નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

નરસૈંયાનો ગૃહિણીને જવાબ!

 
ટાઇટલ્સ

આંધળા સાથે પતંગનો પેચ લગાવશો તો પતંગ નહીં, ગળું કપાશે! ગયા અઠવાડિયે તમે વાંચ્યું કે ગુજજુ ગૃહિણી, હરખપદુડી હંસાએ ભક્ત નરસૈંયાને પત્ર લખેલો કે ટી.વી. પર ગાયનની હરીફાઇમાં ભાગ લ્યો, ગુજરાતી અસ્મિતાનો ઝંડો ઊંચો કરો. હંસાને શ્રદ્ધા હતી કે નરસિંહ મહેતા પ્રભુકૃપાથી પૃથ્વી પર પાછા પ્રગટ થશે અને ટીવી શોમાં ‘જાગને જાદવા’ ગાઇને ગુજજુસ્ટાર બની જશે. જુનાગઢની પોસ્ટઓફિસમાં નરસિંહ મહેતા પર લખેલો પત્ર જોઇ ટપાલી ચોક્યોં! એણે બીજાને પૂછ્યું, ‘હેં આ શું? નરસિંહ મહેતાના નામે કાગળ! તેં જોયું?’ બીજાએ કહ્યું, ‘ના.

મને તારી જેમ બીજાના કાગળો કે પ્રેમપત્રો ફોડીને વાંચવાની ટેવ નથી!’ ‘અરે, પણ નરસિંહ મહેતા ક્યાં જીવે છે, યાર?’ ‘તે હું શું કરું જીવતા ના હોય તો? હું કોઇ વસ્તીગણતરીનું કામ કરું છું? આટલા પગારમાં આટલું જ કામ થાય!’ ‘તેં નરસિંહ મહેતાનું નામ નથી સાંભળ્યું?’‘તેં જમનાદાસ ગલોટિયાનું નામ સાંભળ્યું છે?’

‘ના.’ ‘તો મેંય નરસિંહ મહેતાનું નામ નથી સાંભળ્યું, બસ?’ ‘અરે, નરસિંહ મહેતા આપણા આદિકવિ છે. ‘વૈષ્ણવજન’ને એવું બધું લખેલું ને ૫૦૦ વર્ષ પહેલાં!’ ‘લખ્યું હશે. હું સ્કૂલમાં પ્રાર્થના પછી જ પહોંચતો. જે એડ્રેસ લખ્યું છે ત્યાં મોકલી દેને! આપણે શું?’ આમ પોસ્ટમેને તો નરસિંહ મહેતા સ્મારક પર પત્ર પહોંચાડી દીધો. અમારા જેવા કોઇ મશ્કરા મનચલાના હાથમાં એ પત્ર આવી ચડ્યો અને એણે ખોલીને વાંચ્યો. એને તો સખત ટાઇમ પાસ થયો.

એટલે એણે વધારે ટાઇમપાસ કરવા હરખપદુડી હંસાને નરસૈંયાના નામે જવાબ લખ્યો! હંસા તો નરસિંહમહેતાનો પત્ર જોઇને છક થઇ ગઇ અને પતિને કહ્યું, ‘હાય હાય! નરસિંહ મહેતાનો લેટર આવ્યો છે, મારા પર!’ પતિએ ટીવી જોતાં જોતાં બેધ્યાનપણે કહ્યું, ‘હં, જવાબમાં મારી યાદી આપજે! કહેજે રોકાવા આવે’ હંસાએ છણકો કરીને ફટાફટ પત્ર વાંચ્યો: ‘ચિરજીવી હંસાને નરસિંહના આશીર્વાદ.

શામળાજી તમને સદા સુખી રાખે. આ ઇમેઇલ અને એસ.એમ.એસ.ના જમાનામાં કોઇનો પત્ર આવે ત્યારે એટલો જ શોક લાગે છે જેટલો ફર્સ્ટ ટાઇમ પ્રભુને ફેસ ટુ ફેસ જોઇને લાગેલો. તમારી ઓફર વાંચી પણ, બેટા એઝ યુ નો, હું રહ્યો સંત માણસ. એક સંતનું સેટેલાઇટની દુનિયામાં શું કામ? અને આર યુ શ્યોર કે મારાં ભજનો આજની જનરેશનને ગમશે? આ તો ગાંધી નામના સંતે મારા વૈષ્ણવજનનાં વખાણ કર્યા, નહીં તો મને કોણ યાદ કરે? પહેલાંના જમાનામાં તો અર્લી મોર્નિંગ મારાં પ્રભાતિયાં ગવાતાં.

