Friday, August 24, 2012

'ક્રિસ્પી ઇડલી ચાટ'ક્રિસ્પી ઇડલી ચાટ

સામગ્રી :
નાની ઇડલી - ૧૫ નંગ
પનીરના ટુકડા - અડધી વાટકી
બાફેલા બટાકાના ટુકડા - અડધી વાટકી
બાફેલા કાળા ચણા - અડધી વાટકી
ક્રશ કરેલી પાપડી - જરૂર મુજબ
સજાવટ માટે
આમલીની ચટણી - જરૂર મુજબ
ગળ્યું દહીં - સ્વાદ મુજબ
મરચું - સ્વાદ મુજબ
સમારેલાં લીલાં મરચાં - ૨ નંગ
સમારેલી કોથમીર - થોડી
સેવ - ભભરાવવા માટે
મીઠું - સ્વાદ મુજબ

રીત :
-ઇડલીને એકદમ ક્રિસ્પી સાંતળી લો.
-એ જ રીતે બાફેલા ટુકડા અને પનીરના ટુકડા પણ સાંતળી લો.
-ઇડલીમાં ક્રશ કરેલી પાપડી મિકસ કરો.
-હવે એક પ્લેટમાં સૌપ્રથમ ઇડલી, પનીર અને બટાકાના ટુકડા, પાપડી, આમલીની ચટણી, ગળ્યું દહીં, મીઠું, મરચું, બાફેલા ચણાથી સજાવટ કરો.
-છેલ્લે બારીક સેવ અને કોથમીરથી સજાવીને સર્વ કરો.

No comments:

Post a Comment