નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

સફળતા માટે કેવળ પ્રતિભા પર્યાપ્ત નથી

 
પ્રેરણાત્મક પુસ્તકોના ક્ષેત્રમાં જહોન મેકસવેલ જાણીતું નામ છે. એમના પુસ્તક ‘ટેલન્ટ ઇઝ નેવર ઇનફ’માં એ સફળતા માટે પ્રતિભા (ટેલન્ટ)નું મહત્વ સમજાવે છે. કેટલાય પ્રતિભાશાળી લોકો જીવનમાં સફળ નથી થતા તે એક હકીકત છે. લેખકનું માનવું છે કે કેવળ પ્રતિભાના જોરે સફળતા નથી મળતી. તે ઉપરાંત બીજી પણ ઘણી બાબતો જરૂરી છે. એમના વિચારો જોઇએ.

પ્રતિભા કોઇ પણ ક્ષેત્રમાં સારી શરૂઆત આપી શકે છે પણ એને ટકાવી રાખવા માટે સતત પ્રયાસની જરૂર પડે છે. જે કેવળ પ્રતિભા પર વિશ્વાસ રાખે છે તે સફળ નથી થઇ શકતા, ઉત્સાહ કે ધગશ કોઇ પણ યોજના કરતાં વધારે અસરકારક નીવડે છે. ઉત્સાહમાં એ શક્તિ છે જે સામાન્યને અસામાન્ય બનાવી શકે છે. ગમે તેટલી યોજનાઓ બનાવો પણ પ્રયત્ન પ્રથમ પગલું છે. વિચારો પર અમલ કરવો પડે છે, નિષ્ક્રિયતા ડર પેદા કરે છે. દરેક સફળ વ્યક્તિ સ્વ-પ્રેરિત હોય છે. તમે શું કરી શકો છો તેના પર ધ્યાન આપો, શું નથી કરી શકતા તેને ભૂલી જાઓ.

દરેક કાર્ય માટે તૈયારી જરૂરી છે, જેના માટે મહેનત કરવી પડે છે. તૈયારી હશે તો તક મળતાં જ એ કામ આવશે. પ્રેક્ટિસ માટે શિસ્ત જરૂરી છે. શરૂઆતમાં આવકની ચિંતા કર્યા વિના કામ કરો. મહેનત હશે તો પ્રતિભાને સ્વીકૃતિ મળશે. કોઇ પણ ક્ષેત્રમાં ટકી રહેવાની જીદ રાખો. નાની નાની સફળતાઓ જ એક દિવસ મોટી સફળતા આપશે. ઘણા પ્રતિભાશાળી લોકો આવી જીદ ન હોવાના લીધે સફળતા નજીક હોય ત્યારે પ્રયાસ છોડી દેતા હોય છે.

દરેક નવા કામ માટે હિંમત જરૂરી હોય છે. સામાન્ય વ્યક્તિ ઘણીવાર આંતરિક શક્તિ અને ધગશથી સફળ થાય છે જ્યારે પ્રતિભાશાળી પ્રયાસના અભાવથી રહી જાય છે. કોઇ પણ ઉંમરે નવું શીખી શકાય છે. સફળ લોકો પોતાને નિષ્ણાત નથી માનતા. નવું શીખવાની ઇચ્છા કાયમ રાખે છે. શીખવાની વૃત્તિ વિના કેવળ પ્રતિભા કામ નથી આવતી. ઘણા પ્રતિભાશાળી લોકો એટલા સ્વ-કેન્દ્રિત અને અભિમાની થઇ જતા હોય છે કે નવું શીખવા તૈયાર નથી હોતા. તેઓ ટેલન્ટ હોવા છતાં નિષ્ફળ થાય છે. સફળતા માટે મૂલ્યો જરૂરી છે.

સફળ વ્યક્તિના જીવનમાં સંબંધોનું ખાસ મહત્વ છે. નેગેટિવ વિચાર ધરાવતા લોકોથી દૂર રહેવું જરૂરી છે. આવા લોકો આપણાં ઉત્સાહમાં ઘટાડો કરતા હોય છે. જે સંબંધોથી આનંદ મળે તેવા રાખવા જરૂરી છે. જવાબદારી સ્વીકારવી એ સફળતાની નિશાની છે. જવાબદારી સ્વીકારશો તો વધારે જવાબદારી મળશે અને બીજાઓનો વિશ્વાસ પ્રાપ્ત થશે. ટીમ વર્ક માટે આ આવશ્યક છે. પ્રતિભાનો યોગ્ય ઉપયોગ કરનાર સફળ થાય છે.‘

Comments