નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

રસોડાની રંગત

-અથાણાના સંભારમાં ૧૦થી ૧૨ લવંિગનું તેલ ભેળવવાથી અથાણામાં ફંગસ નથી થતી.

-શાકમાં પાણી વધારે પડી ગયું હોય તો તેમાં એક બાફેલા બટાકાને છૂંદીને નાખવું. શાકનો રસો ગાઢ્ઢો થઇ જતાં શાક સ્વાદિષ્ટ લાગશે.


-રસાવાળા શાકને વઘુ સ્વાદિષ્ટ કરવા મસાલો સાંતળતી વખતે દહીં તેમજ મગજતરીના બિયાંનો ભૂક્કો ભેળવવો. 


-કસ્ટર્ડ બનાવતી વખતે સાકરની સાથે થોડું દહીં ભેળવવાથી બમણું સ્વાદિષ્ટ થાય છે. 


-ચણાના લોટના પકોડા બનાવતી તેમાં થોડો ચોખાનો લોટ ભેળવવાથી પકોડા ક્રિસ્પી બને છે.


-ચણાના લોટની બરફી બનાવતી વખતે તેમાં થોડો રવો ઉમેરવાથી બરફી સ્વાદિષ્ટ બને છે.


-ચણાના લોટના ફૂલવડા બનાવતી વખતે બ્રેડનો સૂકો ચૂરો ઉમેરવાથી ક્રિસ્પી બને છે તેમજ તળવામાં તેલ ઓછું વપરાય છે.


-ચણાના લોટના પકોડા બનાવતી વખતે અથાણાનો સંભાર નાખવાથી સ્વાદ વધે છે. 


-બટાકા કાપ્યા પછી કાળા ન પડી જાય માટે સરકો અથવા લીંબુનો રસ ભેળવેલ પાણીમાં તેને પલાળી રાખવા.


-સૂપ બનાવતા પહેલા ટમેટાને રેફ્રિજરેટરમાં રાખવા. છાલ ઉતારવાની સરળતા પડે એટલે ટામેટા પર ગરમ પાણીની ધાર છોડવી.


-હળદર, જીરા અને ધાણા વગેરે મસાલાને ઉપયોગમાં લેતા પહેલા તેલમાં શેકવાથી શાકનો સ્વાદ તથા સુગંધ વધે છે.


-કેકને લાંબા સમય મટે તાજી રાખવા હવાચુસ્ત ડબામાં પાઉંના ટુકડા સાથે રાખવી.


-ખીર બનાવવાનું દૂધ પાતળું જણાય તો તેમાં વાટેલી ખસખસ ભેળવવી.


-સાકરને થોડી શેકી કેકમાં ભેળવવાથી કેક ફૂલે છે.


-સૂપમાં નાખવા ક્રિમ ન હોય તો દૂધ તથા બટર ભેળવી નાખી શકાય.


-દાળ-ચોખામાં લસણની કળી અથવા તો લીમડાના પાન મૂકવાથી તેમાં જીવાત પડતી નથી. આ ઉપરાંત એરડંિયા તેલથી ચોખો ચોળીને રાખવાથી પણ ચોખા સુરક્ષિત રાખી શકાય છે.


-બટાકા બાફતી વખતે તેમાં મીઠું તથા વિનેગાર રાખવાથી બટાકા જલદી બફાય જાય છે તેમજ ફાટતા નથી.

-કોલીફ્‌લાવરનું શાક બનાવતી વખતે બે મોટા ચમચા દૂધ ભેળવવાથી શાકનો રંગ ખીલી ઊઠે છે.

-જલેબી બનાવતી વખતે ચાસણીમાં થોડું સાઇટ્રીક એસિડ નાખવાથી જલેબી ક્રિસ્પી બને છે.

-દાળમાં આદુ નાખવાથી દાળ સ્વાદિષ્ટ થાય છે ઉપરાંત ગેસ પણ થતો નથી.


-શાકમાં મીઠું વઘુ થઇ જાય તો બાફેલા બટાકાને છૂંદીને નાખવું. અથવા એક ચમચો ચણાનો લોટ શેકીને નાખવો.

-દહીં વધારે ખાટું થઇ ગયું હોય તો તેમાં બે કપ પાણી નાખી ૪૫ મિનિટ પછી પાણી નીતારી લેવાથી ખટાશ નીકળી જશે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી