નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ઓ'બ્રાયનનો ધમાકો, ફટકારી વર્લ્ડકપની સૌથી ઝડપી સદી

- ઓ'બ્રાયને માત્ર 50 બોલમાં સદી ફટકારી વિક્રમ સર્જ્યો - ઓસ્ટ્રેલિયાના હેડનનો 66 બોલમાં સદીનો વિક્રમ તોડ્યો
આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપ 2011માં આયર્લેન્ડના કેવિન ઓ'બ્રાયને બુધવારે ઇંગ્લેન્ડ સામેની મેચમાં માત્ર 50 બોલમાં સૌથી ઝડપી 100 રન ફટકારવાનો વિક્રમ બનાવ્યો હતો.

ગ્રૂપ બીની ટીમ ઇંગ્લેન્ડ અને આર્યલેન્ડ વચ્ચે બેંગલોર ખાતે રમાઈ રહેલી મેચમાં ઇંગ્લેન્ડે આપેલ 327 રનના લક્ષ્યનો પીછો આયર્લેન્ડની ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું. જેમાં ઓ'બ્રાયને ધુંવાધાર બેટિંગ કરતા માત્ર પચાસ બોલમાં સદી ફટકારી ઓસ્ટ્રેલિયાના હેડનનો વિક્રમ તોડી પાડ્યો હતો. આ પહેલા હેડને 2007માં દક્ષિણ આફ્રિકાની સામે માત્ર 66 બોલમાં સદી ફટકારી હતી.  

ઓ'બ્રાયન માત્ર 63 બોલમાં 113 રન બનાવી રન આઉટ થઈ ગયો હતો.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !