નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

સાવધાન, સિગારેટનાં વ્યસન કરતાં પણ ખતરનાક છે ઇંડા!


ઇંડાની જરદીમાં જોવા મળતું કોલેસ્ટ્રોલ, દિલની સાથે-સાથે લોહીનું પરિભ્રમણ કરનારી નસો(રક્તવાહિનીઓ)માટે પણ હાનિકારક સાબિત થઈ શકે છે.

તાજેતરમાં થયેલા એક અભ્યાસમાં આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો છે કે ઇંડાની જરદીમાં મળી આવતું કોલેસ્ટ્રોલ, વ્યક્તિનાં શરિરમાં લોહીનું પરિભ્રમણ કરનારી નસોને બ્લોક કરી દેવામાં એટલો જ ભાગ ભજવે છે, જેટલો સિગારેટનો ધુમાડો. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે અમેરિકામાં પ્રત્યેક વ્યક્તિએ સરેરાશ 247 ઈંડાનું સેવન કર્યું. જો આ આંકડા ઉપર નજર નાંખવામાં આવે તો આ સમગ્ર દુનિયામાં ઈંડાની વપરાશના 40% છે.

- ઇંડાની જરદીના સેવનનાં કારણે લોકોને કોરોનરી ધમની સંબંધી રોગોનું (સીઈડી) અને હાર્ટ એટેકનું જોખમ પણ વધી ગયું
- લંડન હેલ્થ સાઇસેઝ સેન્ટર ખાતે આવેલા યુનિવર્સિટી હૉસ્પિટલના 1231 દર્દીઓની તપાસ કરી
- 40 વર્ષથી ઉપરના દર્દીઓમાં, ઉંમર વધવાની સાથે થનારી સમસ્યાઓ એક પ્રમાણમાં વધી
- સિગારેટની સરખામણીએ ઇંડા ખાનારા, બે-ત્રત્યાંસ લોકોમાં આ સમસ્યા વધારે જોવા મળી


તેની સાથે-સાથે એવા આંકડાઓ પણ સામે આવ્યાં છે, જેનાં કારણે લોકોને કોરોનરી ધમની સંબંધી રોગોનું (સીઈડી) અને હાર્ટ એટેકનું જોખમ પણ વધી ગયું છે. આ પહેલા થયેલા કેટલાક રિસર્ચમાં, સિગારેટના ધુમાડાને કોરોનરી ધમની સંબંધી રોગો માટે જવાબદાર ગણવામાં આવ્યો છે.

કેનેડાના સંશોધકોએ, લંડન હેલ્થ સાઇસેઝ સેન્ટર ખાતે આવેલા યુનિવર્સિટી હૉસ્પિટલના 1231 દર્દીઓની તપાસ કરી. આ તમામ દર્દીઓની સરેરાશ ઉંમર 62 વર્ષ હતી. તેમની રક્ત વાહિનીઓમાં પ્લાક્સની હાજરી અને પ્રમાણની તપાસ સાથે જ તેમનું અલ્ટ્રા સાઉન્ડ પણ કરાવવામાં આવ્યું. આ તપાસમાં તેમની જીવનશૈલીને પણ સામેલ કરવામાં આવી હતી. સ્મોકિંગ કરનારા દર્દીઓ દ્વારા, દર વર્ષે વપરાતાં સિગારેટનાં પેકેટ્સની સંખ્યા પણ આંકવામાં આવી. આ બધાની સાથે-સાથે વર્ષ દરમિયાન ઈંડાની જરદીના વપરાશનું પ્રમાણ પણ માપવામાં આવ્યું.

40 વર્ષથી ઉપરના દર્દીઓમાં, ઉંમર વધવાની સાથે થનારી સમસ્યાઓ એક પ્રમાણમાં વધી, પણ સિગારેટ અને ઈંડાની જરદીનું સેવન કરનારા દર્દીઓમાં આ પ્રમાણ વધારે જોવા મળ્યું. આ તમામ બાબતો વચ્ચે એક આશ્ચર્યચકિત કરી દેનારી વાત એ સામે આવી કે સિગારેટની સરખામણીએ ઇંડા ખાનારા, બે-ત્રત્યાંસ લોકોમાં આ સમસ્યા વધારે જોવા મળી.

આ આધારે એવું તારણ કાઢવામાં આવ્યું છે કે ઈંડાની જરદી, સિગારેટના ધુમાડાની સરખામણીએ વધારે ઘાતક છે. 'એગ યોલ્ક કન્સમ્પ્શન એન્ડ કેરૉટિડ પ્લાક' ("Egg Yolk Consumption and Carotid Plaque")નામનું આ રિસર્ચ, એથરોસ્ક્લેરોસિસ જર્નલમાં પ્રકાશિત થયું છે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી