નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

આપના બાળકને હોસ્ટેલમાં મુકતા પહેલાં તૈયાર કરો

 
  આજકાલ અભ્યાસ માટે પણ બાળકોને બીજા શહેરમાં રહેવું પડે છે. આ સમય વડીલો માટે પણ મુશ્કેલ હોય છે. અહીં એક માતાએ દીકરાને પત્ર લખ્યો છે, જેમાં જણાવ્યું છે કે કઇ રીતે આ સમયને મજાની સફરમાં પરિવતિgત કરી શકાય છે. તમે પણ વાંચો... વહાલા રિંકુ, તને આ રીતે એકલા છોડવાનું ગમતું નથી. મને પણ તારી ખૂબ યાદ આવે છે, પણ બેટા, થોડી વાર ગુસ્સો ભૂલી જા, તો તને નવી વાત સમજવા મળશે. મારી વાત પર ધ્યાન આપજે દીકરા. બેટા, જિંદગી તને નવું શીખવાની તક આપી રહી છે. આજે તું એ દરેક બાબત શીખી શકે છે, જે તારા ભવિષ્યને ઉજજવળ બનાવવામાં ઉપયોગી થશે. આવા સોનેરી સમયને નારાજ થઇને વેડફી ન નાખ. આત્મનિર્ભરતાથી શરૂઆત કર. આપણે સૌએ ક્યારેક તો એકલાં રહેવાની ટેવ પાડવી જ પડે છે, માતાપિતા જીવનભર તો સાથે રહેતાં નથી ને? વળી, દરેક કામ માટે આપણે બીજાની આશા ન રાખતાં પોતાના દરેક કામ જાતે જ કર. શરૂઆતમાં તને મુશ્કેલી પડશે, પણ ધીરે ધીરે તું બધું શીખી જઇશ. તારા કપડાં ધોઇ, ઇસ્ત્રી કરીને રાખતાં શીખ. તારો યુનિફોર્મ રોજ નહીં તો દર બે દિવસે ધોઇ નાખવો. આ કામ અત્યારથી આવડતાં હશે, તો ભવિષ્યમાં તું નોકરી કરતો હોઇશ તો તકલીફ નહીં પડે. તારી જાતને વ્યવસ્થિત રાખજે. સવારે ઊઠીને પથારીની ચાદર ખંખેરીને પાથરી દેવી. ચોરસો પણ ગડી કરીને પલંગની કિનારે મૂકવો. ખુરશી-ટેબલ, કોમ્પ્યુટર, ચોપડી-નોટબુક વગેરે સાફ રાખવા. ઘડિયાળ, ચશ્માં, વોલેટ જેવી અગત્યની વસ્તુ મૂકવાની જગ્યા નિશ્વિત રાખવી અને કાયમ દરેક વસ્તુ તેની જગ્યાએ જ મૂકવી. મોબાઇલ કાયમ ચાર્જ કરીને રાખજે. રિચાર્જ સમયસર કરાવી લેજે. આ વાતોનો અમલ કરવાથી સરળતા રહેશે. મને ખબર છે કે તને સ્વાદિષ્ટ રસોઇ ભાવે છે. ઘણી વાર બહાર ખાવાની ઇચ્છા થાય, તો પણ તળેલી કે મસાલાવાળી વસ્તુ ન ખાતો. બહાર પણ સ્વાસ્થ્ય માટે સારી હોય એવી વસ્તુઓ મળે છે. એવી જ ખાજે. વળી, તું ઘરે પણ બનાવી શકે. છોકરીઓની માફક છોકરાને પણ દરેક કામ કરતાં આવડવું જોઇએ. જેમ કે, ચા-કોફી, મિલ્કશેક, સેન્ડવિચ, પુલાવ, દાળ-ભાત, વગેરે બનાવતાં આવડે તે જરૂરી છે. હોસ્ટેલલાઇફની દ્રષ્ટિએ આ બધું બનાવતાં આવડે તે સારું. ભવિષ્યમાં પણ આ કલા તને કામ લાગશે. ઉપરાંત, તારા લગ્ન નોકરિયાત યુવતી સાથે થયાં, તો એને ઘરકામમાં તારી મદદની જરૂર પડશે, ત્યારે તારા જેવા જીવનસાથીને મેળવીને ખુશ થશે. હું ઇચ્છું છું કે મારો દીકરો હોશિયાર અને દરેક કામમાં પરફેક્ટ હોય, જેથી એ ક્યાંય પાછો ન પડે. હું તો એમ પણ ઇચ્છું છું કે તું બીજી ભાષાઓ પણ શીખે. શીખેલું ક્યારેય વ્યર્થ નથી જતું. બેટા, સંબંધો સાચવવાની જવાબદારી આપણી છે. વડીલોને માન આપવું. તેમની કોઇ વાતની અવગણના ન કરવી. તારા લીધે કોઇનું હૈયું ન દુભાય તેનું ખાસ ધ્યાન રાખજે. તારે ખૂબ આગળ વધવાનું છે. અને હા, ખરાબ સોબતથી દૂર રહેજે.તારી મમ્મી.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

હવે ફકત 10 હજારમાં મળશે નવા LCD TV

આપની સુવિધા માટે ફેસબુકે લોન્ચ કરી અનોખી સર્વિસ