Posts

Showing posts from March, 2011

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

હાર્ટશેપની યુએસપી મેમરી કી કે ડાયમંડ માઉસ?

Image
ફેશન સાથે કદમ મિલાવીને ચાલનારી યુવતીઓ ફકત કપડાં અને એસેસરી સુધી અટકી જતી નથી. જે ગેઝેટ અને ગિÍમોઝનો તે ઉપયોગ કરી રહી છે તેની પસંદગીની બાબતમાં પણ તે ખૂબ જ ધ્યાન રાખતી હોય છે. તેમના કેટલાક વચ્યુંઅલ અને ફિઝિકલ ગેઝેટ અંગે થોડું જાણીએ... સ્વારોસ્કી હાર્ટવેર યુએસબી મેમરી કી યુએસબી મેમરી કીને જો સુંદર અને આકર્ષક હાર્ટ શેપ આપી દેવામાં આવે તો તેને ખરીદવા તમે જરૂર પ્રેરાશો. સાથે જ તમે તમારી કોઈ મિત્રને પણ ગિફ્ટ આપી શકો છો. વર્કપ્લેસ પર તે શાનદાર સ્ટાઈલ સ્ટેટમેન્ટ બની શકે છે. આ હાર્ટનો એક ભાગ સ્ટેઈનલેસ સ્ટીલનો છે જેમાં યુએસબી કનેકટર ફિટ કરેલું છે. તેનો બીજો ભાગ એસિમિટ્રિકલ કટના સિલ્વર શેડ ક્રિસ્ટલનો છે. તેની યુએસબી મેમરી સ્ટિક હાઈસ્પીડ છે અને તેની કેપેસિટી 1 જીબીની છે. તેમાં 250ગીત અને એક હજાર ફોટોનો સંગ્રહ કરી શકાય છે. એપલ ટેબલેટ આ આઈપેડનું વજન સૌથી ઓછું છે અને તેની જાડાઈ 13.4 મિમી છે. તેનો સ્ક્રીન 9.7 ઇંચનો છે. તમે તેનો કોઈ પણ જગ્યાએ ઉપયોગ કરી શકો છો. તેના આકારમાં આપવામાં આવેલો હલકો વળાંક તેને પકડવામાં સુવિધાજનક બનાવે છે. એપલના આ ટેબલેટમાં ન્યૂયોર્ક ટાઈમ્સ, વોગ અને જીકયુમાંથી કન્ટેન્ટ પણ મ

લકઝરી અને સ્ટાઈલનો સંગમ એટલે ઔડી

Image
દેશમાં સસ્તી કારોની જેટલી માંગ છે એટલી જ મોંઘી અને લકઝરી કારની પણ વધી રહી છે. ભારતીમાં જે રીતે લોકોની આવકમાં વધારો થઈ રહ્યો છે, તેટલી ઝડપથી ખર્ચ કરવાની ક્ષમતામાં પણ વધારો થઈ રહ્યો છે. આ જોઈને જ દુનિયાની અનેક દિગ્ગજ કાર નિર્માતા કંપનીઓ ભારતમાં પોતાની કારના મોડેલ રજુ કરવા માટે આતુર છે. ભારતમાં લકઝરી કારની વધતી જતી માગને જોઈને જર્મનીની કાર નિર્માતા કંપની ઔડી એક પછી એક કાર બજારમાં રજૂ કરવાની છે. ઔડી-8 વી10 અને ઔડી એ-8એલ ઉતાર્યા બાદ હવે કંપની ટુંક સમયમાં જ બીજા બે નવા મોડેલ લોન્ચ કરવાની છે. કંપની મે-જૂનમાં એ-7 લોન્ચ કરી શકે છે અને આવતા વર્ષે માર્ચ પહેલાં તે એ-6 લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. થોડા દિવસો અગાઉ લોન્ચ કરાયેલી ઔડી એ-૮એલ કંપનીની સૌથી મોંઘી કારોમાંની એક છે. તેની કિંમતની વાત કરીએ તો તેની એક્સ શોરૂમ કિંમત 90 લાખ 98 હજાર છે. ભારતીય બજારમાં પોતાની ભાગીદારી વધારવા માટે ઔડી એક પછી એક અનેક મોડેલ લોન્ચ કરી રહી છે. વર્તમાન મોડેલ ઔડી ભારતમાં એ-4, એ-6 અને હવે એ-8 મોડેલ વેચી રહી છે. તેની સાથે જ અહીં ક્યુ-5 અને ક્યુ-7 એસયુવી જેવા મોડેલ પણ વેચાણ માટે બજારમાં રજૂ કરાયા છે. ઔડી આર-8વી 10: ઔડીએ

25 કિમીની માઇલેજ આપતી નવી ઇન્ડિકા

Image
ટાટાની નવી કાર ઇન્ડિકા જૂની ઇન્ડિકા કરતાં ઘણી સારી છે. ટાટા મોટર્સે દિલ્હીમાં તેનું નવું મોડલ ઇન્ડિકા ઇ-વી-2ને ઉતારી દીધી છે. આ નવા મોડલમાં જૂની ઇન્ડિકાથી 32 ટકા વધુ તાકાત છે, જ્યારે આ ઇન્ડિકા જૂનાની સરખામણીમાં 38 ટકા ઇંધણની બચત પણ કરે છે. કંપનીના મતે નવી ઇન્ડિકા 25 કિલોમીટર પ્રતિલિટરની માઇલેજ આપે છે, જે આ સેગમેન્ટથી સૌથી વધુ છે. આ સેગમેન્ટની બીજીકારોની માઇલેજ 17-20 કિલોમીટર પ્રતિલિટર છે. કંપનીએ આ કારનું વજન ઘટાડયું છે જેનાથી કારના વાઇબ્રેશન પૂરી રીતે ખત્મ થઇ ગયા છે. આ કારમાં સીઆર ફોર સિલિન્ડર કોમન રેલ ડિઝલ એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કંપનીએ આ વખતે એન્જિનને સારી રીતે ટ્યૂન કર્યું છે, જેની તેની રનિંગ ક્ષમતા પર અસર પડશે. ઇન્ડિકા ઇવી-2 એક્સ શોરૂમ કિંમત 3.99 લાખ રૂપિયા છે. આ કાર કેટલાંય રંગોમાં ઉપલબ્ધ છે.

હવે બીએમડબ્લ્યુ ઈકો ફ્રેન્ડલીકાર લાવશે

Image
લકઝરી કાર નિર્માતા કંપની બીએમડબ્લ્યુ પણ હવે ઈકો ફ્રેન્ડલી કાર મોડેલ લાવશે. કંપની હાલ તેના બે મોડેલ બજારમાં લોન્ચ કરવાનું વિચારી રહી છે. તેમાંથી પહેલું મોડેલ બીએમડબ્લ્યુ આઈ૩ હશે. આ નાના કદની કાર હશે. તેની બોડીમાં મોટાભાગે પ્લાસ્ટિકનો જ ઉપયોગ થયેલો હશે. પહેલાં તેના મેગાસિટી વ્હીકલ તરીકે ઓળખવામાં આવતી હતી. બીજું મોડેલ આઈ-૮ નામથી બજારમાં આવશે. આ ઈલેક્ટ્રિક કાર સ્પોર્ટ્સ લૂકની હશે. બીએમડબ્લ્યુની આ જાહેરાતને પોર્શ અને રોલ્સ રોયઝની ટક્કરની દ્રષ્ટિએ જોવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે આ બંને કંપનીએ પણ ટૂંક સમયમાં આ પ્રકારના મોડેલ બજારમાં લાવવાની જાહેરાત કરી છે.

રોબોટ બાળકોને ભણાવશે

Image
રોબોટ અને બાળકોને સાંકળતા નવા અભ્યાસે સૂચવ્યું છે કે એક દિવસ રોબોટ કલાસરૂમમાં બાળકોને ભણાવવામાં મદદ કરશે. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા (યુસી), સાન ડિયોગોના સંશોધકોએ વિકસાવેલો રોબોટ એવું દર્શાવી ચૂકયો છે કે બાળકો કેટલી સારી રીતે શબ્દો શીખી શકે છે તેમાં તે નોંધપાત્ર સુધારો કરી શકે છે. ‘લાઈવ સાયન્સ’ના અહેવાલ અનુસાર સંશોધકો હવે આ રોબોટની નવી આવૃત્તિ વિકસાવી રહ્યા છે, જે કલાસરૂમમાં ફરી શકશે તેવું તેઓનું કહેવું છે. યુસીના મશીન પર્સેપ્શન લેબોરેટરીના ડિરેક્ટર જેવિયર મોવેલન જ્યારે રોબોટને લગતા સંશોધન માટે જાપાનમાં હતા અને તેમનાં બાળકો ચાઈલ્ડ કેર સેન્ટરમાં હતાં ત્યારે તેમને રુબી નામનો રોબોટ બનાવવાનો આઇડિયા આવ્યો હતો. મોવેલન અને તેમના સાથીઓએ ૨૦૦૪માં રુબી પર કામ કરવાનું શરૂ કર્યું હતું. તે લગભગ ૨.૫ ફીટ ઊંચો, બાળકોનાં કદ જેટલો જ છે અને તે ઓછો ડરામણો છે તથા વાતચીત સુધારે છે. રુબીની છાતીમાં વીડિયો સ્ક્રીન છે અને તેના માથામાં કેમેરા, માઈક્રોફોન, ઓડિયો સ્પીકર્સ તથા પ્લાસ્ટિકની વિશાળ આંખો છે. સંશોધકોએ ૧૮ થી ૨૪ મહિનાનાં નવજાત બાળકો સાથે કામ કરી શકે તેવો રુબી રોબોટ બનાવ્યો હતો. પરંતુ પહેલા જ પ્રયોગમા

ગમે તે બાજુ ફરશે આ કમ્પ્યૂટર!

Image
ગ્રાહકોને આકર્ષવા માટે કમ્પ્યૂટર બનાવનારી કંપનીઓ પણ હવે નવા-નવા પ્રયોગો હાથ ધરી છે. કમ્પ્યૂટર બનાવનારી જાણીતી કંપની એચપી ટૂંક સમયમાં એક એવુ કમ્પ્યૂટર બજારમાં ઉતારવાની તૈયારીમાં છે, જે સરળતાથી કોઈ પણ બાજુએ ફેરવી શકાશે. એચપીના આ કમ્પ્યૂટરની સ્ક્રીન જમીન તરફ છેક સુધી નમી જવામાં પણ સક્ષમ રહેશે. રિટેલ, હોટલ અને વેપાર જગતના ગ્રાહકોમાં આ પ્રકારના કમ્પ્યૂટરની માંગ રહે છે. એચપીને એપ્પલના આઈપેડથી પડકારો મળી રહ્યાં છે. હોટલ કારોબારી, કાર ડીલર્સ અને અન્ય ઑનલાઇન સૂચનાઓનો ઉપયોગ કરનારા ગ્રાહકો આઈપેડને વધારે મહત્વ આપી રહ્યાં છે. એચપી પોતાના ટચસ્માર્ટ ગેજેટ્સની શ્રૃંખલામાં આ કમ્પ્યૂટર 58 સેન્ટીમીટરના ટચ સ્ક્રીન સાથે ઉતરશે. આ કમ્પ્યૂટર 60 ડિગ્રીના કોણથી નમવા પણ સક્ષમ રહેશે. આ કમ્પ્યૂટરના બે વર્ઝન ઉતારવામાં આવશે, જે વિન્ડોઝ 7 ઉપર સંચાલિત રહેશે. ઓછામાં ઓછી 899 ડૉલર એટલે કે R 40700 આસપાસની કિંમત વાળુ આ કમ્પ્યૂટર આ સપ્તાહના અંત સુધીમાં બજારમાં ઉતારવામાં આવશે.

મહિલા રોબોટનું સર્જન

Image
જર્મન વિજ્ઞાનીઓએ મહિલા રોબોટ રજુ કર્યો છે. તેઓનો દાવો છે કે તેના મોડેલ જેવા દેખાવ છતાં તે ફેક્ટરીમાં કામ કરવા માટે શ્રેષ્ઠપણે અનુકૂળ છે.અદ્ભુત અને હાઈટેક આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સ લાઈટવેઈટ એન્ડ્રોઈડ (એઈલા) રોબોટ માત્ર હરી-ફરી શકતો નથી, પરંતુ તે જાતે વિચારી અને ભારે વસ્તુઓ ઊંચકી શકે છે. ફેમબોટ (મહિલા રોબોટ) તરીકે ઓળખાતા આ અત્યંત પોતાળા એઈલા રોબોટને જર્મનીમાં સીબિટ ટેક્નોલોજી મેળામાં રજુ કરવામાં આવ્યો હતો. એઈલા લેઝર રેન્જ ફાઈન્ડર્સનો ઉપયોગ કરે છે, જે સપાટીઓ પર લેઝર ફેંકે છે અને તે તેને હરવા-ફરવામાં મદદ કરે છે. તેના માથામાં કેમેરા લગાવાયા છે, જેથી તેની આસપાસ શું ચાલી રહ્યું છે તે એઈલા જોઈ શકતી હોવાનું વિજ્ઞાનીઓનું કહેવું છે. તે રેડિયો તરંગોને સ્કેન કરીને પૈંડા પર ફરે છે, જેનાથી તેને ખબર પડે છે કે તેણે જે વસ્તુઓ લઈ જવાની છે તે નાજુક કે ભારે છે અને તેણે આ વસ્તુઓ ક્યાં પહોંચાડવાની છે.

હવે ગભૉશયનું પ્રત્યારોપણ થશે

વિજ્ઞાનીઓએ મહિલાઓમાં ગભૉશય પ્રત્યારોપણ કરવામાં સફળતા હાંસલ કરી છે. જે મહિલાઓમાં જન્મથી ગભૉશય નથી અથવા કોઇ રોગને કારણે ગભૉશય કાઢી નાખવું પડ્યું છે, એવી મહિલાઓ માટે આ ટેક્નિક આશાનું કિરણ છે. આ સંશોધન જર્નલ ઓફ ઓબ્સ્ટેટ્રિકસ એન્ડ ગાયનોકોલોજીમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. સ્વિડનના ગોટનબર્ગ વિશ્વવિદ્યાલયના પ્રોફેસર અને ટીમનું નેતૃત્વ કરી રહેલા મેટ્સ બ્રેનસ્ટ્રોમે ઉંદરો, ઘેટાં અને ડુક્કરોમાં સફળ પ્રત્યારોપણ કર્યા બાદ માનવીઓમાં તેની સફળતાનો દાવો કર્યો છે. વર્ષ ૨૦૦૦માં સાઉદી અરેબિયામાં મહિલામાં પ્રથમ ગભૉશય પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતું, પરંતુ તે નિષ્ફળ નીવડ્યું હતું.બ્રેનસ્ટ્રોમે જણાવ્યું કે, આગામી વર્ષ સુધીમાં વિશ્વના ૧૦માંથી ૧હોસ્પિટલમાં ગભૉશય પ્રત્યારોપણ કરી શકાશે, પરંતુ આ પ્રત્યારોપણ અસ્થાયી હશે, કારણ કે એક કે બે વાર ગર્ભધારણ કર્યા પછી તેને શરીરમાંથી કાઢી નાખવું પડશે.

માનવોમાં પ્રાણીઓનાં અંગો વપરાશે

Image
ચીની સંશોધકો જિનેટિક રીતે સુધારેલાં ડુક્કરોનાં અંગોને માનવોમાં ટ્રાન્સપ્લાન્ટ કરવાના પ્રયોગો હાથ ધરવાની યોજના બનાવી રહ્યા છે.જિયાંગ્સુ પ્રાંતની નાન્જિંગ મેડિકલ યુનિવર્સિટીના સંશોધકોએ જણાવ્યું હતું કે, ડુક્કરોના અંગોનો બે-ત્રણ વર્ષમાં ક્લિનિકલ ટ્રાયલ્સમાં ઉપયોગ કરાશે, જેનો આધાર અંગોના પ્રકાર પર હશે તેવું ‘ગ્લોબલ ટાઇમ્સ’ના અહેવાલમાં જણાવાયું છે. તેઓએ એવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, જિનેટિક રીતે સુધારેલાં ડુક્કરો માનવ શરીરોમાં પ્રત્યારોપણ માટે ખૂબ જરૂરી અંગો પૂરાં પાડશે. પ્રોજેક્ટના મુખ્ય સંશોધક દાઈ યિફાને કહ્યું હતું, ‘અમે સંભવત: બે વર્ષમાં સૌથી પહેલા ડુક્કરના કોર્નિયા અને ત્વચાને ક્લિનિકલ ટેસ્ટમાં લેવાની આશા રાખીએ છીએ. હૃદય, કિડની અને લિવર જેવાં મુખ્ય અવયવોના ટેસ્ટમાં પાંચ વર્ષ લાગી શકે છે.’ દાઈએ જણાવ્યું હતું કે ડુક્કરના અવયવોમાં જિનેટિક રીતે ફેરફારો કરાશે, જેથી તે માનવ શરીરને અનુરૂપ બને. ડુક્કરનાં અંગોને બેકટેરિયા કે વાઈરસથી મુક્ત રાખવા ચુસ્ત આરોગ્યપ્રદ નિરીક્ષણ કરશે. બિજિંગ સ્થિત ચાઇના-જાપાન ફ્રેન્ડશિપ હોસ્પિટલ્સની ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્લિનિકલ મેડિસિનના ડાયરેક્ટર લુ જિનિંગે દાઈન

કેવો હશે મેકઅપ કરી આપતો આ કેમેરા?

Image
ફોટો પડાવવા માટે તમે ચહેરા પર મેકઅપ લગાડો છો જેથી ફોટોગ્રાફ્સમાં તમે સુંદર દેખાઓ. જો કે હવે ફોટો પડાવતા પહેલા તમારે મેકઅપની માથાકૂટ નહીં કરવી પડે કારણ કે જાપાનની એક કંપનીએ એવો કેમેરો લોન્ચ કર્યો છે જે પોતે જ તમારા ચહેરાને ચમકાવી દેશે. આ કેમેરાની ખાસિયત એ છે કે તેના દ્વારા લેવામાં આવેલા ફોટામાં વ્યક્તિના દાંતને સફેદ બનાવી શકાય છે અને ચહેરા પર નિખાર લાવીને કરચલીઓને ઓછી કરી શકાય છે. આ કેમેરામાં એરબ્રશિંગ સોફ્ટવેર, 16 એમપી સેન્સર અને 3 ઈંચની ટચ સ્ક્રિન છે. આ કેમેરા પેનાસોનિક કંપનીનો છે. આ કેમેરામાં એક બ્યુટિ કરેક્શન મોડ છે જેના દ્વારા ખેંચાયેલા ફોટોગ્રાફ્સમાં સુધારો કરી શકાય છે. લોકો આ કેમેરો ખરીદવા માટે ઘણા ઉત્સાહિત છે.

BMWની આ સાઈકલ છે અનોખી

Image
જી હાં વાચકમિત્રો, લક્ઝૂરિઅસ કાર નિર્માતા કંપની બીએમડબલ્યુએ હવે સાઇકલ બનાવવાનું પણ શરૂ કરી દીધું છે. ખાસ વાત તો એ છે કે આ સાઇકલનું વજન સવા સાત કિલો છે, અને તેને બનાવવામાં બીએમડબલ્યૂના એન્જીનિયરોએ રાત-દિવસ એક કરી દીધા છે. કંપનીએ આ સાઇકલ કાર્બન ફાઇબરથી તૈયાર કરી છે, અને એટલા માટે જ તે અલ્ટ્રા સ્લિમ છે, અને તે જોવામાં અનોખી જ લાગે છે. પરંતુ વજનમાં હલ્કી હોવાનો અર્થ એમ નથી કે તે વધારે વજન નથી ઉંચકી શકતી. આ સાઇકલ 80 કિલો સુધીનું વજન ઉંચકી શકે છે. કાર્બન ફાઇબરથી બનવાથી ફાયદો એ રહેશે કે સાઇકલમાં તેના સ્પર્ધકો નહીં હોય. બીએમડબલ્યૂની પરંપરા પ્રમાણે આ સાઇકલને ખાસ્સી રંગ બેરંગી બનાવવામાં આવી છે. તેની રિંગ પણ કલરફુલ રહેશે. તેના બ્રેક જબર્દસ્ત છે અને તેમાં ગિઅર પણ આપવામાં આવ્યા છે, જેનાથી સાઇકલ ચલાવનાર પોતાની સ્પીડ વધારી શકે છે. આ સાઇકલ જૂનથી બીએમડબલ્યૂના પસંદગીના ડિલરોને ત્યાં મળવા લાગશે. પરંતુ કંપનીએ તેની કિંમતોનો ખુલાસો નથી કર્યો. આમ છતા આ સાઇકલ લાખોમાં એક હશે એવો અંદાજો લગાવામાં આવ્યો છે.

યુવરાજ સિંહ બન્યો એડ વર્લ્ડનો હીરો

Image
ભારત-પાકિસ્તાનની વચ્ચે હાઇ વોલ્ટેજ મેચમાં યુવરાજ સિંહે ભલે રન ન બનાવ્યા, પણ તેમની બોલિંગ અને ફિલ્ડિંગે ફરીથી કંપનીઓને ફેવરિટ બનાવી દીધા છે. એક બ્રાન્ડના રૂપમાં તેમની ઓળખ પહેલેથી જ હતી, પરંતુ હવે તેઓ ધોની અને સચિનની બાદ સૌથી ફેવરિટ છે. હાલમાં કંપનીઓ યુવરાજ સમયની ઘણી માંગ કરી રહ્યું છે કારણ કે ધોની અને સચિન એટલી બ્રાન્ડમાં અંડોર્સમેન્ટ કરે છે કે લોકોને યાદ પણ નથી કે કોણ કંઇ બ્રાન્ડનું સમર્થક છે. ધોની હાલમાં ઓછામાં ઓછી 20 બ્રાન્ડ સાથે જોડાયેલ છે અને આ જ સ્થિતિ સચિનની છે. એવામાં કંપનીઓ માટે ચોઇસ ઓછી છે અને યુવરાજ તથા ઝાહિર પર વધુ ધ્યાન આપી રહ્યા છે. યુવરાજની ઉંમર ઓછી હોવાનો પણ તેમણે ફાયદો છે. માર્કેટિંગ કંપની ક્વાનનાઅનિર્બાન દાસનું કહેવું છે કે તેના હાલના પ્રર્દશનથી યુવરાજની માંગ ઘણી વધી ગઇ છે અને બ્રાન્ડ બજારમાં તેમની માંગ વધી જશે. યુવરાજ હાલ રેનબક્સીના રિવાઇટલ, અવીવા,પેપ્સી, રીબૉક વગેરેની એડ કરી રહ્યા છે. આવું જ કંઇક માનવું છે મૈક્કાન એરિકસનના જિતંદર ડબાસનું. તેઓ કહે છે કે યુવરાજમાં બહુ સુધારો આવ્યો છે અને તેઓ આગલી પેઢીમાં ગયા છે. વર્લ્ડ કપનો સૌથી વધુ ફાયદો તેમણે જ થશે. દર્શકોમાં તેન

મની મેનેજમેન્ટ અનેક વખત મોટાની સાથે જ બાળકો માટે પણ મુશ્કેલી બની જતું હોય છે પરંતુ જો સમજદારી સાથે આ વાતને શિખવાડમાં આવે તો નુકસાન ભોગવવાનો વારો આવતો નથી.

Image
અમેરિકાની શાળઓમાં એક મોટી સમસ્યા આવી ગઈ છે. કો એજ્યુકેશન સ્કૂલમાં ભણતા છોકરા છોકરીઓની શિક્ષાનું સ્તર નીચે જઈ રહ્યું છે. એટલું જ નહીં આની અસર તેમના સ્વાસ્થ્ય પર પણ પડી રહી છે. શિક્ષાની જૂની પદ્ધતિને પાછી લાવવા માટે કવાયત કરી રહ્યા છે. તેઓનું કહેવું છે કે અભ્યાસ દરમિયાન છોકરા છોકરીઓને અલગ અલગ રાખવાથી શિક્ષણમાં ઘણો બદલાવ આવ્યો છે. પ્રયોગાત્મક રીતે અમેરિકાની કેન્સાસ સિટીની ત્રણ સ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચેના દુર્વ્યવહારને દૂર કરવા માટે છોકરા છોકરીઓને અલગ અલગ લંચ આપવાનું શરૂ કરવામાં આવ્યું. ત્યાર બાદ તેમની ખાવાની આદતોમાં સુધાર જોવા મળ્યું. પ્લેઝન્ટ વેલી મિડલ સ્કૂલના મુખ્ય અધ્યાપક માઈકલ આર્કિબેકનું કહેવું છે કે આ પદ્ધતિ છોકરીઓને બહુ ગમી રહી છે કારણ કે તેમણે લંચ દરમિયાન છોકરાઓને પ્રભાવિત નથી કરવા પડતા અને તેઓ પોતાના માટે વધુ સમય ફાળવી શકે છે. સાથે જ છોકરાઓ દ્વારા છેડછાડના કિસ્સાઓ પણ ઘટી રહ્યા છે.

બાળકને શિખવાડો ખિસ્સાખર્ચની જવાબદારી

Image
મની મેનેજમેન્ટ અનેક વખત મોટાની સાથે જ બાળકો માટે પણ મુશ્કેલી બની જતું હોય છે પરંતુ જો સમજદારી સાથે આ વાતને શિખવાડમાં આવે તો નુકસાન ભોગવવાનો વારો આવતો નથી. ખિસ્સાખર્ચ અંગે નિષ્ણાતો જુદો-જુદો મત ધરાવે છે, જેમકે બાળકોને ખિસ્સાખર્ચ આપવો જોઈએ કે નહીં, ક્યારે અને કેટલો આપવો જોઈએ વગેરે વગેરે. કેટલાક વાલીઓ એવું માને છે કે બાળકોને ખિસ્સાખર્ચ ન આપવો જોઈએ તો વળી કેટલાક એવું માને છે કે બાળકોને યોગ્ય દિશાનિર્દેશ દ્વારા પૈસાનું મહત્વ અને તેનો સાચો ઉપયોગ શિખવાડી શકાય છે. ક્યારે અને કેટલો ખિસ્સાખર્ચ બાળકો જ્યારે ઘરની બાહાર થોડો સમય પસાર કરવા લાગે, જેમકે ટ્યુશન કલાસ, સ્પોર્ટ્સ એક્ટિવિટી વગેરે તો તેમને ખિસ્સાખર્ચ આપવો જોઈએ. સમયાનુસાર તેમાં વધારો પણ કરતાં રહેવું જોઈએ. સાઈકોલોજિસ્ટ ડૉ.. રીના રાજપૂત જણાવે છે કે, 8-10 વર્ષનાં બાળકોને ખિસ્સાખર્ચ આપવો ઉચિત નથી. આપણે તેમને જવાબદારી શિખવાડવા માગતા હોઈએ છીએ પરંતુ બાળક પોતાનો ખર્ચ કરતાં શીખે છે. ટીનએજ બાળકે જવાબદારી અને પોતાના પર ખર્ચનું સંતુલન રાખવું જરૂરી છે. ખિસ્સાખર્ચ આપવાથી બજેટિંગ શીખવાની સાથે બજારથી પણ તેઓ વાકેફ બનશે. પોકેટ મની આપતાં પહેલા - ખિસ્સાખર્

સાચે જ લાઈફ બચાવે છે આ લાઈફ મોબાઈલ

Image
  ઈપીઆઈ લાઈફ મોબાઈલ એ મોબાઈલની દુનિયામાં કોઈ ક્રાન્તિ કરતા ઓછો નથી. આ મોબાઈલ તમારા હૃદયના ધબકારા માપીને તમારા હૃદયની સ્થિતિ જાણી લેશે અને જરૂર પડ્યે એમ્બ્યુલન્સ પમ બોલાવી દેશે. સાથે જ તમને ફોન કરીને સાવધાન પણ કરી દેશે. આ ફોનમાં એક મિની ઈલેક્ટ્રોકાર્ડિયોગ્રામ લગાડેલું છે. સિંગાપોરમાં બનેલો આ ફોન એ સમયે પલ્સની રીડિંગ લે છએ જ્યારે તમે તેના રિસેપ્ટર પર આંગળીઓ રાખો છો. ત્યારબાદ તે 24 કલાક સક્રિય રહેતા મેડિકલ કોલ સેન્ટરને મોકલે છે. બાર્સિલોનામાં મોબાઈલ ઈન્ડસ્ટ્રીની વાર્ષિક કોન્ફરન્સમાં ઈપીઆઈના મેડિકલ ચીફ ડો. ચાઉ યૂ-જિનનું કહેવું છે કે આને એક મોબાઈલ ફોન તરીકે તો વાપરી જ શકાય છે પણ જરૂર પડ્યે તમે પોતાના ઈસીજી પણ ટ્રાન્સફર કરી શકો છો. જો તમારું ઈસીજી નોર્મલ હોય તો તમને એસએમએસ દ્વારા જવાબ મળી જશે અને રિપોર્ટ ખરાબ હશે તો તમને ફોન કરીને જણાવવામાં આવશે કે તમારા માટે એમ્બ્યુલન્સ મોકલી દેવામાં આવ્યું છે. એક ઈપીઆઈ લાઈફ ફોનની કીંમત લગભગ 30 હજાર રૂપિયાની આસપાસ છે જે અન્ય સ્માર્ટફોનની કીંમત જેટલી જ છે. 2010થી અત્યાર સુધી લગભગ 2000 લોકો આ ફોનનો વપરાશ કરી રહ્યા છે. આનો ઉપયોગ કરતા લોકોમાં મોટાભાગના લ

1 લિટર ડીઝલમાં 21.5 કિલોમીટર ચાલતી કાર

Image
મોટે ભાગે માનવામાં આવે છે કે સેડાન કારોની એવરેજ કઈ સારી નથી હોતી. પરંતુ મારૂતિ કંપનીએ હવે આ કેટેગરીમાં પણ સારા વિકલ્પો ઉપલબ્ધ કરાવી દીધા છે. મારૂતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડે ભારતીય બજારમાં પોતાની પૉપ્યુલર કાર એસએક્સ 4નું ડીઝલ વર્ઝન ઉતારી દીધું છે. કંપનીનો દાવો છે કે આ કાર એક લીટર ડીઝલમાં 21.5 કિલોમીટરનું અંતર કાપી લેશે. ડીઝલ એસએક્સ 4ને લૉન્ચ કરતા સમયે કંપનીના સંચાલકીય નિર્દેશક તેમજ સીઈઓ શિંજો નાકાનિશીએ કહ્યું હતુ કે દમદાર ડીઝલ એન્જીનથી સજ્જ એસએક્સ 4, A3 સેગ્મેન્ટમાં સૌથી આકર્ષક કારોમાંથી એક છે. ડીઝલ એસેએક્સ 4ના બે વેરિએન્ટ્સને બજારોમાં ઉતારવામાં આવી છે. દિલ્હીમાં તેના વીડીઆઈ મૉડેલની કિંમત 7.74 લાખ રૂપિયા અને જેડડીઆઈ મૉડલની કિંમત 8.62 લાખ રૂપિયામાં રાખવામાં આવી છે. ડીઝલ કારોની કેટેગરીમાં મારૂતિ સ્વિફ્ટ અને સ્વિફ્ટ ડિઝાયરને પણ ભારતીય ગ્રાહકોને ખાસ્સી પંસદ આવી છે. હવે જોવુ તે રહેશે કે ડીઝલ એસએક્સ 4ને લઈને ગ્રાહકોનું શું માનવુ રહેશે.

નજીકના નોકિયા સ્ટોર પરથી રૂપિયા ૩૦૦૦ આપીને બુકિંગ કરાવી શકો છો

સેમસંગે ઓછી કિંમતના ૩-ડી ટીવી બજારમાં લોન્ચ કરવાની યોજના ઘડી કાઢી છે. વધારે ભાવના કારણે હાલમાં ૩-ડી ટીવી ગ્રાહકોમાં ખાસ લોકપ્રિયતા મેળવી શક્યા નથી. આ કારણે જ કંપનીએ સસ્તા ૩-ડી ટીવી લાવવાનો વિચાર કર્યો છે. સેમસંગ આ વર્ષે પોતાના સાત મોડેલમાં આ ટેક્નોલોજી લઈને આવશે. કંપનીએ હાલમાં તો ટીવીના ભાવોનો ખુલાસો નથી કર્યો. સેમસંગના ડિઝિટલ મીડિયા ડિવિઝનના વાઈસ પ્રેસિડેન્ટ લી. કિયુંગે જણાવ્યું હતું કે ૩-ડી ટીવીની માંગ ઘણી છે પરંતુ વધારે કિંમતના કારણે લોકો લેતા અચકાય છે.  ૩-ડી ટીવી જોવા માટે ખાસ ચશ્માંની પણ જરૂર પડે છે.

નોકિયા ઈ-૭ હવે ઓર્ડર પ્રમાણે મળશે

નોકિયાએ જાહેરાત કરી છે કે તેમનો ઈ-૭ બિઝનેસ સ્માર્ટફોન હવે ઓર્ડર આપવાથી મળી શકશે. તેનો ઓર્ડર આપવા માટે નોકિયાની વેબસાઈટ પર લોગઓન કરી ફોર્મ ભરી શકાય છે. ઈ-૭ ફોનની કિંમત ૩૫,૦૧૯ રૂપિયા રાખવામાં આવી છે. આ સ્માર્ટફોન આકર્ષક ડાર્ક ગ્રે અને સિલ્વર વ્હાઈટ રંગમાં ઉપલબ્ધ છે. આ ફોનની ચાર ઈંચની સ્ક્રીન રક આસાનીથી ટાઈપ પણ કરી શકાય છે. આ ઉપરાંત તેમાં ચાર લાઈનનું કીપેડ પણ લાગેલું છે. તેમાં ૮ મેગાપિકસેલનો કેમેરો અને ડ્યૂઅલ એઈડી ફ્લેશ છે. ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ આપ નજીકના નોકિયા સ્ટોર પરથી રૂપિયા ૩૦૦૦ આપીને બુકિંગ કરાવી શકો છો.

માઇક્રોસોફ્ટનું ક્લાઉડ કનેક્ટ ટૂલબાર

આ ટૂલબારને એમએસ વર્ડ, પાવર પોઇન્ટ અથવા એક્સલમાં ઇનબિલ્ડ કરવામાં આવ્યું છે. જેની મદદથી ફાઇલને વારંવાર સેવ કરવાની ઝંઝટમાંથી મુક્તિ મળી જશે. માઇક્રોસોફ્ટ વર્ડ પર કામ કરવા માટે તમે જ્યારે પણ કોઇ નવી ફાઇલ ખોલો છો તો તેને એક નવું નામ આપી સેવ કરવી પડે છે. ત્યાર બાદ પણ થોડી થોડી સેકન્ડ અને મિનિટે કંન્ટ્રોલ એસ આપીને તે ફાઇલને સેવ કરતા રહેવું પડે છે. આ દરમિયાન જો અચાનક વીજળી જતી રહે તો કમ્પ્યૂટર બંધ થઇ જાય છે અને લખેલી બધી મહેનત પર પાણી ફરી વળે છે. હવે ગુગલની એક નવી એપ્લિકેશનની મદદથી તમારી મહેનત પર પાણી નહીં ફરી વળે. આ માટે ગુગલે માઇક્રોસોફ્ટ એપ્લિકેશન માટે એક ખાસ પ્રકારનું ક્લાઉજ કનેક્ટ ટૂલબાર લોંન્ચ કર્યું છે. આ ટૂલબારને એમએસ વર્ડ, પાવર પોઇન્ટ અથવા એક્સેસમાં ઇનબિલ્ડ કરવામાં આવ્યું છે. જેની મદદથી ફાઇલને વારંવાર સેવ કરવાની જરૂરિયાત રહેતી નથી. આ ટૂલબાર ફ્રીમાં ડાઉનલોડ કરી શકાશે. આ ટૂલબારની મદદથી યુઝર દુનિયાભરમાં ક્યાંય પણ કોઇ પણ જગ્યાએથી કોઇ પણ મશીનમાં સીધી રીતે એમએસ ઓફિસના ડેટાને ગુગલના સર્વરમાં સેવ કરી શકે છે. એમએસ ઓફિસમાં ક્લાઉડ કનેક્ટ ટૂલબાર સ્થાપિત કરવાની આ રણનીતિ ગુગલ માટે ઘણી ફાયદાકારક

તમે ફેસબુક પર કેટલા ફોટા અપલોડ કરો છો?

ફેસબુક પર તમારા કેટલા ફોટા તમે અપલોડ કરીને રાખ્યા છે? વેલ, આમ તો તેનાથી કંઈ ફર્ક નથી પડતો કે તમે કેટલા ફોટા રાખો છો પણ હાલમાં જ થયેલા એક અભ્યાસમાં નવી વાત જાણવા મળી છે. આ અભ્યાસ અનુસાર જે સ્ત્રીઓ પોતાના દેખાવ પ્રત્યે વધુ આધાર રાખે છે તેઓ ફેસબુક પર પોતાના ઘણા ફોટા અપલોડ કરે છે. સ્ત્રીઓ પોતાના દેખાવ અને ઈમેજ દ્વારા પોતાની ઓળખ વધુ મજબૂત બનાવવામાં માને છે અને માટે જ લોકોનુ ધ્યાન ખેંચવા માટે ફેસબુકને પ્લેટફોર્મ તરીકે વાપરે છે. યુનિવર્સિટી ઓફ બફેલોના સંશોધક માઈકલ એ સ્ટેનફેનનના જૂથે મળીને જાણ્યું કે એક વ્યક્તિ પોતાનો પ્રોફાઈલ મેનેજ કરવા પાછળ કેટલો સમય ગાળે છે, કેટલા ફોટા શેર કરે છે, તેમના ઓનલાઈન નેટવર્કની સાઈઝ કેટલી છે અને મિત્રતાની બાબતે કેટલા વિવેકી છે. તેમને જાણવા મળ્યું કે જે લોકોને પરિવાર અને મિત્રો તરફથી પ્રેમ અને સહારો મળે છે અને જેઓ અંગત રીતે નૈતિક છે તેઓ ઓછો સમય ઓનલાઈન ગાળે છે. જ્યારે બીજી બાજુ જે લોકોને પોતાના અસ્તિત્વનો પૂરાવો આપવા માટે અન્ય લોકોની સંમતિ, શારીરિક દેખાવ અને સ્પર્ધાની જરૂર પડે છે તેઓ ઓનલાઈન વધુ સમય ગાળે છે. જે લોકો શારીરિક દેખાવ પ્રત્યે વધુ સજાગ હોય છે તેઓ સૌથી વ

ધૂળેટી ન રમવાના 3 વ્યાજબી બહાના

Image
  અમુક લોકોને ધૂળેટી રમવી ગમતી હોય છે જ્યારે અમુક લોકોને તે વ્યવસ્થિત રીતે રમવી ગમતી હોય છે. જો તમને મન મૂકીને હોળી રમવી ગમતી હોય તો પછી બિન્દાસ બનીને રમો ધૂળેટી. જો કે અમુક વાર લોકો ઈંડા કે ગાયના છાણમાં ધૂળેટી રમતા હોય છે જે ખરેખર ગંદકીભર્યુ લાગે છે. જો તમે તેમાં સામેલ ન માંગતા હોવ તો આ રહ્યા અમુક બહાના જેનાથી લોકો તમને ધૂળેટી રમવા માટે કોઈ ફોર્સ નહીં કરે અને તમે બચી પણ શકશો. 1. ખોટા રેશિસ બનાવી લો: મેકઅપની મદદથી અથવા સ્ટિકરની મદદથી તમારા હાથ અને ચહેરા પર રેશિસ બનાવી લો. સ્ટિકર ન હોય તો લિપસ્ટિક અને આઈ શેડોની મદદથી આ રેશિસ બનાવી લો. તમને રંગવા આવતા લોકોને આ રેશિસ બતાડીને કહો કે તમને એલર્જી થઈ છે. 2. સ્ત્રીઓ તેમનું 'ખાસ' બહાનું બતાડી શકે છે: સ્ત્રીઓ પાસે ધૂળેટી ન રમવા અને ભીના ન થવા માટે તમારી માસિક 'સમસ્યા'નું બહાનું બતાડી શકો છો. લોકો તમારી પરેશાની કહ્યા વગર સમજી જશે અને તમને ધૂળેટીમાં રંગશે નહીં. 3. ઘરમાં પૂરાઈ જાઓ: તમારા પડોશી કે કોઈને કહો કે તેઓ બહારથી જ તમારા ઘરનો દરવાજો બંધ કરી દે. જ્યારે તમારા મિત્રો તમારા ઘરે આવશે ત્યારે ઘરનો બંધ દરવાજો જોઈને પાછા

અમને વધારે તક આપો તો બતાવીશું કે અમે શું છીએ

Image
કેનેડાના સુકાની આશિષ બગાઈ ઈચ્છે છે કે તેની ટીમને ભવિષ્યમાં મોટી ટૂર્નામેન્ટ રમવાની તક આપવામાં આવે. ગઈ કાલે ઓસ્ટ્રેલિયા સામે સાત વિકેટે હાર્યા બાદ કેનેડાનો વર્લ્ડકપ પૂરો થઈ ગયો છે. જો કે ગઈ કાલે કેનેડાના ઓપનરોએ આક્રમક રમત રમી હતી અને બ્રેટ લી તથા શોન ટૈટ જેવા ઝડપી બોલરોની ધોલાઈ કરતા ચાલુ વર્લ્ડકપની સૌથી ઝડપી અડધી સદી ફટકારી હતી. કેનેડાએ 29 બોલમાં જ 50 રન બનાવ્યા હતા. યુવા ઓપનર હિરલ પટેલે કાંગારૂઓના ઝડપી ઝંઝાવાતનો સામનો કરતા પોતાની પ્રથમ અડધી સદી ફટકારી હતી. જો કે મધ્યક્રમના બેટ્સમેનોનો ધબડકો થયો હતો અને ઓસ્ટ્રેલિયા કેનેડાને 211 રને ઓલ-આઉટ કરી શક્યું હતું. બાદમાં ઓસ્ટ્રેલિયાના આક્રમક ઓપનર શેન વોટસન (94) અને બ્રેડ હેડિને તોફાની બેટિંગ કરી હતી અને ઓસ્ટ્રેલિયા 15 ઓવર બાકી રાખીને જીતી ગયું હતું. કેનેડાનો કદાચ આ છેલ્લો વર્લ્ડકપ હશે કેમ કે 2015ના વર્લ્ડકપમાં આઈસીસીએ 10 ટીમો જ રમાડવાનો નિર્ણય કર્યો છે. કેનેડિયન સુકાની બગાઈએ કહ્યું હતું કે અમારા ખેલાડીઓ માટે આ નિરાશાજનક વાત છે. અમારો દેશ ક્રિકેટમાં ઉભરી રહ્યો છે અને છેલ્લા છ વર્ષથી અમે ઘણી મહેનત કરી રહ્યાં છીએ. તેણે વધારેમાં જણાવ્યુ

ધૂળેટી રમવી છે પણ કેમિકલ રંગોથી ગભરાઓ છો?

હોળી-ધૂળેટીનો તહેવાર એટલે રંગોનો તહેવાર. લોકો મન મૂકીને એકબીજાને રંગે છે અને રંગાય છે. જો કે હવે લોકો જે કૃત્રિમ રંગોથી હોળી રમે છે તે ત્વચા માટે ઘણા નુકશાનકારક હોઈ શકે છે. કેમિકલ્સને કારણે તમારી ત્વચા રુક્ષ બની શકે છે, તેના પર ખીલ પણ થઈ શકે છે. વધુમાં આ રંગોમાં રહેલા કેમિકલ્સ તમારી ત્વચાને ગંભીર નુકશાન પણ પહોંચાડી શકે છે. જો તમે ધૂળેટીમાં રંગો સાથે રમવા ઈચ્છતા હોવ પણ કેમિકલ્સથી ગભરાતા હોવ તો ચિંતા છોડો. તમે ઘરે જાતે હર્બલ કલર બનાવીને તેનાથી ધૂળેટી રમી શકો છો. રંગોની મજા અને સુંદરતાની જાળવણી પણ. - કેસરી રંગ: હર્બલ કેસરી રંગ બનાવવા માટે કેસુડાના ફૂલને આખી રાત પાણીમાં પલાળીને રાખો. સવારે આ પાણી સાથે ધૂળેટી રમી શકો છો. ફૂલોનો રંગ હોવાથી તમારી ત્વચા પર કોઈ જ હાનિ નહીં પહોંચે. - ગુલાબી રંગ: જો તમે વેજીટેબલ સલાહ ખાવાના શોખીન હોવ તો તમને બીટ વિશે તો ખબર જ હશે. બીટને છીણીને તેને પાણીમાં પલાળીને રાખો. ધૂળેટી રમતા પહેલા આ પાણીને ગાળી લો. કલરફૂલ પાણી સાથે રમી શકો છો ધૂળેટી. - લીલો રંગ: આ માટે મહેંદીને એક લિટર પાણીમાં પલાળીને રાખો. આ માટે માત્ર મહેંદી વાપરો, વાળમાં લગાડવામાં આવતી મહેંદી તમન

ઘરમાં કરોળિયાના જાળા અશુભ કેમ માનવામાં આવે છે?

તમે ઘણીવાર લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે, ઘરમાં કરોળિયાના જાળા ન થવા દેવા જોઈએ. તે ઘર માટે અશુભ હોય છે. આ કોઈ અંધવિશ્વાસ નથી. તેની પાછળ કારણ એ છે કે, કરોળિયાની જાળની બનાવટ જ એવી હોય છે કે જેનાથી ઘરમાં નકારાત્મક ઊર્જા એકત્રિત થઈ જાય છે. એટલે ઘરના જે પણ ખૂણામાં કરોળિયાના જાળા થાય છે. તે ખૂણામાં નકારાત્મક ઊર્જા ભરાતી જાય છે. જેના કારણે ઘરમાં કલેશ, બીમારીઓ અને અન્ય સમસ્યાઓ આપણા જીવનને ઘેરવા લાગે છે. સાથે જ કરોળિયાના એક જાળામાં અસંખ્ય સૂક્ષ્મજીવ ભરાયેલા રહે છે. જે આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. એટલે કહેવામાં આવે છે કે, ઘરમાં કરોળિયાના જાળા હોય તો ઘરની સુખ-સમૃદ્ધિનો નાશ થવા લાગે છે. કારણ કે નકારાત્મક ઊર્જાને કારણે ઘરનો માહોલ એટલો અશાંત થઈ જાય છે કે, વ્યક્તિ ઈચ્છીને પણ પોતાના કામને મન લગાવીને કરી શકતો નથી. એટલે કરોળિયાના જાળાને અશુભ માનવામાં આવે છે.

કેમ ઉત્તર દિશામાં માથુ રાખીને ન સૂવું?

આજકાલ બધાની જિંદગીમાં કામનું પ્રેશર એટલું વધી ગયું છે કે તણાવના કારણે મોટાભાગના લોકોને અનિદ્રાની સમસ્યા પરેશાન કરી રહી છે. ટેન્શન બધાની જિંદગીમાં એક ભાગ બની ગયું છે. મોટા હોય કે નાના બાળકો બધાના જીવનમાં તણાવ ફેલાઈ ગયેલો છે. આ કારણે જ નાની ઉંમરમાં જ વ્યક્તિ અનેક બીમારીઓનો શિકાર બની જાય છે. જો તમને પણ આ પ્રકારની પરેશાની હોય કે તમને ગાઢ ઊંઘ ન આવતી હોય તો સૂતી વખતે માથુ દક્ષિણ અને પગ ઉત્તર દિશા તરફ રાખવા જોઈએ. કારણ કે સાધારણ ચુંબક શરીર સાથે બાંધવાથી તે આપણા શરીરના કોષમંડળ ઉપર નકારાત્મક અસર કરે છે. આ જ સિંદ્ધાંતોનો નિષ્કર્ષ કાઢીએ તો જો સાધારણ ચુંબક આપણા શરીર ઉપર નકારાત્મક અસર પાડી શકે તો ઉત્તરી ધ્રુવ ઉપર પ્રાકૃતિક ચુંબક આપણા મન, મસ્તિસ્ક અને સંપૂર્ણ શરીર ઉપર નકારાત્મક અસર પાડે છે. આ કારણે જ ઉત્તર દિશા તરફ માથુ રાખીને સૂવાની મનાઈ કરવામાં આવી છે.

ન્હાતા પહેલા કેમ જમવું ન જોઈએ?

તમે ઘણીવાર તમારા ઘરના વડીલો કહેતા સાંભળ્યા હશે કે, ન્હાતા પહેલા જમવું ન જોઈએ. જો કે આજે આધુનિક સમયમાં આ વાતો ઉપર ધ્યાન નથી આપવામાં આવતું, પરંતુ આ તત્થની પાછળ માત્ર ધાર્મિક કારણો જ નહીં વૈજ્ઞાનિક કરાણો પણ રહેલા છે. વિજ્ઞાન પ્રમાણે સ્નાનથી શરીરના પ્રત્યેક અંગને નવું જીવન પ્રાપ્ત થાય. છે. શરીરમાં વિતેલા દિવસનો બધા પ્રકારના મેલ સ્નાન અને બ્રશ કરવાથી સાફ થઈ જાય છે તથા શરીરમાં એક નવી જ તાજગી અને સ્ફૂર્તિ આવે છે, જેનાથી સ્વાભાવિક રીતે જ ભૂખ લાગે છે. તે સમયે કરવામાં આવતા ભોજનનો રસ આપણા શરીર માટે પુષ્ટિવર્ધક હોય છે, જ્યારે સ્નાન પહેલા આપણે કંઈક ખાઈએ તેને આપણી જઠરાગ્નિ તેને પચાવવા લાગી જાય છે. ખાધા પછી સ્નાન કરવાથી શરીર ઠંડુ થઈ જાય છે, જેનાથી પેટની પાચન શક્તિ મંદ થઈ જાય છે. આ કારણે આપણા આંતરડા પાચનશક્તિ નબળી પડે છે, કબજીયાતની ફરિયાદ રહે છે તથા અન્ય અનેક પ્રકારના રોગો થઈ જાય છે. એટલે સ્નાન કર્યા પહેલા ભોજન કરવું નિષેધ કરવામાં આવ્યું છે. જરૂરિયાત હોય તો શેરડીનો રસ, પાણી, દૂધ, ફળ અને દવાઓ સ્નાન કરતા પહેલા લઈ શકાય. કારણ કે તેમાં પાણીની માત્ર વધુ હોય છે જે ઝડપથી પચી જાય છે.

આવી રહ્યું છે પેટ્રોલ વગર ચાલતું સ્કૂટર!

Image
જી હા, હવે પેટ્રોલ વગર ચાલનાર સ્કૂટર ટૂંક સમયમાં જ બજારમાં આવી રહ્યું છે. દ્વિચક્રી વાહન બનાવનાર દક્ષિણ ભારતની કંપની ટીવીએસ તેના પર કામ કરી રહી છે અને આશા છે કે થોડાંક સમયમાં જ તે ભારતના રસ્તા પર દોડવા લાગશે. ટીવીએસ મોટર કંપનીના પ્રેસિડન્ટ એચએસ ગોઇંડીએ કહ્યું કે કંપની ઇલેક્ટ્રિક સ્કૂટરો પર કામ કરી રહી છે અને તેની લોન્ચ કરવાની તૈયારી ચાલી રહી છે. આવતા નાણાંકીય વર્ષમાં તે બજારમાં આવી જશે. તેમણે કહ્યું કે તેના પર પ્રયોગ ચાલી રહ્યો છે અને અમારૂં કામ સારૂં ચાલી રહ્યું છે. કંપની દેશભરમાં 50 શહેરોમાં પોતાના સ્કૂટરોના ટ્રાયલ લઇ રહી છે. તેના રિપોર્ટના આધાર પર જ આગળ કામ કરાશે. પરંતુ કંપની ઇલેક્ટ્રિક બાઇક નહીં બનાવે. કંપનીએ 2008માં પણ એક ઇલેક્ટ્રિક સ્કૂટર બનાવ્યું હતું. તેનું નામ સ્કૂટી ટીન્જ ઇલેક્ટ્રિક હતું. પણ આ ચાલ્યું નહીં અને કંપનીએ 2009માં તેનું ઉત્પાદન બંધ કરી દીધું. કંપનીએ તે સમયે ઇલેક્ટ્રિક ત્રિચક્રી બનાવાની યોજના બનાવી હતી પણ સ્કૂટરની અસફળતા બાદ પણ તે ઠપ્પ થઇ ગયા. કંપનીને આશા છે કે બદલાતી સ્થિતિ અને નવી ટેકનોલોજીથી તેઓ સફળતા મેળવશે.

હવે ડાકોર જવું હોય તો આ રસ્તેથી જવાશે

ખેડા જિલ્લામાં કેટલાક રસ્તા વાહનવ્યવહાર માટે પ્રતિબંધિત કરાયા - ડાકોરના લોકમેળાને ધ્યાનમાં રાખીને લેવાયેલો નિર્ણય ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ પવિત્ર યાત્રાધામ ડાકોર મુકામે આવેલ શ્રી રણછોડરાયજી મંદિર ખાતે તાઃ૧૬/૦૩/૨૦૧૧ થી તાઃ૨૧/૦૩/૨૦૧૧ દરમ્યાન ધાર્મિક લોકમેળો યોજાનાર છે. આ લોકમેળામાં શ્રધ્ધાળુ ભાવિક ભકતો દુરદુરથી પગપાળા તથા વાહનો મારફતે મોટી સંખ્યામાં દર્શનાર્થે આવે છે. જેથી આ સમયગાળા દરમ્યાન ડાકોર મુકામે અને જિલ્લામાં વાહનોની સતત અવર-જવર થવાના કારણે અકસ્માત થવાની અને જાનહાનિ થવાની સંભાવના રહેલી છે. જેથી પદયાત્રીઓ તથા વાહનો મારફતે આવતા યાત્રાળુઓની સલામતી તથા કાયદો અને વ્યવસ્થા ડાકોર તથા જિલ્લાના રાજમાર્ગો પર સુપેરે જળવાઇ રહે તે માટે અધિક જિલ્લા કલેકટર, ખેડા જિલ્લો, નડીઆદએ તેમને મળેલ સત્તાની રૂઇએ કેટલાક માર્ગો ઉપરથી પસાર થતા વાહનો સંબંધમાં અવર-જવર ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે તથા તે માટેના વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા સંબંધી હુકમો કરેલ છે. તદ્‍નુસાર એ.વી.શાહ પેટ્રોલ પંપ થી મુખ્ય રોડ થઇ વૃંદાવન સોસાયટી તરફ જતો માર્ગ, ગુર્જરી ઓકટ્રોય નાકાથી ગણેશ સિનેમા થઇ મંદિર તરફ જતો માર્ગ, ટ્રાફિક સર્કલથી

ગુજરાત ટુ ટોકિયો, લાઈવ ઓન વેબકેમ

જાપાનના એન્જિનિયર રાજેશે વીડિયો કોલિંગ કરી સુરતમાં તેમના પરિવારને હૃદય થંભાવતી માહિતી આપી ‘જાપાનમાં ભૂકંપ અને સુનામીએ જે વિનાશ વેર્યો છે, તેના કારણે અહીંયા પહેલીવાર ઇલેક્ટ્રીસિટીની કટોકટી ઊભી થઈ છે, જેથી અહીંની લાઈફલાઈન ગણાય તેવી પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમને અસર પહોંચી છે. જાપાનમાં પહેલી વખત વીજકાપ મૂકવાનું શરૂ કરાયું છે. આફટર શોકસ તો આવી જ રહ્યાં છે પણ ગુરુવાર સુધીમાં ફરી ૭ ની તીવ્રતાનો ભૂકંપ આવે તેવી આગાહી કરાઈ છે. એટલે, અહીં જાપાનમાં વસતા અંદાજ ૨૫હજાર જેટલાં ભારતીયોમાં ખૂબ ગભરાટનું વાતાવરણ છે. જોકે, અહીં ઇન્ડિયન એમ્બસી દ્વારા વેબસાઈટ ઉપર એક હેલ્પલાઈન શરૂ કરવા સિવાય કોઈ વિશેષ વ્યવસ્થા નથી કરાઈ એટલે તમામ ભારતીય પરિવારોએ જ એકબીજાના પૂરક બનવાનું નક્કી કર્યું છે’. આવી વ્યથા જાપાનમાં ટોકિયો નજીક યોકોહામા સિટીમાં રહેતાં શહેરના ઇજનેર રાજેશ સિંગવાલા અને તેમના પરિવારે દિવ્યભાસ્કર સાથેની વિડીયો કોલિંગ દરમિયાન વ્યક્ત કરી હતી. જાપાન નિશી-કસાઈમાં ગુજરાતી સમાજ ‘અમને અહીં ઇન્ડિયન એમ્બસી દ્વારા કોઈ વિશેષ હેલ્પ કે માર્ગદર્શન નથી મળી રહ્યું પણ અહીં ભારતીયો અને ગુજરાતીઓ સૌ એકબીજાની પ

તિલક હોળી’ રમી પાણીની એક એક બૂંદ બચાવીએ

Image
  કચ્છની સંસ્થાઓની લોકોને અપીલ પાણીની એક એક બૂંદ આજે કિંમતી છે ત્યારે ધૂળેટીના પર્વમાં હાનિકારક રંગોનો ઉપયોગ કરી ખુદને હાનિ પહોંચાડવા સાથે પાણીનો બગાડ કરવો ઉચિત નથી ત્યારે માત્ર ‘તિલક’ હોળી રમીને આ પર્વ મનાવવાનું અભિયાન ‘દિવ્ય ભાસ્કરે’ છેડ્યું છે જેમાં કચ્છભરમાંથી સંસ્થાઓ, શાળા, કોલેજો જોડાઇ આ અભિયાનને ચરિતાર્થ કરવાના પ્રયાસ કરી રહી છે.આ પ્રયાસમાં રોટરી ક્લબ ઓફ ભુજ કેપિટલ તથા ભુજના નરસિંહ મહેતા નગર જોડાઇ સમગ્ર કચ્છવાસીઓને તિલક હોળી રમવા અપીલ કરી છે. પાણી બચાવ સાથે વીજળીનો પણ બચાવ કરીએ ધૂળેટીમાં બાહ્ય રંગો તો માત્ર પ્રતીકાત્મક છે જરૂર છે લાગણીભીના આંતરિક રંગોથી રંગાવાની અને રંગવાની તેથી ‘દિવ્ય ભાસ્કર’ની તિલક હોળી ઝૂંબેશમાં આપણે સૌ જોડાઇ પ્રતીકરૂપી અબીલ ગુલાલનો ઉપયોગ કરી પાણીની હર એક બૂંદ બચાવી જીવનને ખરાઅર્થમાં સપ્તરંગી બનાવવાનો પ્રયત્ન કરીએ આ અભિયાનથી પાણીના બચાવની સાથે પરોક્ષ રીતે લાખો લિટર પાણી ખંેચવા માટે થતો વીજળીનો પણ બચાવ કરી પર્યાવરણની જાળવણી કરીએ. જિજ્ઞેશ જાની, (વાઇસ પ્રેસિડેન્ટ અને પીઆરઓ રોટરી ક્લબ ઓફ ભુજ કેપીટલ) કુદરતી સંપત્તિનું રક્ષણ કરીએ આજથી પચ્ચીસેક વર્ષ પહેલાં પાણીજ

ગોધરાકાંડ: પાંચ જ મિનિટમાં પેટ્રોલ સાથે ૫૦૦ જણ કેવી રીતે પહોંચ્યા?

Image
-ગોધરાકાંડ :  સ્પેશિયલ કોર્ટના વિગતવાર ચુકાદામાં ચોંકાવનારા ઘટસ્ફોટ -કાવતરાખોરોનો ઉદ્દેશ માત્ર કારસેવકોને જ સળગાવવાનો હતો -પેટ્રોલના કેરબા અમન ગેસ્ટહાઉસમાં અગાઉથી જ રખાયા હતા -કારસેવકો દ્વારા મુસ્લિમ યુવતીની છેડતીની વાત પણ પુરવાર થતી નથી ગોધરાટ્રેન હત્યાકાંડ એ પૂર્વઆયોજિત કાવતરું હતું તે હકીકત ઉપર પ્રકાશ પાડતાં સ્પેશિયલ કોર્ટે ઓર્ડરમાં મુદ્દાસર નોંધ કરતા કહ્યું છે કે, કાવતરાખોરોનો ઉદ્દેશ ટ્રેન કે મુસાફરોને નહીં પણ માત્રને માત્ર કારસેવકોને જ સળગાવવાનો હતો. ૯૫૦ પાનાના ચુકાદાની વધુ વિગતો અનુસાર સ્પેશિયલ જજ પી.આર. પટેલે ચુકાદામાં નોંધ્યું હતું કે, જો ગોધરા હત્યાકાંડ પૂર્વઆયોજિત કાવતરું ન હતું તો ગોધરા રેલવે સ્ટેશનની ‘એ’ કેબિન પાસે માત્ર પાંચ મિનિટમાં મોટા જથ્થામાં પેટ્રોલ, તલવાર તથા ધારિયા સાથે પાંચસો લોકોનું પહોંચવું અશક્ય છે. કોર્ટે એ પણ નોંધ્યું હતું કે પેટ્રોલના કેરબા અગાઉથી અમન ગેસ્ટહાઉસમાં રાખવામાં આવ્યા ન હોત તો માત્ર ૧૦ મિનિટમાં જ આટલા મોટા પ્રમાણમાં પેટ્રોલ ટ્રેન સુધી પહોંચવું પણ સંભવિત નથી. ગોધરા હત્યાકાંડમાં ગત મંગળવારે સ્પેશિયલ કોર્ટે ૧૧ આરોપીને ફાંસી અને ૨૦ને જનમટીપની સજા

ઓ'બ્રાયનનો ધમાકો, ફટકારી વર્લ્ડકપની સૌથી ઝડપી સદી

- ઓ'બ્રાયને માત્ર 50 બોલમાં સદી ફટકારી વિક્રમ સર્જ્યો - ઓસ્ટ્રેલિયાના હેડનનો 66 બોલમાં સદીનો વિક્રમ તોડ્યો આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપ 2011માં આયર્લેન્ડના કેવિન ઓ'બ્રાયને બુધવારે ઇંગ્લેન્ડ સામેની મેચમાં માત્ર 50 બોલમાં સૌથી ઝડપી 100 રન ફટકારવાનો વિક્રમ બનાવ્યો હતો. ગ્રૂપ બીની ટીમ ઇંગ્લેન્ડ અને આર્યલેન્ડ વચ્ચે બેંગલોર ખાતે રમાઈ રહેલી મેચમાં ઇંગ્લેન્ડે આપેલ 327 રનના લક્ષ્યનો પીછો આયર્લેન્ડની ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું. જેમાં ઓ'બ્રાયને ધુંવાધાર બેટિંગ કરતા માત્ર પચાસ બોલમાં સદી ફટકારી ઓસ્ટ્રેલિયાના હેડનનો વિક્રમ તોડી પાડ્યો હતો. આ પહેલા હેડને 2007માં દક્ષિણ આફ્રિકાની સામે માત્ર 66 બોલમાં સદી ફટકારી હતી.   ઓ'બ્રાયન માત્ર 63 બોલમાં 113 રન બનાવી રન આઉટ થઈ ગયો હતો.

રાજ્યના ૧૦ શહેરોને ન્યૂ યોર્ક- ન્યૂ જર્સીના ધોરણે ટ્વીન સિટી બનાવાશે

-અમદાવાદ અને ગાંધીનગર માટે વિશાળ મેટ્રોપોલિટન ઓથોરિટી બનાવાશે -ટ્વીન સિટીમાં ટ્રાફિક નિયમન માટે ખાસ સવલતો, પહોળા રસ્તા, વાહનવ્યવહાર વ્યવસ્થા ઊભી કરાશે અમેરિકાના ન્યૂ યોર્ક અને ન્યૂ જર્સીના ધોરણે અમદાવાદ-ગાંધીનગર સહિત ૧૦ જેટલાં શહેરોને ટ્વીન સિટી (જોડકાં શહેર) તરીકે વિકસાવવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આ ટ્વીન સિટીમાં જડબેસલાક ટ્રાફિક નિયમન ઉપરાંત વાહનવ્યવહારની ખાસ વ્યવસ્થા ઊભી કરાશે અને રસ્તાઓ પહોળા કરાશે. આ શહેરોમાં વર્લ્ડકલાસ માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે. સરકારે અમદાવાદ-ગાંધીનગર માટે વિશાળ મેટ્રોપોલિટન ઓથોરિટી બનાવવાનું પણ નક્કી કર્યું છે. રાજ્ય સરકારે તેના બજેટમાં આ અંગેની સત્તાવાર જાહેરાત પણ કરી દીધી છે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે ગાંધીનગર ખાતે જિલ્લા સેવાસદન, ગુજરાત જિઓઇન્ફર્મેટિક રિસર્ચ એકેડેમી, ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના નવા સંકુલનું લોકાર્પણ કર્યું હતું. તેમણે અમદાવાદ-ગાંધીનગરને વર્લ્ડકલાસ ટ્વીન સિટી તરીકે નિર્મિત કરવાની જાહેરાત કરી હતી. અમદાવાદ શહેરમાં સાબરમતી નદીમાં નર્મદાનાં પાણી ભરીને તેને જીવંત કરવામાં આવી છે, તે રીતે હવે ગાં

ગોધરાકાંડઃ મુખ્ય 11 કાવતરાખોરોને ફાંસી, 20 સહાયકોને જનમટીમ

ગોધરા ટ્રેનકાંડના ૩૧ ગુનેગારોને સ્પેશિયલ કોર્ટ મંગળવારે સજા સંભળાવતા 11ને ફાંસીની સજા અને 20ને આજીવન કારાવાસની સજા સંભળાવી હતી. સાબરમતી જેલમાં ઊભી કરાયેલી ખાસ કોર્ટના જજ પી.આર. પટેલે દોષિતોને સજા સંભળાવી હતી. > 900 પાનાનો ચુકાદો,સજાની સુનાવણી અડધો કલાક ચાલી >આ કાંડના મુખ્ય સૂત્રધાર અબ્દુલ રઝાક મોહંમદ કુરકુરે તથા હાજી બિલાલ સહિત 11ને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી. >27મી ફેબ્રુઆરી, 2002ના રોજ સર્જાયેલા સાબરમતી એક્સપ્રેસ ટ્રેનરકાંડમાં 59 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.  ગોધરા સાબરમતી ટ્રેન હત્યાકાંડમાં દોષીત ઠરેલા ૩૧ આરોપી પૈકી ૧૧ આરોપીઓને આજે ગોધરા કેસની ટ્રાયલ ચલવતા ખાસ અદાલતના જજ પી.આર.પટેલે ફાંસીની સજાનો ઐતિહાસીક હુકમ કર્યો છે. જ્યારે અન્ય ૨૦ આરોપીઓને કોર્ટે આજીવન કેદની સજાનો હુકમ કર્યો છે. ફાંસીની સજા તથા આજીવન કેદની સજામાં કોમી તોફાનોના ઈતિહાસમાં કદાચ આ દેશનો સૌથી મોટી સજાનો ચુકાદો સાબીત થયો છે. સાબરમતી ટ્રેન દ્વારા અયોધ્યાથી અમદાવાદ આવી રહેલા કારસેવકો પર હુમલો કરી એસ-૬ ડબ્બાને આગ ચાપી દઇ ૫૯ મુસાફરોને જીવતા દલાવી દેનારા આરોપીઓને સજા ફરમાવતો ચુકાદો આજે ગોધરાકાંડની અદાલતના