નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

તમારા રિસાયેલા પ્રેમીને મનાવશે આ 7 ટિપ્સ

આપે એકબીજાને ઘણી વખત આવા વચનો આપ્યાં હશે કે તમે તમારી લડાઈને ક્યારેય ખેચીને બીજા દિવસ સુધી નહીં ચલાવો. જે પણ હશે તે રાત્રે ઝઘડો પતાવી જ દેશો. પણ ઘણી વખત આમ બનતું નથી.

અને બાદમાં બેડરૂમમાં પણ તેની અસર પડે છે અને બન્ને બેડના અલગ અલગ ખૂણામાં સુતા નજર આવે છે. એટલું જ નહીં પહેલ કરી ઝઘડો કોણ પતાવશે અને સોરી કોણ કહેશે એમાં ને એમાં ઝઘડો લંબાતો જાય છે.

તો અહીં અમે આપને એવી ટિપ્સ આપીએ છીએ જે આપના ઝઘડાને પણ પ્રેમમાં બદલી નાખશે.

*આપ બન્નેમાંથી કોઈ એક એ તો પહેલ કરવી જ પડશે. બન્ને માંથી કોઈનો પણ આ પ્રયાસ આપને તુંરત જ એક કરી દેશે. અને આપને માલુમ થઈ જશે કે આપનો ઝઘડો શાંતિથી પતી રહ્યો છે.

*જો આપના ઝઘડાનું કારણ સાવ સામાન્ય હોય તો તેને ખુબ જ સહેલાઈથી પતાવી શકાય છે વધારે કંઈ જ નહીં પણ જોરથી ખડખડાટ હસી નાંખો અને તેમ કહીં શકો છો આવી વાતમાં ઝઘડો કરવો તારી સાથે ના ચાલે બોસ, હમેશા યાદ રાખો હસી નાંખવાથી માહોલ શાંત થઈ જશે અને પરિસ્થિતિ સંભાળી શકાશે.

*જો તમારો ઝઘડો કોઈ મોટા મુદ્દા પર થઈ રહ્યો છે જેમ કે બાળકોના ભરણ પોષણ, ફાઈનાન્સ જેવાં મોટા મુદ્દા હોય તો ક્યારેય ગાળા ગાળી કે અશિષ્ટ ભાષાનો ઉપયોગ ન કરો.

*જો આપનો સાથી ક્રિકેટ જોવામાં મશગુલ હોય અને તમારા પર જરાં પણ ધ્યાન ન આપે તો આ મુદ્દે વર્લ્ડ વોર 3 ખેલવાની કંઈ જ જરૂર નથી. આપ ટીવીનું રિમોટ સંતાળી શકો છો અને બાદમાં તેની સાથે જ રિમોટ શોધવામાં મદદ કરી શકો છો. પછી આપ પોતે જ જોશો કે ક્રિકેટ મેચની જગ્યાએ તમારા સાથેની સ્કોર ગેમ કેવો રંગ લાવે છે.

*વાતચિત બંધ કરવી ઝઘડાનું સૌથી ખરાબ સ્વરૂપ છે. આપની લડાઈને ખતમ કર્યા વગર એક આખી રાત ગુસ્સામાં પસાર કરવી ઘણી મુશ્કેલ છે. તેથી સુતા પહેલાં એક વખત વાત કરી લડાઈ પૂર્ણ કરવાનો પ્રયાસ તો જરૂર કરજો. ભલે પછી તમારો ઝઘડો બીજા દિવસે કેમ ન પતે પણ એક વખત વાત કરી પ્રયાસ જરૂર કરજો.

* સોરી નોટ લખી શકો- એક વાતનું ધ્યાન રાખો જ્યારે ઝઘડો વાતચિતથી ઘણો ઉપર વધી જાય તો આપ એક સોરી નોટ કે એક લવલી લેટર દ્વારા તમારા મનની વાત કરી શક છો. તેનાથી આપનો ગુસ્સો તેના સુધી પહોંચી પણ જશે અને તેને તમે કેટલો પ્રેમ કરો છો તેનો તેને અહેસાસ પણ થઈ જશે.

*એક બીજા માટે નહીં પણ પોતાના માટે ડ્રિંક તૈયાર કરો. આપનાં ડ્રિંકના બે ઘુટડાં કેવી રીતે તમારો ઝઘડો પતાવી દેશે.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા