નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

ગુજરાતમાં ‘ફિલ્મીસ્તાન’ માટે ૧૦ હજાર કરોડનું રોકાણ

 
 
- ફિલ્મો માટેનાં ઉત્તમ લોકેશન, એડવેન્ચર પાર્ક માટે દેશી

- વિદેશી કંપનીઓએ દાખવેલો ઉત્સાહ

- રાજ્યનો વિશાળ દરિયાકિનારો, ગીર, ડાંગનું જંગલ, કચ્છનું રણ ફિલ્મો માટે બેસ્ટ લોકેશન

ગુજરાત સરકાર રાજ્યમાં મૂડીરોકાણ માટે ઔધ્યોગિક એકમોની સાથે સાથે ફિલ્મ ઈન્ડસ્ટ્રીને પણ આકર્ષકવામાં સફળ થઈ છે. દેશ-વિદેશના આશરે નવથી વધુ ઉદ્યોગોએ ગુજરાતના વિવિધ લોકેશનના પ્રાકૃતિક સૌંદર્યને આધારે થીમ પાર્ક, એડવેન્ચર પાર્ક, ફિલ્મ સ્ટુડિયો અને વોટર સ્પોર્ટસમાં રૂપિયા ૧૦ હજાર કરોડનું મૂડીરોકાણ કર્યું છે.

પ્રવાસનવિભાગનાં સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં ૧૬૦૦ કિ.મી.ની દરિયાઈ પટ્ટી ઉપરાંત ગીર, ડાંગ જેવા જંગલનું પ્રાકૃતિક સૌંદર્ય છે. આ લોકેશનના ઉપયોગ માટે પ્રવાસનવિભાગ દ્વારા ફિલ્મો અને એન્ટરટેઈનમેન્ટ સાથે સંકળાયેલા અગ્રણીઓ સમક્ષ વિવિધ પ્રેઝન્ટેશન રજુ કરવામાં આવ્યા હતા. જેના પગલે ગુજરાતમાં અત્યાર સુધીમાં R ૭૫૦૦ કરોડનું રોકાણ થયું હતું. તાજેતરમાં યોજાયેલા વાઈબ્રન્ટ-૨૦૧૧માં આ ક્ષેત્રમાં આશરે R ૧૦ હજાર કરોડનું મૂડીરોકાણ થયું છે.

હાલમાં ગુજરાતમાં વડોદરા ખાતે સાગર અને હાલોલ નજીકમાં લક્ષ્મી સ્ટુડિયો કાર્યરત છે. જ્યાં પ્રાદેશિક ફિલ્મો અને ટીવી સિરિયલોના શૂટિંગ થાય છે. હિન્દી ફિલ્મના પ્રસિદ્ધ અભિનેતા અનુપમ ખેરે અમદાવાદમાં એક્ટિંગ સ્કૂલ ચાલુ કરી છે, તો પરેશ રાવલ અને શત્રુઘ્ન સિંહાએ પણ ગુજરાતમાં ફિલ્મને લગતી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન, મૂડીરોકાણ કરવા રાજ્ય સરકાર સમક્ષ દરખાસ્ત કરી છે. ત્યારે ગુજરાતમાં સૌ પ્રથમવાર ફિલ્મીક્ષેત્રે મોટાપાયે રોકાણ આવ્યું છે.

ફિલ્મો માટેનાં ઉત્તમ લોકેશન, એડવેન્ચર પાર્ક માટે દેશી-વિદેશી કંપનીઓએ દાખવેલો ઉત્સાહ

રોકાણ કરનારી કંપની...રોકાણ(રૂ.કરોડમાં)...પ્રોજેક્ટ...સ્થળ

સેટકો ઓટોમોટિવ...૧૬૦૦...એડવેન્ચર-વોટર પાક...ગાંધીનગર

ટ્રાન્સગ્લોબ ઈન્ફ્રા. લિ....૨૧૦૦...થીમપાર્ક, સ્ટુડિયો...સુરત

જયબિલ્ડ કોન...૧૦૦૦...ફિલ્મ સિટી...ખેડા

સોલારિયા આર્કી....૩૦૦૦...થીમ પાર્ક...ગાંધીનગર

સોમા એન્ટરપ્રાઈઝ...૩૦૦૦...થીમ પાર્ક...મલ્ટિ લોકેશન

એટલાન્ટા લિ....૯૫૦૦...થીમ પાર્ક, ફિલ્મસિટી, એન્ટર. પાર્ક...સુરત

અંબર ફિલ્મ સ્ટુડિયો...૫૦૦...ફિલ્મી સ્ટુડિયો...બનાસકાંઠા

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા