુસી), સાન ડિયોગોના સંશોધકોએ વિકસાવેલો રોબોટ એવું દર્શાવી ચૂકયો છે કે બાળકો કેટલી સારી રીતે શબ્દો શીખી શકે છે તેમાં તે નોંધપાત્ર સુધારો કરી શકે છે. ‘લાઈવ સાયન્સ’ના અહેવાલ અનુસાર સંશોધકો હવે આ રોબોટની નવી આવૃત્તિ વિકસાવી રહ્યા છે, જે કલાસરૂમમાં ફરી શકશે તેવું તેઓનું કહેવું છે.

યુસીના મશીન પર્સેપ્શન લેબોરેટરીના ડિરેક્ટર જેવિયર મોવેલન જ્યારે રોબોટને લગતા સંશોધન માટે જાપાનમાં હતા અને તેમનાં બાળકો ચાઈલ્ડ કેર સેન્ટરમાં હતાં ત્યારે તેમને રુબી નામનો રોબોટ બનાવવાનો આઇડિયા આવ્યો હતો. મોવેલન અને તેમના સાથીઓએ ૨૦૦૪માં રુબી પર કામ કરવાનું શરૂ કર્યું હતું. તે લગભગ ૨.૫ ફીટ ઊંચો, બાળકોનાં કદ જેટલો જ છે અને તે ઓછો ડરામણો છે તથા વાતચીત સુધારે છે.

રુબીની છાતીમાં વીડિયો સ્ક્રીન છે અને તેના માથામાં કેમેરા, માઈક્રોફોન, ઓડિયો સ્પીકર્સ તથા પ્લાસ્ટિકની વિશાળ આંખો છે. સંશોધકોએ ૧૮ થી ૨૪ મહિનાનાં નવજાત બાળકો સાથે કામ કરી શકે તેવો રુબી રોબોટ બનાવ્યો હતો. પરંતુ પહેલા જ પ્રયોગમાં માત્ર બે કલાકમાં બાળકોએ તેને સંપૂર્ણપણે તોડી નાખ્યો હતો. આથી વિજ્ઞાનીઓએ કોઈપણ નુકસાનને શોધવા રુબીમાં સેન્સર્સ મૂક્યા હતા. તેની સામે જોખમ હોય ત્યારે તે રડવા લાગે છે.

૧૨ સપ્તાહ રોબોટ સાથે રહ્યા બાદ રુબીએ બાળકોને શીખવાડેલા ૧૦ શબ્દોનું તેઓનું જ્ઞાન નોંધપાત્ર પ્રમાણમાં સુધર્યું હતું, જ્યારે રોબોટે તેઓને ન શીખવાડેલા ૧૦ શબ્દોના તેઓનાં જ્ઞાનમાં કોઈ સુધારો થયો ન હતો.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી