નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

બેટ દ્વારકાને ગળી રહેલો દરિયો, હનુમાન દાંડી સુધી પહોંચ્યું પાણી


- દરિયાના મોજાઓની થપાટોથી કાંઠાનું મોટા પાયે ધોવાણ : સો વર્ષ જૂના સ્મશાનને પણ ભારે નુકસાન


સમુદ્રની વચ્ચે આવેલા બેટ દ્વારકાના કાંઠાઓનું મોટા પાયે ધોવાણ થઇ રહ્યું હોય દરિયો ધીમે ધીમે બેટને ગળી રહ્યો હોવાની સ્થિતિનું નિર્માણ થયું છે. અહીં આવેલાં સો વર્ષ પુરાણા હિન્દુઓનાં સ્મશાનનું પણ ધોવાણ થયું છે. જ્યારે દરિયાનું પાણી છેક હનુમાન દાંડી જતાં રસ્તા સુધી પહોચી ગયું છે. કાંઠાઓનાં ધોવાણની પ્રક્રિયાને ચિંતાજનક ગણાવવામાં આવી છે.

ભાજપ કિસાન મોરચા દ્વારા આ અંગે ઉચ્ચકક્ષાએ કરવામાં આવેલી રજુઆતમાં જણાવવામાં આવ્યું છેકે, ચારે બાજુ સમુદ્રથી ધેરાયેલા આ ટાપુનું ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ આવેલું છે. બેટ દ્વારકા પાંચ હજાર વર્ષ પહેલાની મોક્ષપુરી તરીકે જાણીતું છે. અહીં ભગવાન શ્રીકૃષ્ણનો રાણીવાસ હતો જ્યારે અહીંનું સ્મશાન જાગતું સ્મશાન તરીકે ઓળખાય છે યોગ્ય જાળવણીના અભાવે દરિયાનાં મોજાની થપાટોથી કાંઠાઓનું ધોવાણ થઇ રહ્યું છે. જેની સાથે આ સ્મશાન પણ ખંઢેરમાં ફેરવાઇ ગયું છે. 

ચારે તરફ કાંઠાઓનું ધોવાણ સ્પષ્ટ જણાઇ રહ્યું છે. ત્યારે દરિયાને આગળ વધતો અટકાવવામાં નહીં આવે તો તે ધીમે ધીમે આખા ટાપુને ગળી જવાની દહેશત વ્યક્ત કરવામાં આવી છે. બેટમાં જ સુપ્રસિધ્ધ હનુમાન દાંડી મંદિર પણ આવેલું છે. જ્યાં માર્ગમાં કાચા પુલ પાસે થતાં ધોવાણને કારણે દરિયાનું પાણી મંદિરે જવાના રસ્તા પર આવી ગયું છે. 

રણમાંથી પણ દરિયાના પાણી ટાપુમાં અંદર સુધી ઘુસી રહ્યા છે. ત્યારે આ ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવતા ટાપુને બચાવવા કાંઠાના ધોવાણને અટકાવવા તાકીદે પગલાં લેવાની માગણી કરવામાં આવી છે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !

બનાવો પૌષ્ટિક 'ફાડા ખીચડી'