Monday, August 27, 2012

ધૂમ્રપાનની આદત છોડવાનો આ છે સૌથી સરળ નુસખો?ગ્રીન ટીનાં ફાયદાકારક તત્વો ઉપર થયેલા એક સંશોધન દ્વારા જાણવાં મળ્યું છે કે, ધૂમ્રપાન કરનારા લોકો માટે ગ્રીન ટી ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેના સેવનથી ધૂમ્રપાન કરનાવી આદત ધીમે-ધીમે છૂટતી જાય છે.

- એલ થિયાનિન નામનું એમીનો એસિડ તત્વ, તણાવમાંથી મુક્તિ અપાવવા માટે મહત્વનો ભાગ ભજવે છે.
- ધૂમ્રપાન છોડ્યા બાદ ગ્રીન ટીનું સેવન, ફેફસાને પહોંચેલા નુકસાનની ભરપાઈ કરવામાં મદદરૂપ બને છે.


માલાબાર કેન્સર સેન્ટર ખાતે, કોમ્યુનિટી ઓન્કોલોજી વિભાગના અદ્યાપક ડૉ. ફ્સાં ફ્લિપિનું કહેવું છે, "ચીનમાં થયેલા એક નવા રિસર્ચ પરથી જાણવાં મળ્યું છે કે, ગ્રીન ટીમાં મળી આવતું એલ થિયાનિન નામનું એમીનો એસિડ તત્વ, તણાવમાંથી મુક્તિ અપાવવા માટે મહત્વનો ભાગ ભજવે છે."

ડૉ. ફ્લિપિનું કહેવું છે કે ધૂમ્રપાન કરનારી વ્યક્તિને, ગ્રીન ટીનું સેવન કરવાથી તેવો જ તૃષ્ટિગુણ મળે છે, જેવો સિગારેટ કે બીડી પીતા સમયે તેને મળતો હોય છે.

કોચીનની લેકશોર હોસ્પિટલના કેન્સર વિભાગ સાથે જોડાયેલા થૉમસ વર્ગીઝનું કહેવું છે, "ધૂમ્રપાન છોડ્યા બાદ ગ્રીન ટીનું સેવન, ફેફસાને પહોંચેલા નુકસાનની ભરપાઈ કરવામાં મદદરૂપ બને છે. તેનાથી ફેફસાનું કેન્સર થવાની સંભાવના પણ ઓછી થઈ જાય છે."

તેમણે જણાવ્યું કે ધૂમ્રપાન કરનારી વ્યક્તિની રોગપ્રતિકારક ક્ષમતા ખૂબ જ ઓછી હોય છે. તેમનામાં વિટામીન સી અને ઈ, તેમજ કેલ્શિયમ, ફ્લોટ, ઓમેગા, ફૈટી એસિડ વગેરેનો પણ અભાવ થઈ જવાથી, કેન્સર થવાનું જોખમ વધારે રહે છે. ગ્રીન ટીમાં રહેલું એન્ટી ઓસ્કિડેન્ટ, શરીરના ઓક્સિડેન્ટમાં સંતુલન બનાવી રાખવામાં મહત્વનો ભાગ ભજવે છે.

No comments:

Post a Comment