નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

સંતાનની ટુ-વ્હીલરની માગણી...

 
માતાપિતાએ ટીનએજ સંતાનોના મિત્ર સમાન બની રહેવાનો પ્રયત્ન કરવાની જરૂર છે. તો કદાચ તેમની અનેક સમસ્યાનો હલ આવી જાય.

ગયા અંકના લેખમાં માતાપિતાને પરેશાન કરતાં ટીનએજ બાળકોના પ્રશ્નોની વાત અધૂરી રહી છે તેનો ખ્યાલ મને જ્યારે કેટલાક ફોન આવ્યા ત્યારે આવ્યો. આમાં તેમણે મને તેમના પ્રશ્નો વિશે વાત કરી અને એ મુશ્કેલી તમારામાંના ઘણાબધાની પણ હોઇ શકે. મોબાઇલ જેટલી જ જટિલ સમસ્યા ટીનએજના બાળકો અને ખાસ કરીને છોકરાઓ માટે ટીવી અને વીડિયો ગેમ્સના વળગણની છે.

છોકરીઓને આ ઉંમરે સામાજિક સિરિયલમાં રસ પડવા માંડે છે અને પોતાની ઉંમર સાથે તાદાત્મય સધાય તેવી એક સિરિયલ તેમને પકડાઇ જાય છે જે છોડવાનું તેમને પરીક્ષાના દિવસોમાં પણ નથી ગમતું. છોકરાઓને દસ વર્ષ સુધી સામાન્ય રીતે કાર્ટુન ચેનલો ગમતી હોય છે. તેમને હવે ક્રિકેટ જેવી રમતોમાં અને ધોની જેવા થવામાં રસ પડવા માંડે છે.

પહેલાના સમયમાં જ્યારે ટીવી અને વીડિયો ગેમનો પ્રચાર ઓછો હતો ત્યારે બાળકો શરીરને થાક લાગે તેવી રમતો રમતાં જે હવે ઓછું થઇ ગયું છે. છોકરાઓને બહાર મેદાન ઉપર ફિલ્ડિંગ ભરવા કરતાં હાથમાં માઉસ રાખીને રન કરવા કે આઉટ કરીને ખુશ થવું વધારે ગમે છે અને મા-બાપ સાથે સંઘર્ષના નવા મોરચા ઊભા થાય છે. આમાંથી બહાર નીકળવા માટે મા-બાપે પોતે સમય કાઢીને બાળક સાથે બહારની રમતમાં જોડાવું અને જેથી તે રમતની રોમાંચકતાનો ખ્યાલ બાળકને આવી શકે. ઘણી વાર ગ્રૂપમાં બીજા બાળકોને કે બીજા મા-બાપને આમાં સામેલ કરવાથી સારું પરિણામ મળે છે.

મારા એક મિત્ર રવિવારે પોતાના મિત્રોને તેમના બાળકો સાથે તેના ફાર્મહાઉસ ઉપર બોલાવે અને બધા સાથે બે-ચાર કલાક ક્રિકેટ કે તેના જેવી આઉટડોર રમતનો પ્રોગ્રામ બનાવે. જેની ધીમે ધીમે બધાંને એક આદત પડી જતી હોય છે. ટીવી, વીડિયોના કારણે બાળકોમાં ઇતર વાંચનનું પ્રમાણ ચોક્કસ ઘટ્યું છે. જેમાં મા-બાપ પણ ઘણા અંશે જવાબદાર છે. ઘણી વાર જો ઘરમાં વડીલો ઇતર વાંચન કરતા હોય તો બાળકને તેવી આદત પાડી શકાય છે. બાળકને સાથે લાઇબ્રેરીમાં લઇ જવા અને તે વાતાવરણમાં રાખવાથી ફાયદો થઇ શકે.

ઉપરાંત, એક નવી સમસ્યા છે કે બાળકને વાહન-ટુ વ્હીલર ક્યારે અપાવવું. ઘણા બાળકો દસમા ધોરણથી વાહન ચલાવવાનું વડીલોની જાણમાં કે ચોરીછુપીથી શીખી જાય છે. તેમને અઢાર વર્ષ પૂરાં થાય ત્યારે લાઇસન્સ આપવાની વાત કરે છે પણ આ ટીનએજર્સને કેમ સમજાવવાં? પોતાના ભાઇબંધ કે બહેનપણીઓ કે જેઓ વાહન લઇને આવતાં થઇ જાય છે. તેમની આગળ નીચા જોવાની સ્થિતિ થાય તેવી દલીલનો સામનો કરવો એ કોઇ પણ મા-બાપ માટે મુશ્કેલ સ્થિતિ છે.

આનંદ હમણાં જ અગિયારમા ધોરણમાં આવ્યો છે. બારમા ધોરણની તૈયારીના ભાગરૂપે ટ્યૂશનની શરૂઆત થઇ ગઇ છે. આનંદ જે દસમા ધોરણ સુધી સાઇકલ લઇને બધે મજાથી ફરતો હતો હવે તેને સાઇકલ ચલાવતાં સંકોચ થાય છે. તે કાં તો ચાલતો જાય છે કે રિક્ષામાં જાય છે. વળી તેને તેની બહેનની પાછળ બેસીને જતાં શરમ આવે છે. આ આખી વાત - આનંદની માનસિક સ્થિતિ તેના મા-બાપના સમજણની બહાર છે. વાહન લઇ આપવાની વાત ઉપર ગાડી અટકી છે.

ક્યારેક બાળક ભણે તે માટે મા-બાપ બાળકને વાહન અપાવે છે. મા-બાપના મનમાં પછી પણ તેની ચિંતા રહે જ છે કારણ છાપાંમાં આ ઉંમરના બાળકો કેવું વાહન ચલાવે છે તે વારંવાર છપાતું જ રહે છે. બાળકને વાત સારી રીતે સમજાવવી જરૂરી છે. જો બાળક સાથે આ રીતે વાતચીતનો સંબંધ ન હોય તો શિક્ષક દ્વારા પણ તેમને સમજાવી શકાય. આ ઉંમરે તેમના પર શિક્ષકની હજી ઘણી અસર પડતી હોય છે. આજના મોબાઇલ યુગમાં, ટીવી વીડિયોના આક્રમણ સામે મા-બાપ કેવી રીતે સંતાનની માગણી પૂરી કરે એ વિચાર માગી લે છે, પરંતુ જો બાળકના ટીન એજમાં પ્રવેશ પહેલાંથી મિત્ર બનવાની પ્રક્રિયા મા-બાપ શરૂ કરે તો કદાચ ઘણો ફાયદો થઇ શકે.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા