નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

વન ડે પિકનિક: લીલીછમ જગ્યાની મુલાકાત તમને ખૂશ કરી દેશે

પ્રવાસીઓમાં આમ તો જાંબુઘોડા અભયારણ્ય બહુ જાણીતું નામ નથી. પણ પ્રકૃતિપ્રેમીઓમાં પંચમહાલ જિલ્લામાં આવેલું આ નયનરમ્ય અભયારણ્ય હંમેશા આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. પવિત્ર યાત્રાધામ પાવાગઢની એકદમ નજીક આવેલું આ અભયારણ્ય 130 ચોરસ કિલોમિટરમાં ફેલાયેલું છે. 
વાંસ, મહુડો અને સાગ વગેરે પ્રકારના વૃક્ષોથી આ અભયારણ્ય ઘેરાયેલું છે. આ અભયારણ્યમાં દિપડા, રીંછ, નીલગાય, શિયાળ, જરખ વગેરે વન્ય પ્રજાતિઓ મોટી સંખ્યામાં વસે છે. અભ્યારણ્યમાં અનેક લાંબી પર્વતમાળાઓ હોવાથી ઘણા સ્થળોએ કેમ્પીંગનો લ્હાવો ઉઠાવી શકાય છે. આ ઉપરાંત બે સુંદર જળાશયો કડા ડેમ અને તરગોળ ડેમ પણ આવેલા છે. જંગલની વચ્ચે અસંખ્ય આદિવાસીઓની વસાહતો વસી રહી છે. 

ચોમાસામાં અહીંનો નજારો એકદમ રોમાંચક હોય છે. લીલાછમ પર્વતોમાંથી નીકળતું પાણી અહીંની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે. આ ઉપરાંત અભયારણ્યમાં ખાસ જોવાલાયક સ્થળોમાં ઝંડ હનુમાન અને હાથણી ધોધનો સમાવેશ થાય છે. હાથણી ધોધ ફક્ત ચોમાસમાં જ જીવંત થાય છે. ઝંડ હનુમાનનું અનેરું ધાર્મિક મહત્વ છે. ટેકરી પર પંદર ફૂટ ઊંચી હનુમાનની મૂર્તિના દર્શન કરવા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે.

અહીં એક ધાર્મિક માન્યતા પણ જોડાયેલી છે. એવું કહેવાય છે કે વનવાસ વખતે પાંડવો અહીં આવ્યા હતા. ભીમ હિડિમ્બા સાથે લગ્ન કરીને અહીં આવ્યો હતો. તેની નિશાનીરૂપ એક વિશાળ પથ્થરની ઘંટી હજુ પણ અહીં પડી છે. પાંચાલીની તરસ છિપાવવા અર્જુને જમીનમાં બાણ મારીને કાઢેલું પાણી આજે કૂવા સ્વરૂપે રહીને ઝરણાં રૂપે વહી રહ્યું છે.

હાલ આ અભયારણ્ય વિકસી રહ્યું હોવાથી કોઈ પ્રતિબંધિત વિસ્તાર નથી, પરંતુ હિંસક પશુઓના કારણે રાત્રી દરમિયાન અહીંનો પ્રવાસ કરવો હિતાવહ નથી. ખાનગી વાહન દ્વારા પણ અંદર જઈ શકાય છે. અભયારણ્યમાં વન વિભાગના બે રિસોર્ટ ભાટ ઇકો ટુરિઝમ-શિવરાજપુર અને ધનપુરી ઇકો ટુરિઝમ-કડા આવેલા છે. આ ઉપરાંત ત્રણ-ચાર ખાનગી રિસોર્ટ પણ છે.


કેવી રીતે પહોંચશો? આ અભયારણ્યની મુલાકાત લેવાના મુખ્ય બે રસ્તા છે. એક રસ્તો વડોદરાથી પાવાગઢ અને ત્યાંથી જાંબુઘોડા જઈ શકાય છે. વડોદરાથી પાવાગઢ 50 કિલોમિટર અને ત્યાંથી જાંબુઘોડા 20 કિલોમિટર દૂર છે. બીજો રસ્તો વડોદરાથી છોટાઉદેપુર જતી વખતે વચ્ચે 50 કિલોમિટર દૂર બોડેલી ગામ આવે છે, અહીંથી 12 કિલોમિટર જાવ એટલે જાંબુઘાડો આવે છે.









Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી