નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

- મોદી સાણંદને ડેટ્રોયટના તર્જ પર વિકાસ કરી રહ્યા છે
- તેમની ઇચ્છા છે કે ભારતમાં કામ કરી રહેલી તમામ ઓટો કંપનીઓ ગુજરાતમાં પગ મૂકે
- ફોર્ડ સાણંદમાં 400 એકર જમીનમાં પ્લાન્ટ સ્થાપશે


ગુજરાતને વધુ એક મોટી સફળતા મળી રહી છે. મુખ્યમંત્રીના પ્રયાસોને સફળતા મળી છે. જો કે વાત એમ છે કે મોદી સાણંદને ડેટ્રોયટના તર્જ પર વિકાસ કરી રહ્યા છે અને ઇચ્છે છે કે ભારતમાં કામ કરી રહેલી તમામ ઓટો કંપનીઓ ગુજરાતમાં પગ મૂકે.

હવે અમેરિકાની કાર નિર્માતા કંપની ફોર્ડ મોટર કંપનીએ ભારતમાં પોતાનો બીજો પ્લાન્ટ લગાવા માટે ગુજરાતને પસંદ કરી લીધું છે અને તે હવે 400 એકર જમીન આપી રહ્યા છે. આ જમીન તે જગ્યા પર આપવામાં આવી છે, જ્યાં નેનોનો પ્લાન્ટ છે. ટાટા મોટર્સનો આ પ્લાન્ટ સારી રીતે કામ કરી રહ્યું છે. ફોર્ડને 100 એકર જમીન આગળ જતા પણ અપાશે. સાણંદ અમદાવાદથી 40 કિલોમીટર દૂર છે.

પરંતુ આ મામલામાં દિલચસ્પ વાત એ છે કે ફોર્ડે મહારાષ્ટ્રને અંગઠો દેખાડી દીધો છે. શરૂઆતમાં તે મહારાષ્ટ્રના ચાકનમાં જગ્યા શોધી રહી હતી. ત્યાં કેટલીય કંપનીઓના પ્લાન્ટ છે પરંતુ ગુજરાતમાં જેટલી સરળતાથી કામ થઇ રહ્યું છે તેને જોતા ફોર્ડે સાણંદને જ પસંદ કર્યું. ગુરૂવારે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ફોર્ડ અધિકારીઓની સાથે આ અંગેની જાહેરાત કરે તેવી શક્યતા છે. આ પ્લાન્ટ પર કંપની 5000 કરોડ રૂપિયાથી પણ વધુ ખર્ચ કરશે.

ફોર્ડ 2015માં પોતાની કારોના આઠ નવા મોડલ રજૂ કરશે. એઠલું જ નહીં તેઓ આફ્રિકા વગેરેના દેશો માટે કાર નિકાસ કરશે.

Comments

Popular posts from this blog

હવે ફકત 10 હજારમાં મળશે નવા LCD TV

આપની સુવિધા માટે ફેસબુકે લોન્ચ કરી અનોખી સર્વિસ