નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

દંપતીને સાત જન્મનાં સાથી બનાવે છે આ સાત પગલાં

હિંદુ શાસ્ત્રો મુજબ લગ્ન એટલે સાત જન્મનો સાથ.સોળ સંસ્કારમાંનો એક સંસ્કાર એટલે લગ્ન જેમાં અનેક રિવાજો અને વિધીઓ હોય છે જેને સંલગ્ન કારણો પણ રહેલાં હોય છે લગ્નનાં ફેરાં બાદ સપ્તપદીની વિધી કરવામાં આવે છે.જેમાં લગ્નનાં ફેરાં અને આ સપ્તપદીની પ્રથા વગર લગ્નને અધુરાં માનવામાં આવે છે. યજ્ઞકુંડનાં ઉત્તરની તરફ ઊભા રહીને વર પોતાનો જમણો હાથ વધૂનાં જમણા ખભા પર રાખે છે અને બન્ને પોતાનું મો ઉત્તર દિશા તરફ રાખે છે અને અમુક મંત્રોનાં ઉચ્ચારણ બોલતાં તેઓ સાત પગલાં સાથે ભરે છે.

પહેલાં પગલાંમાં વર- વધૂ એક સાથે પગલું ભરે છે. વર કહે છે કે – અન્ન માટે આ પહેલું પગલું આપણે એકસાથે રાખીએ છીએ, તારૂ મન મારા મનને અનુકૂળ રહે, પરમાત્મા તને મારા અનુકૂળ બનાવે, આપણે બન્ને મળીને સંતાનને પ્રાપ્ત કરીએ જે ચિરાયુ બને. બીજી પગલું શારીરિક બળ માટે હોય છે, વર –વધૂ આ બન્ને પગલાં સાથે માંડે છે.ત્રીજું પગલું ધન માટે હોય છે જે પગલું બન્ને એકસાથે ભરે છે, જેમાં વર જે પણ કમાય તેમાં વધૂ તેને અનુકૂળ થઇ રહે.

ચોથું પગલું વર-વધૂ સુખ માટે એક સાથે આગળ વધારે છે,જ્યારે પાંચમું પગલું સમાજ માટે. છઠ્ઠું પગલું દરેક ઋતુઓ- જીવનનાં દરેક પરિસ્થિતિઓ સાથે વીતાવવા માટે અને સાતમું પગલું એ ભાવ સાથે આગળ વધારે છે કે આપણે આખું જીવન સારાં મિત્રો બની રહીશું.આપણાં બન્નેનાં મન એકબીજાને અનુકૂળ રહે,પરમાત્માં તને મારાં અનુકૂળ બનાવે અને આપણાં બન્નેની જે સંતાન થાય તે ચિરાયુ આયુવાળી થાય આમ આ સાત પગલાંમાં વર-વધૂ આ સાત રિવાજો નિભાવીને સાત જન્મોનાં સાથી બને છે.

Comments