નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

આ કંપનીને દરરોજ 2 કરોડનું નુકસાન જઈ રહ્યું છે

 
તમને એ જાણીને ચોક્કસ નવાઈ લાગશે કે કોઈ કંપનીને રોજનું 2 કરોડનું નુકસાન જઈ રહ્યું હોય તો તે કેવી રીતે ચાલી શકે. પણ આ સત્ય છે. ક્લચ ઑટોના મેનેજિગ ડિરેક્ટર વિજય મેહતાનું કહેવું છે કે મારૂતિના માનેસર પ્લાન્ટમાં હડતાલ ચાલુ રહેવાના પરિણામે કંપનીને રોજનું 2 કરોડ રૂપિયાનું નુકસાન જઈ રહ્યું છે.

- માનેસર પ્લાન્ટમાં હડતાલ આગળ પણ ચાલુ રહેવા ઉપર કંપની માટે સમસ્યાઓ ખાસ્સી વધવા પામશે
- સરકાર તરફથી ખાસ્સી સમજદારીથી હડતાલની સ્થિતિને સંભાળવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે


તેઓના કહેવા પ્રમાણે મારૂતિના માનેસર પ્લાન્ટમાં હડતાલ આગળ પણ ચાલુ રહેવા ઉપર કંપની માટે સમસ્યાઓ ખાસ્સી વધવા પામશે. ખરેખરમાં ટ્રેડ યૂનિયન આ અવસરનો પૂરો ફાયદો લેવાનો પ્રયત્ન કરી રહ્યું છે જેનાથી વધારે સમસ્યા સર્જાવાની આશંકાઓ છે.

જોકે વિજય મેહતાનું માનવું છે કે આ વખતે સરકાર તરફથી ખાસ્સી સમજદારીથી હડતાલની સ્થિતિને સંભાળવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. આવામાં આ સમસ્યાનો ઉકેલ મળી જવાના સંકેતો જોવા મળી રહ્યાં છે.

મારૂતિના માનેસર પ્લાન્ટમાં કર્મચારિયોની હડતાલ ચાલી રહીં છે. હડતાલનો આજે 11મો દિવસ છે. સંચાલન અને યૂનિયન વચ્ચે હડતાલ બંધ કરવાની તમામ વાતચિત નિષ્ફળ જઈ રહીં છે.

 

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા