નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

દીકરીને સમજાવવી કે દાદીમાને?


ઘરડે ઘડપણ મા-બાપનો સ્વભાવ બદલાવાનો નથી એવું સ્વીકારીને આપણે આપણાં બાળકોને સાચુંખોટું ધમકાવી નાખીએ કે ચૂપ રહેવાનું કહીએ. આનાથી કદાચ ટેમ્પરરી શાંતિ લાગે પણ અંદરખાને યુવાનહૈયાંમાં નારાજગી અને રોષ વધતાં જાય છે.

આપણામાંથી મોટાભાગનાં લોકોએ ‘બાગબાન’ નામની ફિલ્મ જોઇ હશે. એની આખી સ્ટોરી નહીં પણ એક સીન યાદ કરીએ. મોટી ઉંમરે દીકરાને ત્યાં રહેવા ગયેલી હેમામાલિની એની યુવાન પૌત્રીની લાઇફસ્ટાઇલ જોઇને મૂંઝાય છે અને એકવાર રાતે બહુ મોડી ઘરે આવેલી છોકરીને ટોકી દે છે. સામે ભડકી ગયેલી દીકરી એના બાપનો ઉઘડો લઇ નાખે છે કે તમારી મા બહુ કચકચ કરે છે.

ફિલ્મમાં તો દીકરીનું ઉપરાણું લઇને છોકરાએ એની માતાને ધમકાવી નાખી અને થિયેટરમાં ઓડિયન્સને અરેરાટી થઇ ગઇ. હાય હાય, કેવો પુત્ર અને કેવી પૌત્રી! આ ઘટના વિશે કોઇ એવું ન કહીં શકે કે આવું તો માત્ર ફિલ્મોમાં બને કારણ કે, આપણે ત્યાં અનેક પરિવારોમાં આ પ્રકારનાં દ્રશ્યો ભજવાય છે. દાદા કે દાદી કંઇ રોકટોક કરે, સામે પૌત્ર કે પૌત્રી બળવો પોકારે. જો કે રિયલ લાઇફમાં દરેક દીકરો એના સંતાનનો પક્ષ લઇને માતાપિતાને ધમકાવી શકતો નથી. ક્યારેક તો એના માટે નક્કી કરવું મુશ્કેલ થઇ જાય છે કે આવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે કોનો વાંક કાઢવો.

કોનો પક્ષ લેવો અને પછી રિસાઇ ગયેલી પાર્ટીને કઇ રીતે મનાવવી? ખુદને સૂડી વચ્ચે સોપારી સાથે સરખાવતો આવો એક દીકરો હમણાં મળ્યો. આપણે એને રાકેશ તરીકે ઓળખીશું. રાકેશ સક્સેસફુલ બિઝનેસમેન છે. મુંબઇમાં મોટું ઘર છે. મુંબઇની બહાર ફાર્મહાઉસ છે. પણ એના માતાપિતા વતનના ઘરમાં રહેવાનું પસંદ કરે છે. દીકરી કે વહુ સાથે કોઇ તકરાર નથી. મન થાય ત્યારે થોડો સમય મુંબઇ રહેવા આવી જાય. બાપ-દીકરા કે સાસુ-વહુ વચ્ચે ઝઘડા નથી થતા અને મોટા ભાગનો સમય સુખશાંતિથી વીતે છે પણ નાનો પ્રોબ્લેમ ઊભો થાય છે. જ્યારે કોઇવાર દાદી અને પૌત્રી સામસામા આવી જાય.

રાકેશ કહે છે, ‘મારી મોટી દીકરી ભણવાનું પૂરું કરીને હમણાં જ મોટી કંપનીનાં નોકરીએ લાગી છે. ભણવામાં હોશિયાર હતી અને કામમાં પણ સિન્સિયર છે. ટિપિકલ યંગ જનરેશન છે એટલે રજાના દિવસે દોસ્તો સાથે હરેફરે ક્યારેક ઘરે મોડી આવે પણ અત્યાર સુધી એણે અમને કોઇ ગંભીર ફરિયાદનો મોકો નથી આપ્યો. આ ઉંમરે છોકરીને એની જવાબદારીનું, સાચાખોટાનું ભાન હશે એવું માનીને હું કે મારી વાઇફ વધુ પડતી કચકચ કે રોકટોક કરતાં નથી.

મારી વાઇફ તો નાના ગામડાંમાંથી આવી છે તોયે યંગ, મોડર્ન પેઢીને મારાથી વધુ સારી રીતે સમજે છે. બીજી તરફ મારી મમ્મી મુંબઇમાં જન્મીને વર્ષોથી સુધી અહીં રહી છે. દેશવિદેશમાં ફરી છે પણ એને લાગે છે કે નવી પેઢી બગડી રહી છે. એમની ફરિયાદ છે કે મેં બાળકોને- ખાસ કરીને છોકરીને વધુ પડતી છુટછાટ આપી દીધી છે. સામાન્ય સંજોગોમાં હું અને મારી દીકરી પણ મમ્મીનાં નાનાંમોટાં લેકચર સાંભળી લઇએ, પરંતુ છોકરી ઘરે મોડી આવે. એ મુદ્દે ક્યારેક ટેન્શન થઇ જાય.

‘હજી કેમ નથી આવી?’ ઘડિયાળ સામે જોઇને મમ્મી બોલે અને રાકેશ સાવધ થઇ જાય. માતાને શાંત પાડવા માટે કહે કે તું શાંતિ રાખજે. હું છોકરીને કહેવાનું હોય એ કહી દઇશ. પણ દાદીમાથી રહેવાય નહીં. પૌત્રી ઘરમાં પગ મૂકે કે એમનું ભાષણ શરૂ થઇ જાય. સામે છોકરી ભડકે કે, ‘હજી તો આવી ત્યાં કંઇ પૂછ્યાગાછ્યા વિના કકળાટ શરૂ થઇ ગયો.’ એ વળી દાદીમા નહીં, પણ પપ્પા પર ગુસ્સે થાય. રાકેશ કહે છે, ‘મમ્મી મને કહે કે તું તારી દીકરીને સમજાવ. દીકરી કહે કે તમે તમારી મમ્મીને સમજાવો. હું કોને સમજાવું? બંને સાથે અલગ અલગ બેસીને સમજાવવાની કોશિશ કરું તોયે છેવટે તો એ જ સાંભળવું પડે કે હું બીજી પાર્ટીની સાઇડ લઉં છું.’

રાકેશ જો કે એટલું કબૂલે છે કે મમ્મીને આ ઉંમરે દુ:ખ ન થાય એટલે એ ક્યારેક દીકરીનો વાંક ન લાગે તોયે એને ચૂપ રહેવાની શિખામણ આપે છે. અલબત્ત, આમાં રહેલું જોખમ એ સમજે છે. એને ડર છે કે ક્યાંક એવો ટાઇમ ન આવી જાય કે ઘરમાં દાદાદાદીનું આગમન દીકરીને ખટકવા લાગે કે એ લોકો મુંબઇ આવવાનું બંધ કરી દે. રાકેશનાં ઘર જેવી સમસ્યા અનેક જગ્યાએ થતી હશે. સાસુ અને વહુ વચ્ચે ઝઘડો થાય. એના કરતાં દાદાદાદી અને પૌત્ર-પૌત્રી વચ્ચે થતું ઘર્ષણ વધુ પીડા ઉપજાવે છે કારણ કે બંને પક્ષ વચ્ચે ઉંમરનું અને સમજણનું અંતર વધુ હોય છે.

ઘરડે ઘડપણ મા-બાપનો સ્વભાવ બદલાવાનો નથી એવું સ્વીકારીને આપણે આપણાં બાળકોને સાચુંખોટું ધમકાવી નાખીએ કે ચૂપ રહેવાનું કહીએ. આનાથી કદાચ ટેમ્પરરી શાંતિ લાગે પણ અંદરખાને યુવાનહૈયાંમાં નારાજગી અને રોષ વધતાં જાય છે. એ કદાચ મોઢેથી ન બોલે પણ પછી વૃદ્ધ વડીલોની હાજરી એમના માટે અણગમતી થવા લાગે છે.

હવે એવુંયે નથી કે દાદા-દાદીની વાત હંમેશાં ખોટી હોય. બાળક ખોટે માર્ગે જઇ રહ્યું છે એ હકીકત ક્યારેક મા-બાપને બદલે દાદા-દાદીને વહેલી દેખાઇ જાય એવું થઇ શકે પણ પછી એમની બોલવાની જે ઢબ હોય છે એમાં બાજી બગડી જાય છે. રાકેશ કહે છે કે, છોકરીને ઘરે આવતા રાતે વધુ પડતું મોડું થઇ જાય તો હું કે મારી વાઇફ અમારી રીતે એને કહેવાનું હોય એ કહેતાં જ હોઇએ પણ એ પહેલાં મમ્મી મશીનગન લઇને કૂદી પડે. અને પછી ધડાકા-ભડાકામાં વાત આડે પાટે જતી રહે. હવે તમે કહો કે આવી પરિસ્થિતિમાં ગાડીને પાટા પર રાખવા માટે રાકેશ શું કરે?


Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

હવે ફકત 10 હજારમાં મળશે નવા LCD TV

આપની સુવિધા માટે ફેસબુકે લોન્ચ કરી અનોખી સર્વિસ