હવે તો બધે ટ્રેનના, ટ્રાફિકના, રેડિયો-ટીવીના અવાજો જ સંભળાય છે. ઇનફેકટ, મારા મોબાઇલ પર પણ ‘મુન્ની બદનામ હુઇ’ જેવું ગીત રિંગટોન તરીકે છે! કારણ કે મને એ મુન્નીવાળા ગીતમાં શુદ્ધ ભક્તિનો જ ભાવ દેખાય છે. મુન્ની એટલે આત્મા. ડાર્લિંગ એટલે પરમાત્મા. સાચા ભગતનો આત્મા, જગતમાં બદનામ જ થાય છે ને સદાય? મનેય મારા જુનાગઢમાં ન્યાતવાળાઓએ કંઇ ઓછો બદનામ કરેલો? ઇનશોર્ટ, શ્રીહરિનો મારગ તો શૂરાનો મારગ છે, એમાં કાયર માટે બહુ સ્કોપ નહીં. બદનામી તો થાય.

એની વે, મારે ટીવીના ટેલેન્ટ કોન્ટેસ્ટમાં ગાવા જવું એવો તારો મીઠો આગ્રહ જોઇને મને કુંવર બાઇ, મારી દીકરી યાદ આવી ગઇ. એ પણ કહેતી કે પપ્પા, તમે પૈસા લઇને ભજન ગાઓને? પણ મેં એવું ના કર્યું. મારો સત્સંગ તો શામળાએ સદા માટે સ્પોન્સર કરેલોને? હવે આજે જો હું ટીવી- શોમાં ભાગ લઉં તો મારો શામળો શું વિચારે? અને બેટા કે જો એ શોમાં હું ગાઉં કે ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ પર-સ્ત્રી જેને માત રે’ અને પછી તરત જ એ જ સ્ટેજ પર કોઇ ‘શીલા કી જવાની’ જેવું પરસ્ત્રીનું પ્રમોશનલ સોંગ ગાય તો કેવું લાગે? મને ૮૪ લાખના ફેરામાંથી મુક્તિની નથી પડી, ત્યાં શોના જજ તરફથી ૧૦માંથી ૧૦ માકર્સ મળે કે ના મળે શું ફરક પડે!

અરે ‘ચિત્ત તું શીદને ચિંતા કરે, હરિને કરવું હોય તે કરે!’ એવો જેનો ટ્રેડમાર્ક હોય એને કોઇ શું માર્ક આપશે? તું કહે કે મારા માટે ૩૩ કરોડ દેવતાઓ ટીવી ચેનલને એસ.એમ.એસ. કરે અને મને ટેકો આપે? છી, છી આવાં કામ માટે મારા શામળા ગિરધારીને હું ડિસ્ટર્બ કરું? વળી,હમણાં દિલ્લી પાસે ભટ્ટાપરસૌલ ગામમાં અને અહીં ગુર્જર દેશમાં મહુવા ખાતે કેટલાક ખેડૂતોની જમીન છીનવાઇ રહેલી ત્યારે મેં પ્રભુને કહેલું કે, ‘જાદવા હવે તો જાગ! અરે, ‘બીજમાં વૃક્ષ તું, વૃક્ષમાં બીજ તું!’તો વૃક્ષ અને બીજથી રોજેરોજ પનારો પડનારા ખેડૂતોના શું હાલ થયા છે એ તો જો, પાછો અવતાર લે દીનાનાથ! પણ હજુ પ્રભુનો જવાબ નથી આવ્યો કે નથી કંઇ ચમત્કાર દેખાડ્યો! હશે, જેવી હરિની મરજી, બીજું શું કહું? ટૂંકમાં મારી સલાહ છે કે ટીવી શો માટે મને રહેવા ધ્યો. મીરાંબાઇને ટ્રાય કરો.

તેઓ મારા કરતાં વધુ પોપ્યુલર છે. એમનું ‘મેરે તો ગિરધર ગોપાલ’ અને ‘ઘુંઘરુ ટૂટ ગયે’ હજીય ગવાય છે. વળી, મારા કરતાં એમનું હિન્દીયે વધુ સારું છે. પ્રેમાનંદ પણ ચાલે, એ ગાગર પર હાથ પછાડીને ડ્રમરની જેમ બીટ્સ સાથે ગાશે તો લોકોને બહુ ગમશે. પણ કવિ અખાને નહીં બોલાવતા એ બહુ આખાબોલો છે, શોના જજને સંભળાવી દેશે કે ‘એક મૂરખને એવી ખૂજલી, ટીવી પર આવીને કરે છે કૂથલી!’ જો કે એની આવી તીખીમજાકથી પ્રોગ્રામ હિટ પણ થઇ શકે! પણ મને માફ કરો. મેં તો પહેલેથી જ ડિકલેર કર્યું છે કે, ‘હરિના જન તો મુક્તિ ન માગે, માગે જનમોજનમ અવતાર રે.’ તો પછી હું ટીવી-શોમાં ઇનામ ક્યા મોઢે માગું? ઇન શોર્ટ, ‘ઘાટ ઘડિયા પછી નામરૂપ જુજવાં. અંતે તો હેમનું હેમ હોય’ જેવી વાત છે... યુ સી? લિ. નરસૈંયાના આશીર્વાદ.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

હવે ફકત 10 હજારમાં મળશે નવા LCD TV

આપની સુવિધા માટે ફેસબુકે લોન્ચ કરી અનોખી સર્વિસ