નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

વિઝિટર વિઝા લેવા માટે કયા ડોક્યુમેન્ટ્સ જોઇએ?

સવાલ:હું ડિવોર્સી છું અને મારા માતા-પિતા, ભાઇ-ભાભી અમેરિકામાં રહે છે. મારા ભાઇએ વિઝા માટે એપ્લાય કરાવેલું પરંતુ મારા નામે કશું જ નથી અને હું ગૃહિણી છું. અધિકારીને એવું લાગ્યું કે આ બહેન પાછા નહીં આવે, તેથી રિજેક્ટ થયેલા. મારે ત્યાં ત્રણ માસ જ રહેવું છે, તો શું કરું?-ઉર્વશી ભટ્ટ, અમદાવાદ

જવાબ: રિજેક્ટ થયા પહેલાં તમને છ માસનો ફિયાન્સે વિઝા મળેલો છતાં તમે એક માસમાં પરત આવેલાં છો તેનું કારણ નથી જણાવ્યું. તમારી ફેમિલી ટાઇઝ અમેરિકા ખાતે સ્ટ્રોન્ગ છે તેમજ ભારતમાં ફાઇનાન્સિયલ ટાઇઝ નથી. તેમજ તમારો સમગ્ર પરિવાર અમેરિકામાં રહે છે વગેરે કારણોસર રિજેકશન થાય. તમારાં માતા-પિતા કે ભાઇએ તમારા માટે Family Based category માં પિટિશન કરવી જોઇએ. વિઝિટર વિઝા માટે વારંવાર પ્રયત્ન કરી સમય અને નાણાંનો દુવ્યર્ય થશે તેથી એપ્લાય કરતા નહીં.

સવાલ:અમારી ૨૦૦૩ની F-3ની ફાઇલનો વિઝા કોલ ક્યારે આવશે? મારી બહેને નર્સિંગનો એક વર્ષનો કોર્સ કરેલો છે. તેને અમેરિકામાં જોબ મળશે? મને ત્યાંની યુનિવર્સિટીમાં એડમિશન મળશે?- અમર હેમંતભાઇ ત્રિવેદી, અમદાવાદ

જવાબ: હાલની ધીમી ગતિ જોતાં બે-એક વર્ષ લાગશે. એક વર્ષના નર્સિંગ કોર્સ દ્વારા નર્સની જોબ મળે નહીં તે માટે રજિસ્ટ્રેશન તથા કેટલીક પરીક્ષાઓ આપવી પડે. તમને ગ્રીનકાર્ડ મળશે. તેથી યુનિવર્સિટીમાં સહેલાઇથી એડમિશન મળશે જ.

સવાલ:હું એરપોર્ટ ઉપર આપવામાં આવેલા એક મહિનાના વિઝા ઉપર છ વર્ષ અમેરિકામાં રહ્યો, જેમાં જે આવક થઇ તેનો ટેક્સ પણ ભરેલો છે. ત્યાર બાદ મારી F-4ની પિટિશનનો વિઝા ઇન્ટરવ્યૂ થયો ત્યારે દસ વર્ષનો Ban લગાવી અમને ઇમિગ્રન્ટ વિઝા આપ્યા નહીં. તેથી મારી મોટી બેબી માટે એક એજન્ટના માર્ગદર્શનથી પ્રયત્ન કર્યા તો પણ રિજેક્ટ થયેલા. દસ વર્ષ પૂરા થયે મને કોન્સ્યુલેટ બોલાવશે કે પૂછપરછ કરવી પડે? હવે મને, બાબા તથા બેબીને વિઝા મળશે? બેબીની ઉંમર ૨૮ વર્ષની છે તો ત્યાં સુધી તેને પરણાવવી કેમ તેની મૂંઝવણ છે.- જયંતીભાઇ પટેલ, પેટલાદ

જવાબ: તમે જે રીતે અમેરિકાના કાયદાનો ભંગ કર્યો તેના લીધે તમારા પરિવારના તમામ સભ્યોને તમે ઘણું મોટું નુકસાન કર્યું છે. દસ વર્ષ પછી પણ ઘણા કેસમાં વિઝા આપવામાં આવ્યા નથી તે હું જાણું છું. તેથી બેબીને પરણાવી દેવી તે ઉચિત છે. એજન્ટનું માર્ગદર્શન કાયદાની જાણકારીના અભાવે નિષ્ફળ રહે છે.

સવાલ:હું M.Com, L.L.B. અપરિણિત યુવાન છું. મારા બ્રધર ઇન લો ગ્રીનકાર્ડ હોલ્ડર અને સિસ્ટર ઇન લો સિટઝિન છે. બંને અમેરિકામાં ડોક્ટર છે. મારે વિઝિટર વિઝા લેવા માટે કયા ડોક્યુમેન્ટ્સ જોઇએ?- જયોત્સ્ના બારડ, રાજકોટ

જવાબ: મારા અનુભવ પ્રમાણે ડોક્યુમેન્ટ્સની જરૂર વિઝિટર વિઝા માટે પડતી નથી કારણ ઇન્ટરવ્યૂ લેનાર બે કે પાંચ મિનિટમાં પ્રશ્નો પૂછી ઇન્ટરવ્યૂ પૂરો કરે છે, જેમાં તમે ડોક્યુમેન્ટની ઘોડા ફાઇલ લઇને ગયા હો તો પણ તેમાંથી એકપણ કાગળ જોવા માગતા નથી. તમે બતાવવા કોશિશ કરો તો ‘નો નો કીપ ઇટ વિથ યુ’ કહીને તમને છોભીલા પાડી દેશે. તમારે જરૂર છે જેની આવક વધારે હોય તે બેમાંથી એક ડોક્ટરના સ્પોન્સર લેટર અથૉત્ એફિડેવિટ ઓફ સપોર્ટની. વધારેમાં કોઇ કાગળ લઇ જવો હોય અને ફોર્મ કેવી રીતે ભરવું તથા મેં તૈયાર કરેલા પ્રશ્નો તથા જવાબની જાણકારી માટે મને ફોન કરી શકો છો.

સવાલ:મારા બર્થ સર્ટિફિકેટમાં અને પાસપોર્ટમાં એકસરખી જન્મ તારીખ છે, પરંતુ મારા SSC Credit Certificate માં બે વર્ષનો તફાવત છે તો કેનેડામાં સેટલ થવા માટે આ કારણસર કેનેડિયન એમ્બેસી મારી પિટિશન રિજેક્ટ કરશે?-યાત્રિક મંદાદ, જામનગર

જવાબ: ના. તમારી ખરેખર જન્મ તારીખ બર્થ સર્ટિ. પ્રમાણે છે, જેના આધારે પાસપોર્ટ ઇશ્યૂ થયો. સ્કૂલમાં વહેલા દાખલ કરવા ઘણીવાર વાલીઓ બાળકની ઉંમર સાચી લખાવતા નહીં હોવાથી ઘણા કેસમાં આવું બને છે. જો કવેરી આવે તો તેનો ઉકેલ પણ છે. તેથી પિટિશન કરી નાખો.

સવાલ:મારે આ સાથે સામેલ બાયોડેટાના આધારે ઓસ્ટ્રેલિયાનું P.R. કે T.R. મેળવી શકાય?-મકબુલ, અમદાવાદ

જવાબ: તમારો બાયોડેટા જોતાં આ બાબતની ચર્ચા મારી સાથે ફોન ઉપર કરશો તે વધુ ઉચિત છે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

હવે ફકત 10 હજારમાં મળશે નવા LCD TV

આપની સુવિધા માટે ફેસબુકે લોન્ચ કરી અનોખી સર્વિસ