નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

તિલક હોળી’ રમી પાણીની એક એક બૂંદ બચાવીએ

 કચ્છની સંસ્થાઓની લોકોને અપીલ

પાણીની એક એક બૂંદ આજે કિંમતી છે ત્યારે ધૂળેટીના પર્વમાં હાનિકારક રંગોનો ઉપયોગ કરી ખુદને હાનિ પહોંચાડવા સાથે પાણીનો બગાડ કરવો ઉચિત નથી ત્યારે માત્ર ‘તિલક’ હોળી રમીને આ પર્વ મનાવવાનું અભિયાન ‘દિવ્ય ભાસ્કરે’ છેડ્યું છે જેમાં કચ્છભરમાંથી સંસ્થાઓ, શાળા, કોલેજો જોડાઇ આ અભિયાનને ચરિતાર્થ કરવાના પ્રયાસ કરી રહી છે.આ પ્રયાસમાં રોટરી ક્લબ ઓફ ભુજ કેપિટલ તથા ભુજના નરસિંહ મહેતા નગર જોડાઇ સમગ્ર કચ્છવાસીઓને તિલક હોળી રમવા અપીલ કરી છે.

પાણી બચાવ સાથે વીજળીનો પણ બચાવ કરીએ

ધૂળેટીમાં બાહ્ય રંગો તો માત્ર પ્રતીકાત્મક છે જરૂર છે લાગણીભીના આંતરિક રંગોથી રંગાવાની અને રંગવાની તેથી ‘દિવ્ય ભાસ્કર’ની તિલક હોળી ઝૂંબેશમાં આપણે સૌ જોડાઇ પ્રતીકરૂપી અબીલ ગુલાલનો ઉપયોગ કરી પાણીની હર એક બૂંદ બચાવી જીવનને ખરાઅર્થમાં સપ્તરંગી બનાવવાનો પ્રયત્ન કરીએ આ અભિયાનથી પાણીના બચાવની સાથે પરોક્ષ રીતે લાખો લિટર પાણી ખંેચવા માટે થતો વીજળીનો પણ બચાવ કરી પર્યાવરણની જાળવણી કરીએ.
જિજ્ઞેશ જાની, (વાઇસ પ્રેસિડેન્ટ અને પીઆરઓ રોટરી ક્લબ ઓફ ભુજ કેપીટલ)

કુદરતી સંપત્તિનું રક્ષણ કરીએ


આજથી પચ્ચીસેક વર્ષ પહેલાં પાણીજમીનમાં માત્ર ૮૦થી ૧૦૦ ફૂટમાં મળી રહેતું જ્યારે હાલમાં આધુનિક યુગમાં માણસો પાણીનો બેફામ ઉપયોગ કરતા જળસ્ત્રાવ સરેરાશ ૫૦૦ ફૂટે પહોંચ્યું છે ત્યારે આપણે સૌ ‘તિલક હોળી’ અભિયાનમાંજોડાઇને પાણી બચાવ કરી કુદરતની મહામૂલી સંપત્તિ જાળવી રાખીએ.
રામદેવસિંહ જાડેજા ક્લબ ટ્રેઇનર (એડવાઇઝરી) રોટરી ક્લબ ઓફ ભુજ કેપીટલ

અબીલ ગુલાલથી જ હોળી રમીએ


સાંપ્રત સમયમાં જ્યારે જમીનમાં પાણીનું સ્તર ખૂબ જ ઉંડે ગયું છે ત્યારે કુદરતની અમૂલ્ય ભેટ સમા પાણીનો બચાવ કરવા હું રોટરી ક્લબ ઓફ ભુજ કેપિટલ વતી સર્વેને અપીલ કરું છું અમારી ક્લબના તમામ સભ્યો પણ ‘તિલક હોળી’ની ઝૂંબેશમાં સહભાગી બની માત્ર અબીલ ગુલાલથી જ હોળી રમીને હજારો લિટર પાણીનો વ્યય થતો બચાવશું.
નિતિન કુબડિયા, (પ્રમુખ રોટરી ક્લબ ઓફ ભુજ, કેપીટલ)

નરસિંહ મહેતાનગરની પહેલ : ધૂળેટી તિલક હોળીથી રહેવાસીઓ મનાવાશે


રાવલવાડી રિલોકેશન સાઇટના નરસિંહ મહેતાનગરમાં અબીલ ગુલાબથી તિલક હોળી રમાશે પાણીનો બેફામ રીતે ઉપયોગ થાય છે ત્યારે પાણીથી હોળી રમવી એ વ્યાજબી નથી ત્યારે ‘દિવ્ય ભાસ્કરે’ તિલક હોળીની પહેલ કરી છે તેને અનુસરવા નરસિંહ મહેતાનગરે પણ પહેલ કરી છે અને આ વખતે માત્ર તિલક કરી હોળી મનાવશે તેવું દર્શક અંતાણીએ જણાવ્યું હતું. ધાર્મિક તહેવારો ઉમંગથી ઉજવતું નરસિંહ મહેતાનગર આ વખતે તિલક કરી પર્વ ઉજવશે. કે.એન.ગોહિલ પણ નગરમાં રહેતા સરકારી કર્મચારીઓ તિલક હોળીથી પર્વ મનાવશે તેવું જણાવ્યું હતું તો બોર્ડની પરીક્ષાઓ હોવાથી વિદ્યાર્થીઓ પણ તિલક હોળી રમી અને પ્રતીક રૂપે જ પર્વ મનાવશે.

















Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી