નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

માતૃત્વપ્રાપ્તિ કેવી રીતે થઇ શકે?

 
પ્રશ્ન :મારી બહેન થોડા દિવસ પહેલાં અમારા ઘરે રહેવા આવી હતી. તેને મેં મારા ઘર સામે રહેતા યુવાન સાથે ઇશારા કરતાં જોઇ લીધી. તે પછી એ મારા ઘરે આવતી નથી અને મારી સાથે બોલતી પણ નથી. મેં એને કંઇ કહ્યું નથી, છતાં એ ખોટું લગાડીને મારી સાથે વાત નથી કરતી. હું એને કેવી રીતે મનાવું?

ઉત્તર : તમે તમારી બહેનને કંઇ કહ્યું નહીં, તેમ છતાં જો એ તમારી સાથે બોલતી ન હોય કે કોઇ પ્રકારનો સંબંધ ન રાખતી હોય તો તમારે એને પૂછવાની જરૂર છે કે એને કઇ બાબતનું ખરાબ લાગ્યું છે. એ તમારા ઘર સામે રહેતા યુવાનને ઇશારા કરતી હોવાનું તમે જણાવ્યું છે. કદાચ તમે એને જોઇ લીધી એથી એ સંકોચવશ કે અપરાધભાવ અનુભવતી હોય અને આ કારણસર તમારી સાથે વ્યવહાર ન રાખતી હોય એવું બની શકે છે. તમે જો એનાથી ઉંમરમાં મોટા હો, તો નાની બહેનને મનાવવાની જવાબદારી તમારી છે. કદાચ એ થોડો વખત ન બોલે તો પણ તેના પ્રત્યે લાગણી અને પ્રેમ દાખવી તમારે એને બોલાવવી જોઇએ. એના મનમાં તમારા પ્રત્યે કોઇ બાબતની ગ્રંથિ બંધાઇ ગઇ હોય તો તે દૂર કરવાનો પ્રયત્ન કરો અને બહેનને મનાવી લો.

પ્રશ્ન :હું ૨૫ વર્ષની છું. મારે બે મહિનાનો દીકરો છે. પ્રસૂતિ બાદ થોડા જ વખતમાં મને આખા શરીરમાં સતત દુખાવો અને નબળાઇ રહે છે. મેં સારો આહાર પણ લેવાનું શરૂ કર્યું, તો પણ ફરક નથી પડ્યો. મારે શું કરવું?

ઉત્તર : તમે પ્રસૂતિ દરમિયાન પૌષ્ટિક આહાર લેવાની કાળજી નહીં રાખી હોય. એવું પણ બનવાજોગ છે કે તમારા હાડકાંમાં ખનિજની ઉણપ ઉત્પન્ન થઇ હોય અને તેના લીધે તમને ‘ઓસ્ટોમેલેશિયા’ની તકલીફ હોય. કેટલીક વાર કેલ્શિયમ અને વિટામિન ડીની ખામીને કારણે પણ આ સમસ્યા ઉત્પન્ન થતી હોય છે. તમે તમારા ડોક્ટરને બતાવો જે આનું યોગ્ય નિદાન કરી શકશે.

પ્રશ્ન :મારી ઉંમર વીસ વર્ષ છે અને મને ક્યારેક ક્યારેક મસ્ટરબેશનની આદત છે. શું એના લીધે કંઇ હાનિ થઇ શકે? યોગ્ય માર્ગદર્શન આપશો.

ઉત્તર : જ્યારે જાતીય ઇચ્છા ઉત્પન્ન થાય અને તે સંતોષવાનો બીજો કોઇ વિકલ્પ ન હોય ત્યારે મસ્ટરબેશન દ્વારા આ ઇચ્છા સંતોષવી સામાન્ય છે. આ બાબત સ્ત્રી અને પુરુષ બંનેને સમાન રીતે લાગુ પડે છે અને જો આનો અતિરેક ન થાય તો તેનાથી કંઇ નુકસાન થતું નથી.

પ્રશ્ન :અમારા લગ્નને બે વર્ષ થયાં છે, પણ મારી પત્નીને સંબંધ બાંધવામાં બિલકુલ રસ નથી રહ્યો. જ્યારે હું ઇચ્છા વ્યક્ત કરું, ત્યારે એ કંઇ પણ બહાનું કાઢી ના કહી દે છે. જો ક્યારેક તૈયાર થાય તો પણ એને સંબંધ દરમિયાન અને પછી દુખાવો થાય છે. આવું કેમ?

ઉત્તર : મોટા ભાગે પુરુષો સંબંધ બાંધતાં પહેલાં ફોરપ્લે માટે જેટલો સમય ફાળવવો જોઇએ એ ફાળવતાં નથી. પરિણામે પત્નીને સંબંધમાં રસ જાગતો નથી. તમારા કિસ્સામાં પણ આમ બનતું હોય એવું લાગે છે. સંબંધ દરમિયાન અને પછી પત્નીને દુખાવો થવાનું કારણ એ સંબંધ માટે બરાબર તૈયાર ન થઇ હોય ત્યારે સંબંધ બાંધવામાં આવે તો તેથી યોગ્ય લુબ્રિકેશનના અભાવે ઘર્ષણ થવાથી દુખાવો થાય છે. તમે સંબંધ બાંધતાં પહેલાં પત્ની સાથે ફોરપ્લે માટે પૂરતો સમય ફાળવો.

પ્રશ્ન :મારા લગ્ન થોડા વખત પછી મારી પ્રેમિકા સાથે થવાનાં છે. આ વાત અમે બંને જાણીએ છીએ, પણ જ્યારે હું એની નજીક જવાનો કે એને પાસે લાવવાનો પ્રયત્ન કરું છું, ત્યારે એ અસહજ થઇ જાય છે. એ મને ચુંબન કરવાની પણ છુટ નથી આપતી. મારે એને કેવી રીતે તૈયાર કરવી?

ઉત્તર : આપણા સમાજમાં લગ્ન પહેલાં શારીરિક સંબંધ બાંધવા યોગ્ય માનવામાં આવતાં નથી. તમારા બંનેના ભલે પ્રેમલગ્ન થવાનાં હોય તો પણ તમારી પ્રેમિકા એ બાબત માટે તૈયાર નહીં થાય અને તમારા વારંવારના આગ્રહથી તો એ વધારે તાણ અનુભવશે. તેના બદલે થોડો સમય રાહ જુઓ અને લગ્ન થઇ જાય પછી પ્રેમિકા સાથે આનંદથી જીવન વિતાવો તે વધારે સારું છે.

પ્રશ્ન :હું ૨૪ વર્ષની પરિણીતા છું. છેલ્લા ત્રણ વર્ષથી અનેક પ્રયત્ન અને કોઇ સાધન વિના સંબંધ બાંધવા છતાં હજી હું માતૃત્વ ધારણ કરી શકી નથી. એનું શું કારણ? અમારે શું કરવું જોઇએ?

ઉત્તર : તમારા કિસ્સામાં એવું લાગે છે કે તમારા બંનેમાંથી કોઇ એકને લીધે સંતાન થતું નથી. તમે બંને કોઇ પણ પ્રકારના સાધન વિના સંબંધ બાંધવા છતાં જો તમે માતૃત્વ ધારણ ન કરી શક્યાં હો તો તમારે તથા તમારા પતિએ ચેકઅપ કરાવવાની જરૂર છે. પત્નીના કિસ્સામાં ફેલોપિયન ટ્યૂબની તપાસ કરવાની હોય છે, જ્યારે પતિના વીર્યમાં શુક્રાણુની હાજરીની તપાસ કરવામાં આવે છે. આની સાથોસાથ બીજા પણ કેટલાક ટેસ્ટ કરાવવાનું તમારા ડોક્ટર તમને જણાવશે. તેના પરિણામ પરથી તમે કેમ માતૃત્વ ધારણ નથી કરી શક્યાં તેનો ખ્યાલ આવી શકશે.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પોશાક હોય, ઘરેણાં હોય, મેકઅપ હોય અથવા ઘરની સજાવટનો સામાન જ કેમ ના હોય, વર્તમાન યુગમાં ફેશનમાં ઝડપથી નિતનવો બદલાવ જોવા મળી રહ્યો છે. ઘરની સજાવટમાં ફેરફાર આંખોને નવીનતાની સાથે સાથે પરિવર્તનની પણ અનુભૂતિ કરાવે છે. પછી તે આઘુનિક પઘ્ધતિમાં હોય કે પરંપરાગત પડદા, સોફાના કવર, બેડશીટ, કુશન કવર વગેરેના રંગો અને ફેબ્રિકમાં ફેરફાર લાવીને ઘરની આંતરિક સજાવટમાં પરિવર્તન લાવી શકાય છે. આજકાલ બજારમાં અપહોલ્સ્ટ્રીના વિવિધ રંગો અને ડિઝાઈનો જોવા મળે છે જેને તમે તમારી સમજ, કલ્પનાશક્તિ અને બજેટને ઘ્યાનમાં રાખી ઘરને સુંદર તથા મનમોહક રૂપ આપી શકો છો. પરંપરાગત સજાવટમાં ભારતીય કાપડના સોફાકવર, બેડશીટ, ટેબલકલોથ, કુશન કવર અને પડદા તરીકે ઉપયોગ કરવાની પરંપરા ઘણી જૂની છે. પરંપરાગત હસ્તકલાના નમૂનાઓ આઘુનિક ઘરોમાં એક નવા અંદાજમાં સજાવેલા જોઈ શકાય છે. ઘરને આકર્ષક બનાવવા માટે જૂની બનારસી, જરદોશી અથવા સિલ્ક સાડીઓ ઉપરાંત ટિશ્યૂ વર્કની સાડીઓનો આજકાલ વધારે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને આ રીતે સજાવટ કરેલા ઘરને ડિઝાઈનર હોમનું નામ આપવામાં આવે છે. આ માટે તમારે તમારી જૂની સાડીઓ અને દુપટ્ટાનો સંગ્રહ કરવો પડે છે. ઘ્યાન રાખો કે કાપડની ચમક અને રંગ નવા જેવા જ હોય કારણ કે તે તમારા ઘરની સુંદરતાને સોહામણી બનાવશે. જો દીવાલનો રંગ લાઈટ હોય તો ડાર્ક રંગની સિલ્ક સાડીઓથી તૈયાર કરેલા ટેપેસ્ટ્રી વઘુ આકર્ષક લાગે છે. તેવી જ રીતે સોનેરી જરદોશી વર્કના ચણિયાનો સોફાની બ્લેક અપહોલ્સ્ટ્રી પર કવરના રૂપમાં ઉપયોગ કરી શકો છો. ઘરમાં પાર્ટીનું આયોજન કર્યું હોય અને જૂના પડદા ગંદા હોય તો તેના બદલે જૂની બનારસી સાડી ગડી કરી એવી રીતે લગાવો કે લોકોને કોઈ ફેશન બુટિકમાં આવ્યાનો અહેસાસ થાય. સિલ્કના રંગબેરંગી કાપડની પટ્ટીઓમાંથી તમે આકર્ષક કુશનકવર તૈયાર કરી ઘરને એક નવી સ્ટાઈલથી સજાવી શકો છો. તે ઉપરાંત સિલ્ક પર જરદોશી વર્ક કરેલા કાપડને લાકડાની ફ્રેમ પર લગાવી તેને એન્ટિક લુક પણ આપી શકો છો. આછા પીળા રંગની દીવાલ પર લગાવવામાં આવતાં ઘરનું રૂપ જ બદલાઈ જશે. સોફાની પાછળ વોલ પેપર અથવા કુદરતી દૃશ્યોના બદલે સિલ્કની જરીભરતવાળી સાડીનો ઉપયોગ કરી શકો છો. આ તો ઘરને કલાત્મક રીતે સજાવવાની વાત થઈ. આ સિવાય પણ જો તમારી ઈચ્છા હોય તો પડદા, શેતરંજી જેવા મોટા ફેબ્રિકમાંથી બનેલા કાપડનો પણ ઘરની સજાવટ માટે ઉપયોગ કરી શકો છો. આમ પણ આજકાલ હેન્ડલૂમ ફર્નિશંિગ વઘુ ચલણમાં છે. દિલ્હી હાટ, કોટેજ એમ્પોરિયમનું કાશ્મીરી ફૂલવેલનું વર્ક, પેચ વર્ક, રાજસ્થાની મિરર વર્ક, બંધેજ, ટાઈ એન્ડ ડાઈના ફેબ્રિક હસ્તકલાની સાથે સાથે પરંપરાને પણ દર્શાવે છે અને તેની સાથે જ ઘરના કંટાળાજનક અને નીરસ ખૂણાઓમાં આકર્ષણ અને રોમાંચ ભરી દે છે. બજારમાં કોટન સિવાય સિન્થેટિકને મળતું આવતું કાપડ પણ અપહોલ્સ્ટ્રી માટે મળે છે. પછી તે એલ્પ્સની વિસ્ટાસ હોમ ફેશન જ કેમ ન હોય. તે જુદી જુદી મોસમને અનુકૂળ અનેક રંગોના ફેબ્રિકમાં મળે છે. પડદા માટે પોલિએસ્ટર, નેટના પડદા, સિલ્ક, રોસિલ્કનું ફેબ્રિક વાપરવું યોગ્ય છે. આ પડદાનું કાપડ એક મીટરના રૂપિયા ૫૦ થી ૨૫૦ સુધીની કંિમતમાં મળતું હોય છે. તે સિવાય આજકાલ પાર્ટિશન તરકે સૂતળીના પડદાનો ઘરોમાં ઉપયોગ વધી ગયો છે. સોફાને સજાવવા માટે આવા ફેબ્રિકની પણ જરૂર હોય છે કે જે મજબૂત હોય તેથી જ જેકાર્ડ પોલિએસ્ટર જે કાર્ડના સોફા માટે યોગ્ય ફેબ્રિક છે. આઘુનિક હોમ ફર્નિશંિગ માટે કોટનનો ભાગ હોય તેવું લાઈક્રા ફેબ્રિક ઉપયોગમાં લેવાય છે. આમાં મોટા ભાગે સફેદ, ચેકમેટ, ફ્રોસ્ટેડ ગ્લાસ કવર ગ્રાહકોને આકર્ષિત કરે છે. બેડસ્પ્રેડમાં પણ બજારમાં અનેક વિવિધતા જોવા મળે છે. વર્તમાનમાં બેડકવરમાં ભભકાદાર રંગો જેવા કે નારંગી, પીળો, વાદળી, લાલ રંગની ફેશન જોવા મળે છે. જ્યાં સુધી ફેબ્રિકનો પ્રશ્ન છે તમે કોટન, સિલ્ક, સિલ્ક ઓરગેંજાનો ઉપયોગ કરી શકો છો. તેમાં હજારો વિવિધતા જોવા મળે છે જે દરેક કંિમતમાં મળી રહે છે. ઊંચી કંિમતમાં કાશ્મીરી, દક્ષિણના પટોળા, બનારસન બ્રોકેડ, સાટીન, ફૂલવેલના વર્ક કરેલા બેડકવર, લેસ વર્કના બેડકવર પણ મળી રહે છે. આ સિવાય પણ તમે તમારા ઘરને સજાવવા માટે બજારમાં મળતા ડિઝાઈનર સાધન સામગ્રીનો ઉપયોગ પણ કરી શકો છો અને ઘરના સોફા, દીવાલો, પડદા, કુશનકવર તથા બેડકવરને બદલીને ઘરને નવું રૂપ આપી શકો છો. પસંદ અને પોકેટ તમારું છે. તમે થોડી કલ્પનાશક્તિ અને રંગોની પસંદગીથી તમારા ઘરને ડિઝાઈનર અને મનભાવન રૂપ આપી શકો છો.

LIC નો IPO ક્યારે આવશે? સરકાર આ અઠવાડિયે નક્કી થઇ જશે