નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

કિચન ગાર્ડન દ્વારા પર્યાવરણની જાળવણી

 
લીલોતરી, સ્વાસ્થ્ય અને સામાજિકતા જો એક જ સ્થળે જોવાં હોય, તો એ છે કિચન ગાર્ડન. શાકભાજીથી દુનિયા કેવી રીતે થાય રાજી? ચાલો, જોઇએ...

રસોઇ બનાવવામાં મીઠો લીમડો, ફુદીનો, કોથમીર, ટામેટાં અને લીલાં મરચાં જો છોડ પરથી જ તોડીને ઉમેરવામાં આવે, તો એ ભોજનનો સ્વાદ જ કંઇક અલગ આવે. કિચન ગાર્ડન દ્વારા આવું સહેલાઇથી થઇ શકે છે. આ તમામ લીલાં સહાયકો આપણને દરેક ઋતુમાં મળી શકે છે. આ ઉપરાંત, કિચન ગાર્ડનમાં બીજા પણ શાક ઉગાડી શકાય છે. દૂધી, ભીંડા, રિંગણાં, પાલક, તુરિયાં, મેથી વગેરે શાકભાજી પણ કિચન ગાર્ડનમાં ખૂબ સારી રીતે ઉછરી શકે છે.

આના માટે વધારે મોટી જગ્યાની જરૂર પણ નથી પડતી. તેને કૂંડામાં પણ ઉછેરી શકાય છે. કૂંડા લાવી, તેમાં માટી અને ખાતર ભેગાં કરીને તૈયાર કરો. કોથમીર, ટામેટાં, ફુદીના જેવા રોજિંદા ઉપયોગમાં લેવાતા શાકના કૂંડા આગળની તરફ રાખો. હવે કેટલીક મૂળભૂત જાણકારી મેળવીએ.

કોથમીર - કોથમીરના બીને કૂંડાની માટીમાં ત્રણ સેન્ટિમીટર ઊંડા રોપી દે. થોડા જ દિવસમાં લીલીછમ કોથમીર ઊગી નીકળશે.

ફુદીનો - બજારમાંથી મૂળિયાવાળો થોડો ફુદીનો લાવી કૂંડાની માટીમાં રોપી દો. તેને રોજ પાણી રેડો અને જુઓ, કેટલો ઝડપથી તે ઉછરે છે.

લીલાં મરચાં - લીલાં મરચાં ઉગાડવા માટે તમારે છાંયડાવાળી જગ્યા શોધવી પડશે. બજારમાંથી લીલાં મરચાંનાં બી લાવી કૂંડામાં રોપી દો. થોડા જ દિવસમાં આ બીના ફણગા ફૂટીને નાના-નાના છોડ ઊગી જશે. કૂંડાના આકાર પ્રમાણે ત્રણ-ચાર છોડ તેમાં રહેવા દો અને બાકીના બીજા કૂંડામાં રોપી દો. થોડા દિવસ પછી આ છોડ પર આવેલાં ફૂલમાંથી નાના-નાના લીલાં મરચાં થઇ જશે.

પાલક - બજારમાંથી પાલકની ભાજીના બી લાવી પહોળા કૂંડામાં રોપી દો. થોડા જ સમયમાં લીલીછમ પાલકની ભાજીથી આખું કૂંડું છવાઇ જશે.

તુલસી - તુલસીના પાનમાં અનેક ઔષધિય ગુણ રહેલાં છે. તુલસીના માંજરને કૂંડાની ભીની માટીમાં વેરી દો. થોડા દિવસમાં તુલસીના નવા છોડ ઊગી નીકળશે.

મીઠો લીમડો - ઉત્તર ભારતથી લઇને દક્ષિણ ભારત સુધી બનતી અનેક વાનગીઓનો સ્વાદ વધારવા માટે મીઠા લીમડાના પાનનો ઉપયોગ થાય છે. આને પણ તમે કૂંડામાં રોપી શકો છો.

હવે વાત કરીએ એવા શાકની, જેને તમે બગીચામાં જગ્યા હોય તો ઉગાડી શકો છો...

દૂધી-તુરિયાં-ગલકાં - આ બધાં શાકના વેલા થાય છે. તેના બી લાવીને જુદા જુદા ક્યારામાં રોપી દો. વેલા મોટા થાય ત્યારે તેને બગીચાની નજીકની વાડ કે દીવાલના આધારે ઊંચા કરી દો. થોડા જ દિવસમાં લીલાછમ વેલા તમારા ઘરને છાંયડો આપવાની સાથે તાજગીભર્યું સ્વાસ્થ્ય પણ પ્રદાન કરશે.

કિચન ગાર્ડનમાં તમે કેળાં, કેરી, દાડમ, જામફળ, વગેરે ફળના વૃક્ષ પણ રોપી શકો છો. આ બધાં લાંબા સમય સુધી પર્યાવરણ સંરક્ષણમાં ફાળો પ્રદાન કરવાની સાથે બીજાને પણ પર્યાવરણ વિશે વિચારવાની પ્રેરણા પૂરી પાડશે. પાડોશી અને સંબંધીઓને શાકભાજી અને ફળ ભેટમાં આપવાથી તમે સામાજિક સંબંધને વધારે દ્રઢ બનાવી શકશો. વ્યક્તિગત ધોરણે નાનકડા કિચન ગાર્ડન દ્વારા કરવામાં આવેલો આ પ્રયત્ન પર્યાવરણને બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

ગાર્ડનિંગથી સ્વાસ્થ્ય સાથે સ્વાદ પણ

કુદરતનું સાંનિધ્ય પણ સારા સ્વાસ્થ્યની ગેરંટી છે. જો શુદ્ધ હવા અને તાજું ભોજન મળે, તો એનાથી વિશેષ શું? આ ઉપરાંત ગાર્ડનિંગમાં રસ દાખવવાથી તમે એક નવી કલામાં નિપુણતા પ્રાપ્ત કરી શકો છો. તમારી પસંદગી પ્રમાણે સમયાંતરે કિચન ગાર્ડનના છોડને પણ બદલતાં રહો.

જેમ કે તમને કોન્ટિનેન્ટલ વાનગી બનાવવાનો શોખ હોય તો તમારા કિચન ગાર્ડનમાં પાર્સલે, સેઝ અને થાયમ ઉગાડો. એ જ રીતે ઇટાલિયન વાનગી બનાવવાની ગમતી હોય તો તુલસી, રોઝમેરી અને ઓરેગનો ઉછેરો.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા