Tuesday, August 21, 2012

ગમે તેવું Back pain હોય, આ ઉપાય પછી દુખાવો જશે

આજકાલ વર્ક પ્લેસ ઉપર વધુ બેસવાને લીધે નાની ઉંમરમાં જ લોકોને કરોડરજ્જૂ સાથે જોડાયેલી પરેશાનીઓ સતાવવા લાગે છે. જો તમારી સાથે પણ આવી જ કોઈ સમસ્યા હોય, લગાતાર બેસવા કે ઊભા રહેવાને લીધે તમને બેકપેઈન થઈ રહ્યું હોય તો રોજ સર્પાસન (ભુજંગાસન) કરો, બેકપેઇનથી ઝડપથી રાહત મળી જશે.

આગળ જાણો સર્પાસનની આસાન વિધિ અને તેનાથી થતા ફાયદા...


સર્પાસનની વિધિ કે ભુજંગાસનની વિધિ - કોઈપણ સમતળ અને સ્વચ્છ સ્થાને કામળો કે ચટ્ટાઈ પાથરીને પેટના બળ પર એટલે કે ઉંધા સુઈ જાવો. બન્ને પગને પરસ્પર જોડીને પૂરી રીતે જમીનથી ચીપકાવી દો. બન્ને હથેળીઓ ખંભાની પાસે રાખો, કોણીઓ ઉંચી રાખો. હથેળીઓ જમીનની તરફ રાખો તથા આંગળી પરસ્પર જોડાયેલી રાખો. આંખોને ખુલ્લી રાખો. હવે ઉંડો શ્વાસ લો ગર્દનને ઉપર ઉંચકાવો, પછી નાભીથી ઉપર પેટ અને છાતીને ઉઠાવી લો. આ આસનમાં શરીરની આકૃત્તિ ફેણ ઉઠાવેલા સાપ જેવી થાય છે. આ માટે આને ભુજંગાસન કહે છે. માથાથી નાભી સુધીનું શરીર જ ઉપાર ઉઠાવવું જોઈએ તથા નાભીની નીચે પગના આંગળીઓ સુધીનો ભાગ જમીનથી સમાન રીતે સટાવી રાખવો જોઈએ. ગરદનને ખેંચીને માથાને ધીરે-ધીરે વધુને વધુ ઊપર ઊઠાવવાનો પ્રયાસ કરવો. પોતાની આંખો ઉપર તરફ રાખવી. આ આસન પૂરું ત્યારે જ થશે જ્યારે તમે શરીરનો કમરનો ઉપરનો ભાગ માથા, ગરદન અને છાંતી સાપના ફેણની સમાન ઊંચી ઊઠી જશે. પીઠ ઉપર નીચેની તરફ નિતંબ અને કમર સાથે જોડીને વધુ ખેંચાણ થાય તો આ અવસ્થામાં આકાશ તરફ જોઈને થોડી સેકન્ડ સુધી શ્વાસ રોકો. જો તમે શ્વાસ રોકી ન શકો તો શ્વાસ સામાન્ય રીતે લો. ત્યારબાદ શ્વાસ છોડીને નાભી ઉપરના ભાગ, પછી છાતીના ભાગ અને માથાને જમીન ઉપર ટેકવો તથા ડાબા ગાલને જમીન ઉપર લગાવીને શરીર ઢીલુ છોડી દો. થોડીવાર રોકાઓ અને ફરીથી આ ક્રિયાને કરો. આ પ્રકારે ભુજંગાસનને પહેલા 3 વાર કરો અને અભ્યાસ સંપૂર્ણ શીખી ગયા પછી 5 વાર કરો. આ આસન કરતા પહેલા માથાને પાછળ લઈ જઈ 2થી 3 સેકન્ડ સુધી રોકાઓ અને તેના અભ્યાસ પછી 10 થી 15 સેકન્ડ સુધી રોકાઓ.

સાવધાનીઓઃ- -હર્નિયાનો રોગ કે ગર્ભવતી સ્ત્રીઓએ આ આસન ન કરવું જોઈએ. તે સિવાય પેટ ઉપર ઘાવ પડેલ હોય, અંડકોષમાં વૃદ્ધિ થઈ રહી હોય, મેરૂદંડથી પીડિત હોવ કે અલ્સલ હોય તથા કોલાઈટિસવાળા રોગીઓને પણ આ આસન ન કરવું જોઈએ. આ આસન થોડું કઠિન છે આથી ઊતાવળ ન કરવી.


લાભ – - આ આસનથી કરોડરજ્જુના હાડકા સશક્ત થાય છે. અને પીઠમાં લચીલાપણું આવે છે. - આ આસન ફેફસાની શુદ્ધિ માટે પણ સારું છે. - જે લોકોને ગળાની ખરાબી રહે છે, દમ, જુની ખાંસી અથવા ફેફસા સંબંધી અન્ય કોઈ બીમારી હોય તો તેને આ આસન કરવું જોઈએ. - આ આસનથી પિતાશયની ક્રિયા શિલતા વધારે છે અને પાચન-પ્રણાલીની કોમળ પેશિઓ મજબૂત કરે છે. - તેનાથી પેટના ચરબી ઘટવામાં પણ મદદ મળે છે અને આયુષ્ય વધવાના કારણે પેટની નીચેના ભાગની પેશીઓ ઢીલી થવાથી રોકવામાં મદદ મળે છે. - તેનાથી હાથમાં શક્તિ મળે છે. પીઠમાં રહેલી ઈડા તથા પીંગળા નાડી પર સારો પ્રભાવ પડે છે. વિશેષ કરીને, મસ્તિષ્કથી નીકળારા જ્ઞાનતંતુને બળવાન બનાવે છે. યાદદાશ્ત વધે છે.
No comments:

Post a Comment