નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

કુદરતનો કરિશ્મા: આ હતો દુર્ઘટનાનો અગમ સંકેત

આત્મવિશ્વાસ, આત્મસંમોહન તથા મનુષ્યની આંતરિક (અતિન્દ્રિય) શક્તિની જાગૃતિ માટે એકાગ્રતા કેળવવી એ પાયાની બાબત ગણાય. આવી એકાગ્રતા સાધવા માટે દીપક જ્યોત કે સળગતી મીણબત્તી પર ત્રાટક સાધના કરવી જોઇએ.

યોગાચાર્ય સ્વામી અધ્યાત્માનંદજી મહારાજ જણાવે છે કે યોગશાસ્ત્રમાં કોઇ વસ્તુ પર નિશ્વલ દ્રષ્ટિ સ્થિર કરવાની ક્રિયાને ત્રાટક સાધના કહેવાય છે. ત્રાટક કરવાનાં જુદાં જુદાં વિધાન છે. સૂર્ય ઉપર, કાચ ઉપર, પાણી ઉપર, છાયા ઉપર, બિંદુ ઉપર, ઓમકાર ઉપર, તસવીર ઉપર, મનુષ્યના નેત્ર ઉપર તથા દીપક ઉપર.

આ પૈકી દીપક ઉપર ત્રાટક કરવા માટે જ્યાં હવાનો વેગ ન હોય તેવી એકાંત અને અંધકારવાળી ખુલ્લી જગ્યા અથવા બંધ કમરાવાળી જગ્યા પસંદ કરવી જોઇએ. પદ્માસન, અનુકૂળતા મુજબ સુખાસનમાં પલાંઠી વાળીને કે ટેબલ ઉપર ટટ્ટાર બેસવું.

૨૫મી મે, ૧૯૭૯નો દિવસ. અમેરિકન એરલાઇન્સનું વિમાન નં. ઈ-૧૦-૧૦ શિકાગોના ઓ’હારે એરપોર્ટ પરથી કેલિફોર્નિયા જવા માટે ઉડાન ભરી રહ્યું હતું. ઉડાન ભરતાંની સાથે જ ગણતરીની ક્ષણોમાં તે અચાનક ધડાકાભેર નીચે પટકાયું. ત્યાં જ નષ્ટ થઇ ગયું. આ દુર્ઘટનામાં ૨૫૮ યાત્રિકો, ૧૩ Crew ના સભ્યો અને ૨ રાહદારીઓ સહિત કુલ - ૨૭૩ લોકો માર્યા ગયા. આ મૃતકોમાં અમેરિકાની વિખ્યાત લેખિકા જુડિથ વોકસ પણ હતી. તે અરસામાં જ તેમના પ્રકાશિત થયેલા પુસ્તક ‘સ્ટાટિઁગ ઇન ધ મિડલ’ને ખૂબ પ્રસિદ્ધિ મળી હતી.

આ દુર્ઘટનાગ્રસ્ત વિમાનનો ફ્લાઇટ નં. ૧૯૧ હતો. તાજુબની વાત તો એ હતી કે લેખિકા Judith Waxએ લખેલા પુસ્તક ‘Starting In The Middle (૧૯૭૯)’ના પાના નંબર-૧૯૧ ઉપર વિમાનયાત્રાને લઇને પોતાના મનમાં ઉદ્ભવતા ભયનું વિવરણ તેણીએ કર્યું હતું. જુડિથે લખ્યું હતું કે વિમાનમાં બેસી પ્રવાસ કરવાના ખ્યાલથી જ તેને મોતનો ભય સતાવવા લાગતો હતો.

વાત માત્ર આટલેથી જ અટકતી ન હતી. કુદરતનો સાંકેતિક કરિશ્મા તો જુઓ ! Judith જે દિવસે વિમાન અકસ્માતમાં માર્યા ગયાં, તે અગાઉ જ ‘શિકાગો’ નામની ખબરપત્રિકામાં Starting In The Middle ની સમીક્ષા છાપવામાં આવી હતી. આ સમીક્ષામાં Judith Waxનો ફોટો પણ દર્શાવેલ હતો. આ ચિત્રમાં જુડિથને એક વાચક સાથે ઊભેલી બતાવાઇ હતી. આ વાચકના હાથમાં પણ કોઇ પ્રત હતી. જેમાં અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટ નં ઈ-૧૦-૧૦નું વિજ્ઞાપન સ્પષ્ટ રીતે જોઇ શકાતું હતું!

આ એક પૂવૉભાસનો અજબનો સંયોગ ગણાવી શકાય. કોઇ અતિન્દ્રિય શક્તિ આ લેખિકામાં જરૂર કામ કરતી હોવી જોઇએ! આત્મવિશ્વાસ, આત્મસંમોહન તથા મનુષ્યની આંતરિક (અતિન્દ્રિય) શક્તિની જાગૃતિ માટે એકાગ્રતા કેળવવી એ પાયાની બાબત ગણાય. આવી એકાગ્રતા સાધવા માટે દીપક જ્યોત પર ત્રાટક સાધના કરવી જોઇએ. યોગાચાર્ય સ્વામી અધ્યાત્માનંદજી મહારાજ જણાવે છે કે યોગશાસ્ત્રમાં કોઇ વસ્તુ પર નિશ્વલ દ્રષ્ટિ સ્થિર કરવાની ક્રિયાને ત્રાટક સાધના કહેવાય છે. ત્રાટક કરવાનાં જુદાં જુદાં વિધાન છે. સૂર્ય ઉપર, કાચ ઉપર, પાણી ઉપર, છાયા ઉપર, બિંદુ ઉપર, ઓમકાર ઉપર, તસવીર ઉપર, મનુષ્યના નેત્ર ઉપર તથા દીપક ઉપર.

આ પૈકી દીપક ઉપર ત્રાટક કરવા માટે જ્યાં હવાનો વેગ ન હોય તેવી એકાંત અને અંધકારવાળી ખુલ્લી જગ્યા અથવા બંધ કમરાવાળી જગ્યા પસંદ કરવી જોઇએ. પદ્માસન, અનુકૂળતા મુજબ સુખાસનમાં પલાંઠી વાળીને કે ટેબલ ઉપર ટટ્ટાર બેસવું. દ્રષ્ટિની બરાબર ઊંચાઇએ, દોઢ ફૂટ જેટલા અંતરે ઘીનો દીવો કે મીણબત્તી પ્રગટાવવી. બંને નેત્રો પૂર્ણપણે ખોલીને દીવાની જયોત સમક્ષ એક જ નજરે જોયા કરવું.

નિરિક્ષેણ નિશ્ચલા દ્રષ્ટિ : સૂક્ષ્મ લક્ષ્યં સમાહિત: |
અશ્રુ સમ્પત પર્યન્ત અર્કુર્ય : ત્રાટક સ્મૃતિ: ॥


અથૉત્ સાધકે એકાગ્ર ચિત્ત થઇને નિશ્વલ દ્રષ્ટિ દ્વારા દીવાની જયોતના સૂક્ષ્મ લક્ષ્યને ત્યાં સુધી જોવું, જ્યાં સુધી આંખોમાં આંસુ ન આવી જાય.

આંસુ આવી જવાના પહેલાં જ આંખો બંધ કરી દેવી. આ રીતે વારંવાર સુખપૂર્વક કરવાનો અભ્યાસ કરવો. દસ યા પંદર મિનિટ સુધી આ રીતે જોવાથી દીવાની જયોત ઉપર પ્રકાશનાં કિરણો દેખાશે. ફક્ત જયોત ઉપર જ દ્રષ્ટિ સ્થિર કરવાની છે.

આ ક્રિયાની સિદ્ધિનું પ્રમાણ એ છે કે, જે દિશામાં દ્રષ્ટિ સ્થિર કરી હશે, તે દિશામાં પ્રકાશ જ પ્રકાશ દેખાશે. કોઇ વસ્તુ, બિંદુ કે દીપક પણ દેખાવો જોઇએ નહીં. તેની બીજી સિદ્ધિ ત્યારે સમજાશે, જ્યારે આ પ્રકાશ હૃદયની મધ્યમાં લાવી શકાશે. આ અવસ્થા ગુરુગમ્ય છે. ત્રાટકની સિદ્ધિ પ્રાપ્ત કરવાની દશાને ‘શામ્ભવી મુદ્રા’ પણ કહે છે. ઉપનિષદના યોગ પ્રકાંડમાં તેનું વિસ્તૃત વર્ણન છે. આમ કરવાથી આંખોને લગતી સમસ્યાઓ દૂર થાય છે. ચિત્ત એકાગ્ર બને છે.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા