નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

કેવી રીતે કરશો કુદરતી બ્લીચ

કુદરતે આપણા શરીરની સુંદરતા જળવાઇ રહે તે માટે ઘણીબધી વસ્તુઓ આપી છે. આ બધામાંથી કેટલીક વસ્તુનો ઉપયોગ બ્લીચિંગ માટે કરી શકાય છે.

કંઇ કેટલાય શાકભાજી અને ફળ એવા હોય છે, જે સ્વાદ તેમ જ સ્વાસ્થ્ય તો પ્રદાન કરે જ છે. તે સાથે તેમાં એવા અનેક ગુણ રહેલાં હોય છે, જેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો સુંદરતામાં પણ વધારો થઇ શકે છે. બજારમાં મળતાં કેમિકલયુક્ત કોસ્મેટિકસના બદલે પ્રાકૃતિક સૌંદર્યપ્રસાધનો સમાન કેટલાક ફળ અને શાકભાજી દ્વારા ત્વચા વધારે ગોરી અને કાંતિવાન બને છે.

પપૈયું

પપૈયામાં પેપ્ટિન નામનું એન્ઝાઇમ હોય છે. કાચા પપૈયાને ક્રશ કરીને તેને ચહેરા પર લગાવી બે મિનિટ સુધી હળવા હાથે સ્ક્રબ કરો. તેને ૧૫-૨૦ મિનિટ સુધી રહેવા દો અને પછી ચહેરો ઠંડા પાણીથી ધોઇ લો.

કાકડી

કાકડીને ક્રશ કરીને તેમાં અડધી ચમચી મુલતાની માટી અને અડધી ચમચી સુખડનો પાઉડર ભેળવીને ફેસપેક બનાવી લો. આ પેકને ચહેરા પર લગાવીને ૧૦-૧૫ મિનિટ સુધી રહેવા દો. લેપ સુકાવા લાગે એટલે ઠંડા પાણીથી ધોઇ નાખો.

નારંગી

નારંગીની છાલને તડકે સૂકવી લો. છાલ સૂકાઇ જાય એટલે તેને ક્રશ કરી લો. આ પાઉડરમાં થોડું કાચું દૂધ ભેળવીને લેપ તૈયાર કરો અને ચહેરા પર લગાવો. સૂકાઇ જાય એટલે ચહેરો ધોઇ લો. ચહેરા પર નવી તાજગીનો અનુભવ થશે.

લીંબુ

લીંબુમાં સાઇટ્રિક એસિડ હોય છે. લીંબુના રસમાં થોડો ચણાનો લોટ ભેળવીને તેની પેસ્ટ બનાવી ચહેરા પર લગાવી દો. સૂકાઇ જાય એટલે ઠંડા પાણીથી ચહેરો ધોઇ લેવો.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા